Categories
Amadavad

1973 થી દર વર્ષે 5 જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”તરીકે ઉજવવામાં આવે છે

1 0
Read Time:6 Minute, 27 Second

“વૃક્ષ સાથે વાત” વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “ટ્રી-વાકાથોન” ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા સંચાલિત અને 1973 થી દર વર્ષે 5 જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસે વિશ્વભરના લાખો લોકો દ્વારા પર્યાવરણ માટે વૈશ્વિક જાગૃતિ અને પર્યાવરણને સ્વસ્થ સ્વચ્છ રાખવાના પગલાંને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. 5મી જૂન 2023ના રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના 50 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના જાણીતા પર્યાવરણ પ્રેમી ડો. ગીતીકા સલુજા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે જેને “ટ્રી-વાકાથોન” નામ આપવામાં આવ્યું છે જેમાં શહેરના પર્યાવરણપ્રેમીઓ દ્વારા વૃક્ષ સાથે વાતો કરવાનો અનેરો આનંદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.દરેક વૃક્ષોમાં જીવ હોય છે તેવી આપણી માન્યતાઓને આ પર્યાવરણ દિવસે અલગ અલગ વૃક્ષો સાથે વાતો કરવાનો આનંદ મેળવશે અને સાથે જ આપણા દુર્લભ અને અલગ અલગ જાત ભાતના વૃક્ષોની માહિતી પણ આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન કરનાર ડો.ગીતીકા સલુજા નો પચાસમો જન્મદિવસ પણ હોવાથી તેઓ આ ખાસ પ્રકારે તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તેમનો માર્ગદર્શક મંત્ર એ છે કે એક એવું પરિવર્તન આવે કે વિશ્વમાં દરેક વ્યક્તિઓ પર્યાવરણના પ્રભાવમાં જોવા મળે અને અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહે. “ટ્રી-વાકાથોન” નો અર્થ થાય છે વૃક્ષોની અનુભૂતિ અને વૃક્ષોને સુરક્ષિત કરવા માટે વૃક્ષો સાથે ચાલતી વખતે વૃક્ષ સાથે વાત કરો. “ટ્રી-વાકાથોન” ચળવળ દ્વારા તે બધાને ઓછામાં ઓછા કુદરત તરફ પાછા વાળવા નો પ્રયત્ન છે તથા પ્લાસ્ટિકના પ્રદૂષણને હટાવવા, આપણા વાદળી ગ્રહ પર લીલીછમ જાજમ પાથરવા નો એક સુંદર પ્રયાસ અને જીવન જીવવાની કુદરતી રીત સાથે જીવન આનંદમાં જીવવા વિનંતી કરે છે. આ કાર્યક્રમનો હેતુ છે કે આપણે આપણી જીવનશૈલીના માનસિક દબાણને સમજીએ છીએ પરંતુ દરેક પગલે સૌને એક એવા પરિવર્તનની જરૂર છે જે આપણે આ દુનિયામાં જોવા માંગીએ છીએ અને આ પ્રક્રિયામાં સ્વચ્છ અને સ્વસ્થ જીવન માટે અન્ય લોકોને પ્રભાવિત કરી શકીએ છીએ.અમદાવાદના જાણીતા શ્રેયસ ફાઉન્ડેશન ખાતે 5 જૂને 2023 ના રોજ સવારે 5 કલાકે 250 લોકો આ “ટ્રી-વાકાથોન” કાર્યક્રમમાં માં ભાગ લેવા એકત્ર થશે. જ્યાં 35 થી વધુ નિષ્ણાતો દ્વારા પર્યાવરણ અને વૃક્ષો વિશેની માહિતી આપી આપણી આસપાસ જોઈ રહેલા છોડ, પક્ષીઓ અને પતંગિયા વિશે લોકોને શિક્ષિત કરવામાં આવશે. જ્યારે પણ માનવી કોઈપણ વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે સૌ લોકો ઘોંઘાટ કરે છે અને પર્યાવરણને નુકસાન કરે છે. જેના કારણે વૃક્ષો પાર રહેલા પક્ષીઓ, પતંગિયાઓ કે અન્ય જીવોને તે જગ્યાએથી દૂર થવું પડે છે. આ કાર્યક્રમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે કે વૃક્ષો પર રહેતા જીવો પણ એક સહ અસ્તિત્વ ધરાવે છે અને “ટ્રી-વાકાથોન” ના આયોજનમાં રજીસ્ટર થયેલા લોકો કોઈપણ પ્રકારનો ઘોંઘાટ કે કચરો કર્યા વગર આ કાર્યક્રમના આયોજનમાં શામેલ થશે.આ દિવસે 23 ઇકો એન્જલ્સ કે જેમણે વૃક્ષારોપણ, જીવદયાના ક્ષેત્રમાં અને આપણા ગ્રહની સુરક્ષા માટે અથાગ મહેનત કરી છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી, એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનને ઈન્સ્પાયરિંગ ઈકો એન્જલ એવોર્ડથી પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. આ પહેલને એસોસિએશન પાર્ટનર અને ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. આપણે કુદરતને જે પણ આપીએ છીએ તે કુદરત આપણને ગુણાકારમાં પાછું આપે છે અને તેથી અમે દરેકને વિનંતી કરીએ છીએ કે એક છોડ વાવો અને જેના બદલામાં વૃક્ષો આપણને ઘણું બધું પાછું આપે છે.કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે રહેશે.5મી જૂન 2023, સોમવાર, સવારે 5.00 થી 8.30 વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.1. આગમન અને નોંધણી 2. સૂર્યનમસ્કાર 3. પ્લાન્ટ ટેક્સોનોમિસ્ટ/વનસ્પતિશાસ્ત્રી/વૃક્ષો, પતંગિયા અને પક્ષીઓના નિષ્ણાતોની આગેવાની હેઠળ 15 લોકોના જૂથમાં “ટ્રી-વોકેથોન” 4. છોડ સાથે ફોટોગ્રાફી અને સેલ્ફી 5. છોડનું સ્કેચિંગ 6. જીવંત પેઇન્ટિંગ 7. વાંસળી વગાડવી8. કુદરતી રસ સાથે સાત્વિક નાસ્તો. 9. એક છોડ આપો, બે લો 10. બીજ બોલ બનાવવાની વહેંચણી11. ઇકો એન્જલ્સનું સન્માન 10. “ટ્રી-વાકાથોન” કોફી ટેબલ બુક ઝીરો વેસ્ટ ઇવેન્ટ, નહિવત અવાજ પ્લાસ્ટિકની પાણીની બોટલ નહીં, કાગળના કપ નહીં. માટીના વાસણમાં પાણીનું વિતરણ.

રિપોર્ટર સંગીતા સુથાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ અમદાવાદ, રાણીપ, આર્વેદ ટ્રાન્સકયુબ પ્લાઝાના બેઝમેન્ટ માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 34 Second

વિદેશી દારૂ ભરેલ કાચની સીલબંધ નાની-મોટી બોટલ નંગ- ૭૮૦ કિંમત રૂ.૯૭,૦૬૮/- મળી કુલ કિંમત રૂ.૬,૫૭,૦૬ /- ટ્રાન્સક્યુબ પ્લાઝાના બેઝમેન્ટમાંથી પકડી કા યદેસર કાર્યવાહી કરતી અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ.શ્રી વી.ડી.ડોડીયા, હેડ કોન્સટેબલ મુ કેશભાઇ રામભાઇ, હેડ કોન્સ. કૃષ્ણરાજસિંહ હનુભા, હેડ કોન્સ. મુકેશગીરી જગદીશગીરી, હેડ કોન્સ. સંજયસિંહ અગરસંગભાઇ, પો. કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ તથા પો.કોન્સ. મુકેશભાઇ કાનજીભાઇ દ્વારા મળેલ બાતમી હકીકત આધારે તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ અમદાવાદ, રાણીપ, આર્વેદ પ્લાઝાના બેઝમેન્ટ ખાતે રેડ કરી આરોપી (૧) અંકીત પિતામ્બર પરમાર ઉ.વ.૨૬, રહે. બી/૩૪, ડાયમંડ ફ્લેટ, ભવ્યપાર્ક, બોપલ, અમદાવાદ શ હેર. (૨) કેશરસિંગ ભૈરુસિંગ રાજપુત ઉ.વ.૩૨, રહે.બી/૫૦૪, આ નંદ સ્કેવર, ત્રાગડ રોડ, ચાંદખેડા, અમદાવાદ શહેર. મુળ વતન ગામ: ધાણીસીપુર, તા.સરડા, જી. ઉદયપુર, રાજસ્થાનને ઝડપી લીધેલ છે.

આરોપીઓ પાસેથી (૧) વિદેશી દારૂ ભરેલ કાચની સીલબં ધ નાની-મોટી બોટલ નંગ- ૭૮૦ કિંમત રૂ.૯૭,૦૬૮/- (૨) હુન્ ડાઇ કાર નં.GJ.01.RW.1953 કિં રૂ ૫,૦૦,૦૦૦/-, ( ૩) સુઝુકી એક્સેસ નં.GJ-01-VR-7287 કિ રૂ.૪૦,૦૦૦/-, (૪) મોબાઇલ ફોન નંગ-૩ કિં રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂ. ૬,૫૭,૦૬૮ /- ની મત્તાનો મુદામાલ કબ્જે કરેલ છે.

અટક કરેલ બંને આરોપીઓ અંકીત પિતામ્બર પરમાર તથા ડ્રાઇવર કેશરસિંગ ભૈરુસિંગ રાજપુતના કબ્જાની હ ુન્ડાઇ કાર નં.GJ.01.RW,1953માં રાજસ્થાન ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઈ આવી તા.૨૮/૦૫/૨૦૨૩ ના લાક ૦૧/૩૦ વાગે રાણીપ, આર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝાના, બેઝમેન્ટમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કાચની સીલબંધ નાની-મોટી બોટલ નંગ-૭૮૦ કિંમત રૂ.૯૭,૦૬૮/-, હુન્ડાઇ કાર નં.GJ.01.RW.1953, સુઝુકી એક્ સેસ નંબર GJ-01-VR-7287 તથા મોબાઇલ ફોન નંગ-૩ મળી કુલ્લે કિંમત રૂ.૬,૫૭,૦૬૮/- ની મત્તા ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે.

ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ અમદાવાદ શહેર ડી.સી.બી. / ૨૩ પ્રોહીબીશન એકટ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઇ. વી.ડી.ડોડીયા એ હાથ ધરેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %