Categories
Ahemdabad crime news

કૌટુંબીક કેસોમાં પતાવટ કરી આપશે તેવુ જણાવી ટુકડે ટુકડે કરી અંદાજે રૂપિયા ત્રણ લાખ જેટલી રકમ મેળવી લીધેલ આરોપી ઝડપાયો

0 0
Read Time:2 Minute, 39 Second

વર્ષ ૨૦૧૯ થી આજ દિન સુધી અમદાવાદ ખાતે રહેતા અમિતસિંઘ નાઓએ ફરીયાદીના ચાલતા કૌટુંબીક કેસોમાં પતાવટ કરી આપશે તેવુ જણાવી ટુકડે ટુકડે કરી અંદાજે રૂપિયા ત્રણ લાખ જેટલી રકમ મેળવી લીધેલ અને ત્યાર બાદ અમિતસિંઘે ફરીયાદીના કેસોમાં કોઇ પ્રગતી કરાવેલ ના હોય ફરીયાદીએ તેનાથી દુરી બનાવવાનુ ચાલુ કરતા અમિતસિંઘે ફરીયાદી પાસે વધુ પૈસાની માંગણી કરેલ જે તેમણે નહીં આપતા બાદમાં તે ફરીયાદીના ઘરે બાઉન્સર સાથે ઘુસી ગયેલ અને ફરીયાદીના ઘરે આવી તેમની પાસે રૂપિયા ૪.૫૦ કરોડ ની માંગણી કરેલ અને જો ફરીયાદી અમીતસિંઘને માંગ્યા મુજબના પૈસા નહી આપે તો ફરીયાદીને અને ફરીયાદીના પરીવારના સભ્યોને ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ આજ બાબતે અમીતસિંઘે ફરીયાદીને અવાર નવાર પોતાના મોબાઇલ ફોન દ્વારા તેમજ અલગ અલગ માધ્યમોથી કોલ દ્વારા ધમકીઓ આપેલ તેમજ અમીતસિંઘ કોઇ પણ રીતે ફરીયાદીની એટ્વીટીની ખબર રાખતો હોય તેના વિરૂધ્ધ કાયદેસર થવા વિગતવારની ફરીયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ જેની તપાસ કરતાં આરોપી અમીતકુમાર સ/ઓ વિજયકુમાર સિંઘ ઉં.વ.૨૯ ધંધો-વેપાર હાલ રહે.- મકાન નં ડી-૧૦૪, સૌભાગ્ય એપાર્ટમેન્ટ, કટારીયા મારૂતી શો રૂમની બાજુમાં, હેબતપુર ચાર રસ્તા પાસે, થલતેજ, અમદાવાદ શહેર મુળ રહેવાસી-ગામ-કુસ્કરા, પોસ્ટ-મુરસાન જી-હાથરસ ઉત્તર પ્રદેશનાઓ મળી આવેલ જે પોતે અમદાવાદ ખાતે Amigo – Ethical Hacking and Cyber Security નામની કંપની ચલાવે છે. જેની પાસેથી મળેલ કમ્પ્યુટરમાં ઘણી શંકાસ્પદ માહિતી મળી આવેલ છે. જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે.

નોંધ :- જે પણ વ્યક્તિઓ આ આરોપી અમીતકુમાર સ/ઓ વિજયકુમાર સિંઘ (Amigo – Ethical Hacking and Cyber Security) દ્વારા કરાયેલ છેતરપીંડીનો ભોગ બનેલ હોય તો સાયબર ક્રાઈમ અમદાવાદ ખાતે સંપર્ક કરે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરાના સૌપ્રથમ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023ના આયોજનમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ માટેની માહિતી મેળવી

0 0
Read Time:3 Minute, 7 Second

*વડોદરાના સૌપ્રથમ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023ના આયોજનમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ માટેની માહિતી મેળવી*ભારતીય વિધાર્થીઓ માટે વિદેશ અભ્યાસ કરવા જવાનું સપનું ખૂબ જ સરળ બની રહ્યું છે તેવા સમયમાં વડોદરા ખાતે ૭ મે ૨૦૨૩ ના રોજ એક ખાસ કાર્યક્રમ અંતર્ગત શહેરનો સૌથી મોટો ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા ખાતે છેલ્લા 25 વર્ષથી કાર્યરત કે.સી. ઓવરસીઝ એજ્યુકેશન દ્વારા આ પ્રકારના ખાસ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 નું આયોજન શહેરની સયાજી હોટલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિદેશમાં અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને એક જ સ્થળ પર અમેરિકા, કેનેડા, યુ.કે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અન્ય યુરોપિયન દેશોમાં અભ્યાસ માટેની માહિતી મળી રહે તેવા સુંદર પ્રયાસ સાથે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એ આ મેળાનો લાભ લીધો હતો જેમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ ને ઓન ધ સ્પોટ એડમિશન અલગ અલગ દેશોની યુનિવર્સિટીમાં મળ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર એવા કેનેડા માટે એપ્લિકેશન ફી વેવર પણ મેળવ્યું હતું સાથે જ 3 વિદ્યાર્થીઓ ને 100% સ્કોલરશીપ ના લાભ હેઠળ પણ વિવિધ ફાયદાકારક માહિતીઓ મળી હતી. આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 માં 1000 થી વધુ વિદ્યાર્થીઓ એ પોતાના વાલીઓ સાથે આ ફેરમાં આવી યોગ્ય માહિતી મેળવી હતી. આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 ના આયોજનમાં જુદા જુદા 8 દેશોની યુનિવર્સિટીના રિપ્રેઝન્ટેટિવ સાથે ઇચ્છુક વિદ્યાર્થીઓ મુલાકાત કરી હતી અને યુનિવર્સિટી, કોલેજ, કોર્સ, ફી સાથે જ રહેવાની વ્યવસ્થાઓ અને 100% સુધીની એપ્લિકેશન ફી વેવર તથા અલગ અલગ સ્કોલરશીપ પ્રોગ્રામની પણ માહિતી મેળવી હતી. આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 માં ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી અને વિદ્યાર્થીઓને પોતાના સર્ટિફિકેટ સાથે આવવા માટે સૂચન આપવામાંતો આપના બાળકો ના ઉચ્ચ અભ્યાસ માટે અને વિદ્યાર્થીઓ કે જે વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમને ખાસ આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 ની મુલાકIત લીધી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

એરપોર્ટ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો આરોપી સાબરમતી જેલમાં હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ મેળવી પેરોલ જમ્પને થયેલ આરોપીને શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:2 Minute, 3 Second

એરપોર્ટ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો આરોપી સાબરમતી જેલમાં હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ મેળવી પેરોલ જમ્પને થયેલ આરોપીને શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા હે.કો. રમેશભાઈ તથા હે.કો. વિક્રમસિહ દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુરન ૭૯/૧૮ ઈ.પી.કો કલમ ૩૦૨, ૩૦૭, ૨૯૪(ખ), ૩૨૩, ૩૩૭, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબના આરોપી કેદી નં ૩૬૩/૨૩ વિજય ઉર્ફે પ્રકાશ હિરાભાઈ પટણી ઉવ ૩૭ રહે. રહે. દશામાની ચાલી જોગણી માતાના મંદિર પાસે કોતરપુર અમદાવાદને ગુજરાત હાઇકોર્ટથી વચગાળાના જામીન મેળવી તા.૦૮/૦૨/૨૦૨૩ ના રોજ પેરોલ જામીન ઉપર છુટેલ અને તા.૧૬/૦૨/૨૦૨૩ ના કલાક ૧૨/૦૦ વાગ્યા પહેલા સદરી કેદીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયેલ નહીં અને પેરોલ જામીન પરથી ફરાર થઇ ગયેલ.જે કાચા કામના કેદી વિજય ઉર્ફે પ્રકાશ હિરાભાઈ પટણી ઉવ ૩૭ રહે. રહે. દશામાની ચાલી જોગણી માતાના મંદિર પાસે કોતરપુર અમદાવાદને નરોડા સુરભી હોટલ પાસેથી ડીટેઇન કરી સાબરમતી સેન્ટલ જેલ ખાતે મોકલી આપેલ છે.

ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ સિટી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ભાડાથી કાર મેળવી પરત નહી આપી છેતરપીંડીથી મેળવેલ કાર બારોબાર વેચાણ કરી દેતી ગેંગના એક સાગરીતને બે કાર સહિત કિ.રૂ.૧૨,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 7 Second

ભાડાથી કાર મેળવી પરત નહી આપી છેતરપીંડીથી મેળવેલ કાર બારોબાર વેચાણ કરી દેતી ગેંગના એક સાગરીતને બે કાર સહિત કિ.રૂ.૧૨,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રીદ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી જી.આર.ભરવાડ તથા એ.એસ.આઇ સમીરસિંહ, હે.કો.અમીત

દ્વારા છેતરપીંડી કરતાં આરોપી મોહમંદ જાબીર મોહમંદઇકબાલ શેખ ઉવ.૩૩ રહે.મ.નં ૧૬૪૬ જાંબુડીની પોળ સિંધીવાડ જમાલપુર અમદાવાદ શહેરને જમાલપુર મુંડા દરવાજા પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપી પાસેથી કાર – ૨ કિ.રૂ.૧૨,૮૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧૨,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ મળી આવતાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી તેના સાગરીતો સાથે જાન્યુઆરી/૨૦૨૩માં ભાડાથી કારની જરૂર હોવાનું જણાવી ઇઓન કાર નંબર જીજે-૧૮-બીસી-૧૫૩૪ની મેળવી આજદિન સુધી પરત નહીં આપી છેતરપીંડી આચરેલ. આરોપી માર્ચ/૨૦૨૩ માં ઝૂમ કાર નામની કંપનીમાં ઇન્કવાયરી કરી ભાડાથી કારની જરૂર હોવાનું જણાવી ક્રેટા કાર નંબર જીજે-૧૧-સીએચ-૭૪૯૨ ની મેળવી આજદિન સુધી પરત નહી આપી. છેતરપીંડી આચરેલ.

જે બાબતે રેકર્ડ પર ખાત્રી તપાસ કરતા નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે. દાખલ થયેલ ગુન્હા :

(૧) બોડકદેવ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૦૬૨૩૦૦૪૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૪૦૬,

૪૨૦, ૧૧૪ મુજબ (૨) એરપોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૬૨૩૦૧૦૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૪૦૬,

૪૨૦, ૧૧૪ મુજબ

એમ.ઓ : આ કામે પકડાયેલ આરોપી તથા તેના સાગરીતો ઝૂમ કાર તથા અન્ય પાસેથી સાત થી આઠ દિવસ માટે કાર ભાડે રાખી ભાડે રાખેલ કારમાંથી જી.પી.એસ સિસ્ટમ કાઢી લઇ તે કારમાં જાતેથી પોતાની જી.પી.એસ સિસ્ટમ લગાર્ડી કારના ડોક્યુમેન્ટ આધારે ભાડે મેળવેલ કાર

વેચાણ કરી થોડા સમય બાદ તે કાર ચોરી કરી પાછી મેળવી અન્યને વેચાણ કરવાની એમ.ઓ

આરોપીનો ગુનાહિત પુર્વ ઇતિહાસ : અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં પકડાયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %