Categories
Gandinagr

ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : ₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ

0 0
Read Time:5 Minute, 16 Second

ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય :

₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ
…………………
PMJAY – મા યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયનો આજથી પ્રારંભ
…………..
બજાજ વીમા કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની શુભેચ્છા મુલાકાત કરી
…………..
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી વિધિવત રીતે ₹. ૧૦ લાખની વીમા સહાયનો આજે પ્રારંભ કરાવ્યો


…………….
₹.૧૦ લાખની વીમા સહાય થી ટ્રાન્સપ્લાન્ટ , ઇમ્પાન્ટ અને અત્યંત ખર્ચાળ સર્જરીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
……………….
આયુષ્માન કાર્ડ ધારકોના પરિવારજનોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
****
આજે તારીખ ૧૧ જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ. ૧૦ લાખ થઇ છે.


આજે બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,કમિશ્નર શ્રી શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. ૧૦ લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.
રૂ. ૧૦ લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.
બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ(Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭ સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ એમ્પેનલ છે.
આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.૨ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૧૪ મા આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્મમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. ૩ લાખ કરવામાં આવી.
નરેન્દ્રભાઇ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ ૨૦૧૮ મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.૫ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે રૂ. ૧૦ લાખની થઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Maheshana

વાલમ (વિસનગર-મહેસાણા)ની મૃતક દીકરીની માતાને ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ દ્વારા રૂ. ૫૦,૦૦૦ની રોકડ સહાય.

0 0
Read Time:2 Minute, 27 Second

.ભારતથી હજારો માઈલ દૂર વસતા દલિત યુવામિત્રોના સંગઠન ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ દ્વારા, વાલમની દલિત સમાજની દીકરી સ્વ. નિશા ભાવેશભાઇ મકવાણા (જેની રીક્ષાચાલકે અપહરણ કરી હત્યા કરી હતી), તેના ગરીબ પરિવારને રૂપિયા ૫૦,૦૦૦(પચાસ હજાર)ની સહાય કરવામાં આવી છે.’ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ વતીથી – તેમની સૂચનાનુસાર, તેમના પ્રતિનિધિઓ તરીકે અમે ગાંધીનગરના મિત્રોએ આ રકમનો ચેક

તા.૨૯\૦૬\૨૦૨૩ના રોજ મહેસાણા ખાતે રહેતા લતાબેન ભાવેશભાઇ મકવાણા (તે નિશાના માતા)ના ઘરે જઈ તેમને રૂબરૂ મળીને આપ્યો. આ સમયે સર્વશ્રી પ્રવીણ ગઢવી(પુર્વ IAS), નટુભાઈ પરમાર (પુર્વ સંયુક્ત માહિતી નિયામક), પ્રવીણ શ્રીમાળી-વસંત જાદવ(પુર્વ નાયબ નિયામકો-સમાજ કલ્યાણ), રમણ વાઘેલા (પુર્વ નાયબ સચિવ-ગૃહ), કાન્તિભાઈ પરમાર ( જિલ્લા પ્રમુખ,દલિત અધિકાર સંઘ-ગાંધીનગર ) સૌ આ ઉમદા સમાજસેવાના કામમાં સાથે રહ્યા હતા.લતાબેનને આ સહાયનો રૂ ૫૦,૦૦૦નો ચેક માન. પ્રવીણ ગઢવી સરના હસ્તે અપાયો હતો.

આ પ્રસંગે રમેશભાઈ પરમાર – રંજનબેન પરમાર (દલિત અધિકાર સંઘ – મહેસાણા) તથા જિલ્લા નાયબ નિયામક શ્રી મિશ્રાજીના માર્ગદર્શન હેઠળ સમાજ કલ્યાણ કચેરીના કર્મયોગીઓ સર્વ શ્રી જીતેન્દ્ર મકવાણા, ગોવિંદ ચૌધરી,ઠાકોરભાઈ, સેવક લીલાબેન, નિવૃત્ત અધિકારી નરેશ મકવાણા સૌએ પણ ઉપસ્થિત રહી ઉમદા સહયોગ પુરો પાડ્યો હતો.આ સહાયની રકમ મૃતક નિશાના પરિવારના લાભાર્થીઓને સરળતાથી આપી શકાય તે માટે પ્રવીણભાઈ શ્રીમાળી અને વસંતભાઈ જાદવે વિશેષ જહેમત ઉઠાવી હતી. મૃતક નિશાની માતા લતાબેને પણ રડતી આંખોએ ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ના સૌ સભ્યો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વૃધ્ધ મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી સરકારી યોજનાની સહાય આપવાનુ કહી સોનાના દાગીના ઉતરાવી લેનાર વ્યક્તિને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 9 Second

અમદાવાદ શહેરમાં વૃધ્ધ મહિલાના દાગીના ઉતરાવી વિશ્વાસઘાત છેરપીંડીના બનતા ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ના ક્રાઇમ બ્રાંચ ના અધિકારીઓ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન

આરોપી મહેમુદહુસેન ફીદાહુસેન શેખ ઉ.વ. ૫૯ રહે. બ્લોક નં.૧ માન. ૧૦૩, વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટ, હાથીખાઇ ગાર્ડન પાસે, ગોમતીપુર અમદાવાદ શહેરને તા.૧૦/૦૬/૨૦૨૩ ના કલાક ૧૪/૪૫ વાગે જમાલપુર સ્લોટર હાઉસ સામે જાહેર રોડ ઉપરથી સોનાના દાગીના કુલ વજન ૦૪.૬૩૦ ગ્રામ કિ.રૂ. ૨૩,૧૫૦/- તથા ઓટો રિક્ષા નંબર GJ-01-DT-8792 કિ.રૂ. ૬૦,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૮૩,૧૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીનો ફોટોગ્રાફ્સ

આરોપીએ દશેક દિવસ પહેલા પોતાની ઓટો રિક્ષા નંબર GJ-01- DT- 8792 માં પટેલ મેદાન દાણીલીમડા ખાતેથી એક વૃધ્ધ મહિલાને બેસાડેલ અને તેની સાથે વાતો કરી જણાવેલ કે પોતે દર મહીને બે હજાર રૂપીયા અપાવાની મદદ કરશે તેમ કહી તેઓને વિશ્વાસમાં લઇ વૃધ્ધ મહિલાને જણાવેલ કે “તમો સોનાના દાગીના પહેરેલ હશો તો તમો પૈસાવાળા છો તેમ સમજી તમને સહાય નહી મળે જેથી તમારા દાગીના ઉતારી તમારા પાકીટમાં મૂકી દો અને પાકીટ મને આપો જેથી રિક્ષાની ડેકીમાં મૂકી દઉં” તેવો ભરોસો આપી તેઓએ પહેરેલ કાનની સોનાની કડી નંગ-૨ કઢાવી પાકીટમાં મૂકાવી પાકીટ પોતાની ઓટો રિક્ષાની ડેકીમાં મૂકી દાણીલીમડા અપ્સરા સિનેમા પાસે વૃધ્ધ મહિલાને ઉતારી રિક્ષા લઈ ભાગી ગયેલ જે પાકીટમાં સોનાના દાગીના તથા રોકડા રૂપીયા ૨૦૦૦/- હતા.

શોધાયેલ ગુના:-

કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાર્ટ ‘“એ” ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૫૨૩૦૬૫૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦ મુજબ. આરોપીનો પૂર્વ ઈતિહાસ:-

(૧) કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૦૦૨૨/૨૦૧૭ ઈપીકો કલમ ૩૭૯,૪૬૭ (૨) ગોમતીપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર,ન. ૦૦૩૫/૨૦૧૭ ઈપીકો કલમ ૩૭૯ મુજબ

(૩) શહેર કોટડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૦૦૦૨/૨૦૧૭ ઈપીકો કલમ ૩૭૯,૪૬૭ (૪) શહેર કોટડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૦૭૮૬/૨૦૨૨ ઈપીકો કલમ ૩૯૨ મુજબ આરોપીને અગાઉ બે વાર પાસા હેઠળ અટકાયત કરી ભૂજ તથા ભરુચ ખાતે મોકલી આપવામા આવેલ હતો.

આરોપીનો ફોટોગ્રાફ્સ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %