Categories
Amadavad Crime

દુબઇથી સોનાની દાણચોરી કરતા વ્યકિત તથા સોનીની ધરપકડ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર

0 0
Read Time:4 Minute, 48 Second

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા હે.કો. ભવાનીસિંહ હરૂભા તથા પો.કો. કુલદીપસિંહ બળદેવસિંહ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ દ્વારા સોનાની દાણચોરી કરતાં આરોપી…(૧) જીગ્નેશ ઉર્ફે જીગર સન/ઓફ ભીખાભાઈ રાઠોડ ઉ.વ.૩૦ રહે, ૬૦૧/એ સમોર હાઈટસ, મુઠીયા ટોલ પ્લાઝાની બાજુમાં નરોડા અમદાવાદ શહેર(૨) કેતનભાઈ હર્ષદભાઈ સોની ઉ.વ.પર રહે, મ.ન. ૪૯૨ નાનશા જીવણની પોળ સાંકળી શેરી માણેકચોક અમદાવાદ શહેરને માણેકચોક સાંકડી શેરી, નાનશા જીવણની પોળના નાકેથી તા.૯/૭/૨૦૨૩ના રોજ ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી રોકડ નાણાં રૂ.૪૫,૦૦,૦૦૦/- તથા સોનાના પટ્ટી આકરાના પતરા નંગ-૦૩ જેનુ કુલ વજન ૫૪૬ ગ્રામ ૨૨ મીલીગ્રામ કિ.રૂ. ૩૨,૭૭,૩૨૦/- તથા દિરહામની ચલણી નોટ નંગ-૦૪ કિ.રૂ.૮૦૦/- તથા થેલો નંગ-૧ તથા એપ્પલ કંપનીના મોબાઈલ ફોન નંગ- ૨ કિ.રૂ. ૨,૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૮૦,૦૮,૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપી જીગ્નેશ ઉર્ફે જીગરની પૂછપરછ દરમ્યાન અમદાવાદના જયેશ સોની નામના માણસે તેને તથા તેની પત્નિ શીલાને દુબઇ ખાતે સોનું લાવવા માટે મોકલેલ. દુબઇ જવા આવવાની એર ટીકીટ તથા ચાર દિવસ રહેવાનો હોટલ સહિત તમામ ખર્ચ અને આ ટ્રીપ દરમ્યાન રૂ.૨૫,૦૦૦/- આપવાનુ નક્કી થયેલ હતું. દુબઇ ખાતે નીલ હોટલમાં ત્રણેક દિવસ રોકાયેલ દરમ્યાન આ જયેશ સોનીના કહેવા મુજબ તેમનો કોઈ ચેતન ચૌધરી નામનો માણસ હોટલ પર આવી પહેરવા માટે એક વજનદાર બનીયાન તથા એક વજનદાર જાંગીયો આપેલ. તેની પત્નિ શીલા માટે એક વજનદાર સેનેટરી પેડ આપેલ અને આ કપડાઓમાં કેમીકલ મિશ્રિત સોનુ ભેળવેલ હોવાનું જણાવેલ. જે પહેરી બંન્ને પતિ પત્નિ જયેશ સોનીના કહેવા મુજબ દુબઈથી તા. ૧૯/૦૬/૨૩ ના રોજ નીકળી મુંબઈ ઈન્ટરનેશલ એરપોર્ટ પર ઉતરેલા જયાં ઈમીગ્રેશન અને કસ્ટમમાંથી હેમખેમ બહાર નીકળી બોરીવલી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશન આવી ત્યાંથી એક વોલ્વો લક્ઝરીમાં બેસી અમદાવાદ આવેલા. તે પછી જયેશ સોનીને દુબઈથી લાવેલ કપડામાં છૂપાવેલ સોનુ તેની પાસેથી લૂંટાઈ ગયેલ હોવાનુ જણાવી તે પછી તેની સાથે પકડાયેલ તેનો મિત્ર કેતનભાઈ સોનીને આપેલ. તેઓએ કપડામાંથી ચોખ્ખુ સોનુ અલગ કરી તેમાંથી કેટલુક સોનુ વેંચી તે પેટે રૂપીયા ૪૫ લાખ આપેલ હોવાનું અને વેચાણ કર્યા પછી બાકી રહેલ ૫૪૬ ગ્રામ ૨૨ મીલીગ્રામનુ સોનુ કેતન સોની પાસેથી મળી આવેલ હોવાનુ જણાવેલ. જે મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ સોનાની તસ્કરી બાબતે કસ્ટમ વિભાગમાં જાણ કરવામાં આવેલ છે.આરોપીઓ આ સોનુ ક્યાં સ્વરૂપે લાવેલ હતા? પકડાયેલ કેતન સોનીએ આ સોનુ કઇ રીતે અલગ કરેલ તેમજ રૂપિયા ૪૫ લાખની કિંમતનુ સોનુ કંઇ વ્યક્તિને વેચાણ આપેલ છે. આ સોનુમંગાવનાર જયેશ સોનીનુ આખુ નામ સરનામુ મળી આવેલ ન હોય, તે વ્યક્તિ કોણ છે. તેણે અથવા આ કામે પકડાયેલ જીગ્નેશ તથા તેની પત્નિ અગાઉ જયેશ સોનીના અથવા અન્ય બીજા કોઈના કહેવાથી આ રીતે સોનું લાવેલ છે કે કેમ? તેમજ આ રીતે ગોલ્ડ સ્મગ્લીંગ અંગેનુ ચોક્કસ કોઇ રેકેટ કામ કરે છે કે કેમ? તેમજ આવા રેકેટમાં અન્ય બીજા કોઇ ઇસમો સંડોવાયેલ છે કે કેમ? વિગેરે બાબતે હાલમાં આગળની તપાસ તજવીજ પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ ચલાવી રહેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક વ્યકિત ઝડપી લેતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:1 Minute, 18 Second

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી રાહુલ સુધિરકુમાર ત્રિપાઠી ઉ.વ.૨૮ રહે. એફ/૫, સુખી સંસાર એપાર્ટમેન્ટ વિરાટનગર ઓઢવ અમદાવાદ શહેર મુળવતન ગામ ઈકરી તા. બફેવર જીલ્લો ઈટાવા ઉતર પ્રદેશનાને વટવા બીલાલ મસ્જીદની સામે ખુલ્લા મેદાનમાં જાહેરમાંથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટનો પિસ્ટલ નંગ-૧ કિ.રૂ. ૧૫,૦૦૦/- તથા તમંચના નંગ-૨ કારતૂસ કિ.રૂ. ૨૦૦ મળી કુલ રૂ.૧૫,૨૦૦/- ના મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરેલ. આરોપીએ ત્રણ મહીના અગાઉ તેના વતન ગયેલ ત્યારે ઈંટાવા પાસે આવેલ ઔરૈયા ગામપાસેથી ખરીદ કરી લઈ આવેલ હોવાની કબૂલાત કરેલ હોય. તેની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહીકરવામાં આવેલ છે.શાખા, અમદાવાદ સી.એચ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %