વર્ષ ૨૦૧૯ થી આજ દિન સુધી અમદાવાદ ખાતે રહેતા અમિતસિંઘ નાઓએ ફરીયાદીના ચાલતા કૌટુંબીક કેસોમાં પતાવટ કરી આપશે તેવુ જણાવી ટુકડે ટુકડે કરી અંદાજે રૂપિયા ત્રણ લાખ જેટલી રકમ મેળવી લીધેલ અને ત્યાર બાદ અમિતસિંઘે ફરીયાદીના કેસોમાં કોઇ પ્રગતી કરાવેલ ના હોય ફરીયાદીએ તેનાથી દુરી બનાવવાનુ ચાલુ કરતા અમિતસિંઘે ફરીયાદી પાસે વધુ પૈસાની માંગણી કરેલ જે તેમણે નહીં આપતા બાદમાં તે ફરીયાદીના ઘરે બાઉન્સર સાથે ઘુસી ગયેલ અને ફરીયાદીના ઘરે આવી તેમની પાસે રૂપિયા ૪.૫૦ કરોડ ની માંગણી કરેલ અને જો ફરીયાદી અમીતસિંઘને માંગ્યા મુજબના પૈસા નહી આપે તો ફરીયાદીને અને ફરીયાદીના પરીવારના સભ્યોને ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ આજ બાબતે અમીતસિંઘે ફરીયાદીને અવાર નવાર પોતાના મોબાઇલ ફોન દ્વારા તેમજ અલગ અલગ માધ્યમોથી કોલ દ્વારા ધમકીઓ આપેલ તેમજ અમીતસિંઘ કોઇ પણ રીતે ફરીયાદીની એટ્વીટીની ખબર રાખતો હોય તેના વિરૂધ્ધ કાયદેસર થવા વિગતવારની ફરીયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ જેની તપાસ કરતાં આરોપી અમીતકુમાર સ/ઓ વિજયકુમાર સિંઘ ઉં.વ.૨૯ ધંધો-વેપાર હાલ રહે.- મકાન નં ડી-૧૦૪, સૌભાગ્ય એપાર્ટમેન્ટ, કટારીયા મારૂતી શો રૂમની બાજુમાં, હેબતપુર ચાર રસ્તા પાસે, થલતેજ, અમદાવાદ શહેર મુળ રહેવાસી-ગામ-કુસ્કરા, પોસ્ટ-મુરસાન જી-હાથરસ ઉત્તર પ્રદેશનાઓ મળી આવેલ જે પોતે અમદાવાદ ખાતે Amigo – Ethical Hacking and Cyber Security નામની કંપની ચલાવે છે. જેની પાસેથી મળેલ કમ્પ્યુટરમાં ઘણી શંકાસ્પદ માહિતી મળી આવેલ છે. જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે.
નોંધ :- જે પણ વ્યક્તિઓ આ આરોપી અમીતકુમાર સ/ઓ વિજયકુમાર સિંઘ (Amigo – Ethical Hacking and Cyber Security) દ્વારા કરાયેલ છેતરપીંડીનો ભોગ બનેલ હોય તો સાયબર ક્રાઈમ અમદાવાદ ખાતે સંપર્ક કરે.