Read Time:52 Second
સુરેન્દ્રનગરમાં કોલસો કાઢવા માટે ખાણઉતારાયેલા 3 મજૂરોના મોત થયા, 3ની હાલત ગંભીર સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામમાં કાર્બોસેલની ખાણમાં જીલેટીનથી બ્લાસ્ટ કરાયા બાદ કોલસો કાઢવા માટે ઉતારાયેલા 3 મજૂરોના ગેસ ગળતરના કારણે મોત થયા છે, જ્યારે અન્ય ૩ મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ અંગે સુરેન્દ્રનગરના ડીવાયએસપી એચ.પી. દોશીએ જણાવ્યું, “ત્રણેય મૃતક મજૂરોનું મુળી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.” વધુમાં કહ્યું કે, બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
