0
0
Read Time:1 Minute, 16 Second
👆👆સાબરમતી નદીમાં આત્મહત્યાનો કરવા જઈ રહેલા યુવાને ફાયર વિભાગના જવાને બચાવ્યો
અમદાવાદ
અમદાવાદમાં આજે સવારે સાબરમતી નદીમાં એક યુવાન આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે ફાયર વિભાગના એક જવાનો તે યુવાનનો જીવ બચાવ્યો હતો. યુવાન ક્યા કારણ સર પોતાનો જીવ આપી રહ્યો હતો. તેની તપાસ ચાલુ છે.
આજકાલના યુવાનો નાની નાની વાત ઉપર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બસ આવો એક બનાવ અમદાવાદમાં આવેલા ગાંધીનગર સેક્ટરમાં 30માં સાબરમતી નદી ઉપર થી પોતાનો જીવ આપવા જઈ રહ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગના જવાનો સમય સૂચકતા તે યુવાનને બચાવી લીધો હતો. અને તેને સાબરમતી નદીની બહાર લાવી દીધો હતો. ત્યારે તે યુવાન વધુ તપાસ કરતા કલોલનો ખોરજ ગામનો છે. તે આત્મહત્યા કેમ કરી રહ્યો હતો. તેની પોલીસ દ્વારા તપાસ હાલ ચાલુ છે.
.
Average Rating