જયપુર: રાજસ્થાનના જયપુરમાં સચિવાલયથી થોડે દૂર 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેચી, તે જ દિવસે યોજ ના ભવનમાં આવેલા સૂચના અને પ્રૌધૌગિકી ઓફિસમાંથી તિજોરીમાંથી આ રકમ મળી આવી છે.
તિજોરીમાં મળેલી આ રકમ 2000ની 7298 નોટ એટલે કે, એક કરો ડ 45 લાખ 96 હજાર રૂપિયા હતા. આ ઉપરાંત 500ની 17 હજાર 107 નોટ મળી, જેની કિંમત 85 લાખ 53 $ 500 રૂપિયા છે. સાથે જ એક કિલો સોનાનું બિસ્કીટ પણ મળી આવ્યું છે . આ બિસ્કીટ પર મેડ ઇન સ્વિટ્ઝરલેન્ડ લખેલું હતું . સોનાની કિંમત બજાર ભાવ અનુસાર 62 લાખ આંકવામાં આવી છે.
હકીકતમાં જોઈએ તો, આ વિભાગમાં દસ્તાવેજોનું
ડિજિટલીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમ્યાન શુક્રવારે
વિભાગની ઓફિસમાં રાખેલી એક તિજોરીની ચાવી મળતી
નહોતી. આ જોઈને અધિકારીઓએ ટેક્નિશિયનને બોલાવીને
લોક તોડાવી નાખ્યો. ગેટ ખુલતા જ તિજોરીમાંથી ફાઇલો ઉપરાંત
એક સંદીગ્ધ બેગ મળી આવ્યો. તેને જોઇને તાત્કાલિક પોલીસને બોલાવી.ઘટનાસ્થળ પર જયપુર શહેર પોલીસ કમિશ્નર આનંદ શ્રી વાસ્તવ
પણ પહોંચ્યા. 2.31 કરોડ રૂપિ યા રોકડા અને એક કિલોગ્રામ વજનની સોનાનુંટ બિસ્કિટ મળી આવ્યું. 6 લોકોની ધરપકડ કરી ચુકી છે. હાલમાં એ શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે કે, આ રુ પિયા કોના છે.
રિપોર્ટર ભરત ઠાકોર