Categories
Amadavad Crime

ભીડભાડમાં નજર ચૂકવી રાહદરીઓના મોબાઇલ ફોનોની ચોરી કરતી ગેંગના ૫ વ્યકિતને પકડી મોબાઇલ ચોરીના ૨ ગુનઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ

0 0
Read Time:3 Minute, 23 Second

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ.શ્રી એમ.એમ.ગઢવી તથા હે.કો.મેરૂભાઈ નાગજીભાઈ, પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ દ્વારા મોબાઇલ ચોરી કરતા આરોપી..(૧) વિશાલકુમાર બબલુભાઇ ચૌધરી ઉ.વ.૨૨ રહે. છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ(૨) મોહમદ અરબાઝ મોહમદ મુન્ના ખાન ઉ.વ.૧૯ રહે: છોટેલાલની ચાલી, સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ:- મિલ્લીક પોખરખન્ના ગામ, તા.મનિહારી જી.કટીહાર, બિહાર (૩) જોની મકરૂદ્દીન શેખ ઉ.વ.૨૦ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: ગામ મોતીઝરના, પોસ્ટ,મહારાજપુર તા.તલઝાડી,જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ (૪) રાજેશ રૂપનારાયણ ચૌઘરી ઉ.વ.૩૦ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવઅમદાવાદ શહેર મુળગામ:- નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ (૫) સન્નીકુમાર બજરંગી મહતો ઉ.વ.૧૯ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવઅમદાવાદ શહેર મુળગામ:- નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ ને ઓઢવ સોનીની ચાલી ચાર રસ્તા પાસે છોટાલાલની ચાલી પાસે આવેલ અંબાજી માતાના મંદિર પાસેથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી ૬ મોબાઇલ ફોન કિ.રૂ.૫૩૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપીઓએ નીચે મુજબના ગુનાની કબૂલાત કરેલ છે. (૧) આજથી આશરે દોઢેક મહિના પહેલાં નરોડા પાટીયા પાસે આવેલ એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરોની ભીડમાં એક પેસેન્જરની નજર ચૂકવી તે પેસેન્જરના ખિસ્સામાંથી એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.(૨) આજથી આશરે અઢી મહિના પહેલાં વડોદરા શહેર સેન્ટ્રલ એસ.ટી.ડેપો ડભોઈ પ્લેટ ફોર્મ પર ઉભેલએક પેસેન્જરની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી વનપ્લસ કંપનીનો ૧૧ આર મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.(૩) આજથી આશરે અઠવાડીયા પહેલાં કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતેએક ભાઇના ખિસ્સામાંથી વીવો ૧૯૦૭ મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : ₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ

0 0
Read Time:5 Minute, 16 Second

ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય :

₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ
…………………
PMJAY – મા યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયનો આજથી પ્રારંભ
…………..
બજાજ વીમા કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની શુભેચ્છા મુલાકાત કરી
…………..
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી વિધિવત રીતે ₹. ૧૦ લાખની વીમા સહાયનો આજે પ્રારંભ કરાવ્યો


…………….
₹.૧૦ લાખની વીમા સહાય થી ટ્રાન્સપ્લાન્ટ , ઇમ્પાન્ટ અને અત્યંત ખર્ચાળ સર્જરીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
……………….
આયુષ્માન કાર્ડ ધારકોના પરિવારજનોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
****
આજે તારીખ ૧૧ જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ. ૧૦ લાખ થઇ છે.


આજે બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,કમિશ્નર શ્રી શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. ૧૦ લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.
રૂ. ૧૦ લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.
બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ(Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭ સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ એમ્પેનલ છે.
આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.૨ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૧૪ મા આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્મમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. ૩ લાખ કરવામાં આવી.
નરેન્દ્રભાઇ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ ૨૦૧૮ મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.૫ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે રૂ. ૧૦ લાખની થઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Junaghdh

૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ ર રૂ ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ નેત્રમ શાખા તથા ભવના થ પો.સ્ટે. દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ ક રેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૨ કલાકમાં શોધી આપેલ.

0 0
Read Time:4 Minute, 11 Second

૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ રૂ ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ નેત્રમ શાખા તથા ભવના થ પો.સ્ટે. દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૨ કલાકમાં શોધી આપેલ.

તુપ્તીબેન દીક્ષીતભાઇ ભટ્ટ આલ્ફા સ્કૂલ સામે જૂનાગઢ ખાતે રહેતા હોય અને પોતાના અંગત કારણસર ભવ નાથ વિસ્તારથી જયશ્રી રોડ તરફ જવા માટે ઓટો મા બેઠેલ, જયશ્રી રોડ ઉતરતા તેમની સાથે રાખેલ ૧ પર્સ કે જેમાં ૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા હતા, તે પર્સ ઓટો રીક્ષામાં જ ભુલી ગયેલ, તેઓએ ઓટો રીક્ષા શોધવા પ્રયત્ન કરેલ, પરંતુ ઓટો રીક્ષા મળેલ નહી, સોનાના ચેન તથા રોકડ રૂપીયા સહીતનુ કુલ ૨,૫૦,૦૦૦/- ની કિંમતનું પર્સ ભવિષ્યમા મળવુ મુશ્કેલ હોય, તેઓના પતી પણ કોરોના મૃત્યુ પામેલ હોય અને તૃપ્તીબેન અને તેમના પરીવાર આર્થીક રીતે મધ્યમ પરીસ્થીતીમાં ગુજરાન ચલાવતા તેઓએ તેમના વ્યથિત મને આ બાબતની જાણ જીલ્લા ના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આ ઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને ભવનાથ પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમા ન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્ સ. હાર્દીકસીંહ સીસોદીયા, દેવેનભાઇ સીંધવ, વીમલભા ઇ ભાયાણી, હરસુખભાઇ સેસોદીયા, કુસુમબેન મેવાડા, એ ન્જીનીયર રેયાઝભાઇ અંસારી સહિતની ટીમ દ્વારા જહમત ઉઠાવી તૃપ્તીબેન ભટ્ટ જે સ્થળે થી ઓટો માંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ ઓટો નંબર GJ 01 DX 0098 શોધેલ . મળેલ કે ઓટો રીક્ષા ભવનાથ પો.સ્ટે. વિસ્તારના લંબે હનુમાન મંદિર પાસે હાલ હોય જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા ભવનાથ પો.સ્ટે.ના પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાંને વીગતવાર માહીતી જણાવેલ, ભવનાથ પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાં દ્રારા ભવનાથ એ.એસ.આઇ. રામદેભાઇ બામરોટીયા, હે.કો. રાજુભાઇ ઉપાધ્યાય, પો.કોન્સ. રાજુભાઇ ગળચર, રોહીતભાઇ હડીયાની ટીમ બનાવી નંબર આધારે ઓટો રીક્ષાની તપાસ કરતા GJ 01 DX 0098 લંબે હનુમાન મંદિર સામેથી મળી આવેલ, તે આધારે ઓટો રીક્ષા ચાલક અરજણભાઇ રાજાભાઇ ખાંભલાને ભવનાથ પો.સ્ટે. ખાતે લાવી પોલીસ સ્ટાફ દ્રારા આકરી ભાષામાં પરછ કરતા અરજણભાઇ દ્રારા પોતાની ઓટો રીક્ષામાં કોઇ પેસેન્જર પર્સ ભુલી ગયાનુ જણાવેલ, પરંતુ પર્સ કોનુ છે? તે તેમને ખ્યાલ ન હતો, નેત્રમ શાખાના પોલીસ સ્ટા ફ તથા ભવનાથ પોલીસ સ્ટાફ દ્રારા ફક્ત ૨ કલાકમાં ૪ ૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ રૂ. ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ શોધી અને તૃપ્તીબેન દીક્ષીતભાઇ ભટ્ટને પરત આપેલ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %