Read Time:55 Second
ગીર સોમનાથમાં પોલીસકર્મીઓ અને હોમગાર્ડે મહિલા બુટલેગર સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ
ગીર સોમનાથના ગીર ગઢડામાં મહિલા બુટલેગર સાથે 2 પોલીસકર્મી, 1 હોમગાર્ડ અને અન્ય એક શખ્સે દુષ્કર્મ કર્યું હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે, પતિના અવસાન બાદ દારૂના હપ્તા સાથે આરોપીઓએ એક વર્ષ સુધી તેના પર દુષ્કર્મ કર્યું. પોલીસે આરોપી કોન્સ્ટેબલ સલીમ મકરાણી, હેડ કોન્સ્ટેબલ મોહન મકવાણા, હોમગાર્ડ હનીફ શાહમદાર અને અન્ય આરોપી પરેશ સિંગોડની ધરપકડ કરી છે.
