Categories
Gandinagr

ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : ₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ

0 0
Read Time:5 Minute, 16 Second

ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય :

₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ
…………………
PMJAY – મા યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયનો આજથી પ્રારંભ
…………..
બજાજ વીમા કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની શુભેચ્છા મુલાકાત કરી
…………..
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી વિધિવત રીતે ₹. ૧૦ લાખની વીમા સહાયનો આજે પ્રારંભ કરાવ્યો


…………….
₹.૧૦ લાખની વીમા સહાય થી ટ્રાન્સપ્લાન્ટ , ઇમ્પાન્ટ અને અત્યંત ખર્ચાળ સર્જરીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
……………….
આયુષ્માન કાર્ડ ધારકોના પરિવારજનોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
****
આજે તારીખ ૧૧ જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ. ૧૦ લાખ થઇ છે.


આજે બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,કમિશ્નર શ્રી શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. ૧૦ લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.
રૂ. ૧૦ લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.
બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ(Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭ સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ એમ્પેનલ છે.
આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.૨ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૧૪ મા આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્મમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. ૩ લાખ કરવામાં આવી.
નરેન્દ્રભાઇ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ ૨૦૧૮ મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.૫ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે રૂ. ૧૦ લાખની થઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને ભારત સ રકાર ના ઉપક્રમે રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા સબ જેલ,નારી કેન્દ્ર,સખી વન સ્ટોપ કેન્દ્ર , બાળ સુધાર ગ્રહ ચાઈલ્ડમાં વેલનેસ કેમ્પ શરૂ કરવામાં આવેલ છે

0 0
Read Time:2 Minute, 2 Second

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને ભારત સ રકાર ના ઉપક્રમે રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા સબ જેલ,નારી કેન્દ્ર,સખી વન સ્ટોપ કેન્દ્ર , બાળ સુધાર ગ્રહ ચાઈલ્ડમાં વેલનેસ કેમ્પ શરૂ કરવામાં આવેલ છે, જે તા.15/5/2023થી તા 06/14/2023 લા સબ જેલ સુજનીપુર ખાતે હેલ્થ વેલનેસ તેમજ જાતિ ય રોગો માટે અવેરનેસ પ્રોગ્રામમાં જિલ્લા ક્ષય અ ધિકારી ડૉ.દેવેન્દ્ર એન. arte, arte, arte લ ઓફિસર ડૉ. DAPCU, DAPCU સુપરવાઈઝર વસંતભાઈ લિમ્બચિયા, સુભિક્ષા ીનેટર, આઈ સી ટી સી સેંટર, arte િનિક સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શ ન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન મહેશકુમાર ઝાલ ા Consejero de ITS દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ ૪૯ કૈદી ભાઈઓનું HIV, Hbsag, HCV, RPR અને ટીબી માટે ગળફા ની તપાસ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમ એક માસ સુધી ચાલનાર હોઈ સંલગ્ન દ રેક સંસ્થાને ઉપર જણાવેલ દરેક આરોગ્ય ની સેવાઓ ઉપ લબ્ધ કરાવવામાં આવશે.આ કાર્યક્રમ નું આયોજન,પ્લ ાનિંગ અને અમલીકરણ કરાવવા જિલ્લા ક્ષય, આરટી મેડિકલ ઓફિસર, જિલ્લા જેલ અધિક્ષક, સુરક્ષા ક્લિનિક, આઈસીટીસી સ્ટાફ, , ટી. બી સ્ટાફ, સુભિક્ષા પ્રોજેક્ટ તેમજ જેલના કર્મચ ારીને કેદી ભાઈઓએ સુંદર સાથ સહકાર આપ્યો હતો, આજર 49 જેટલા કેદી ભાઈઓનું કાઉન્સેલિંગ તેમજ Prueba કરવા માં આવ્યું હતું…

રિપોર્ટર ભરત ઠાકોર

L

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %