Categories
Gandinagr Kalol

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના કોન્વે માં કાળા કલરની બ્લેક ફિલ્મની નંબર પ્લેટ વગરની મહેદા કંપનીની ઠાર ગાડી ગુસી…

0 0
Read Time:2 Minute, 11 Second

તા.૦૪/૦૭/૨૦ આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના બંદોબસ્તમાં છત્રાલ જી.આઈ.ડી.સી ની સામે આવેલ મહેસાણા થી અ મદાવાદ જતા હાઈવે રોડના કટ ઉપર બંદોબતમાં ફરજ ઉપર કલોલ તાલુકા પોલીસ પોઈન્ટ ઉપર હાજર હતા દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના કોન્વે સાથે આશર કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે કલોલ તાલુકા પોલીસ ના પોઈન્ટ ઉપરથી કોન્વે પસાર થતો હતો

તે વખતે મુખ્યમંત્રી ના કોન્વેમાં પાછળના ભાગે એક કાળા કલરની બ્લેક ફિલ્મની નંબર પ્લેટ વગરની મહેદા કંપનીની ઠાર ગાડી કૉન્વેમાં જતી હતી કલોલ તાલુકા પોલીસ એ તેને ઈશારો કરી સાઇડમાં આવવા જણાવતા રોકેલ નહી અને પોતાની ગાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના વી.વી.આઈ.પી. કાફલામાં જવા દિધેલ. મુખ્યમંત્રી સાહેબના વી.વી.આઈ.પી કોન્વેમાં પાછળ જતી ગાડીને રોકાયેલ કલોલ તાલુકા પોલીસ દ્વારા આ ગાડી ને રોકેલ અને ચાલકને નીચે ઉતારી ઝડપી પાડયો .

આરોપી :: મનુભાઈ લલ્લુભાઈ રબારી ઉ.વ.૩૫ રહે.ચડાસણા ગામ રબારી વાસ તા.કડી જી. મહેસાણા

આ આરોપીએ પોતાની એક કાળા કલરની બ્લેક ફિલ્મની નંબર પ્લેટ વગરની થાર ગાડી મુખ્યમંત્રી ભુપેન્દ્ર ના કોન્વેમાં પ્રોટોકોલ વિરુધ્ધ પોતાની ગાડી પાછળ પાછળ ચલાવી તેને કોન્વેમાંથી બહાર નિકળવાનો ઈશારો કરવા છ તા બહાર નહી નિકળી અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરેલ કોય જેથી મારી તેના વિરુધ્ધ ઇ.પી.કો. કલમ ૧૮ ૬ તથા એમ.વી.એકટ – ૫૦,૧૭૭ મુજબ ફરિયાદ નોધેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Kach

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી

0 0
Read Time:3 Minute, 35 Second

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી

કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કચ્છમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જખૌ પી.એચ.સી. શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોના ખબર અંતર પૂછ્યા૦૦૦૦ભુજ,

શનિવાર: કચ્છ જિલ્લાની બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સમીક્ષા કરવા પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના દરિયાકાંઠે આવેલા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હેલિપેડ પહોંચ્યા હતા.જ્યાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જખૌ પી.એચ.સી. ખાતે આવેલ શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ ગંભીર વાવાઝોડા વિશે તંત્રની કામગીરી બાબતે પૃચ્છા કરીને તેમને મળતી પ્રાથમિક જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ કેન્દ્રીયમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને પ્રશ્નો સાંભળ્યા અને તંત્રને સૂચનો આપ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિ વિષે લોકોથી માહિતી મેળવી હતી. તદુપરાંત વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને શેલ્ટર હોમમાં મળતી સુવિધા વિષે પૂછ્યું હતું. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને શેલ્ટર હોમમાં જોઈને લોકોએ તેમને આવકાર આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, બી.એસ.એફ આઈ. જી રવિ ગાંધી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નલીયા કમાન્ડન્ટ સંદીપ સફાયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રીરાજકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી•

1 0
Read Time:5 Minute, 37 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી• સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર• અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવનાઓ સામે સંબંધિત જિલ્લા તંત્રની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા•

વાવાઝોડાની સ્થિતિ પૂરી થયા બાદ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા તંત્રને તૈયાર રહેવા સૂચના મુખ્યમંત્રી શ્રી એ સંભવિત અતિ પ્રભાવિત કચ્છ અને દ્વારકાના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો****ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત ૮ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી બેઠકની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીને જણાવ્યુ કે વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી હતી. તેમણે કહ્યું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

ઘાયલ પશુઓને તત્કાલ યોગ્ય સારવાર મળી રહે તથા પશુ મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યસ્થા કરવા પણ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે.પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે પડી ગયેલા વૃક્ષોને ખસેડવાની કામગીરી અને વીજ થાંભલાઓના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેની જાણકારી પણ મુખ્ય મંત્રી શ્રી ને આપવામાં આવી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વારિકા, જામનગર, મોરબી અને જૂનાગઢમાં ઝાડ પડી જવા અને વરસાદને કારણે કેટલાક ગામોમાં વીજ પુરવઠાને અસર પડી છે તે પુર્વવત કરવા ઊર્જા વિભાગે પુરતી વ્યવસ્થા કરી દીધી છે.મુખ્યમંત્રીશ્રીએ આ વાવાઝોડાની અસરો જે બે જિલ્લામાં વર્તાવાની શરુ થઈ ગઈ છે તે દ્વારકા અને કચ્છના જિલ્લાના કલેક્ટરો સાથે મોબાઈલ ફોનથી વાત કરીને છેલ્લામાં છેલ્લી પરિસ્થતિની વિગતો મેળવી હતી. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે તેની વિગતો પણ આપી હતી. કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આજ રાત્રે કચ્છના જખૌ ખાતે ટકરાશે. આ વાવાઝોડા ને પગલે ૧૬ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં આગામી એક બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સંભાવનાને પગલે આ બે જિલ્લાના વહીવટી તંત્રને જરૂરી વ્યવસ્થાઓ સાથે સતર્ક રહીને દર કલાકે સ્ટેટ કંટ્રોલ રૂમને વિગતો પુરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે એટલું જ નહિ

પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારના એક હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય મંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રીઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ

1 0
Read Time:3 Minute, 21 Second

૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ના દ્વિતીય દિવસની સંધ્યાએ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ


મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશન માટે એમઓયુ કરાયા


મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ ના દ્વિતીય દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામનાર ‘ન્યૂ વોક વે વીથ કૅનોપી’ અને ‘ફ્રિસ્કિંગ બૂથ’ નું ખાતમુહૂર્ત કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા ઉમદા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં આવનાર છે. આશરે રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર વોક વેથી પ્રવાસીઓને એસ.ઓ.યુ. કેમ્પસના બસ બે (BUS BAY) થી ગેટ નંબર – ૫ સુધી આવવામાં સરળતા રહેશે. આ વોક વે ૧૨૪.૦૦ મીટર લંબાઈ અને ૯.૦૦ મીટર પહોળાઈનો હશે.

રાષ્ટ્રની ઓળખ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો થાય અને મુલાકાતીઓને લાંબી કતારમાં ઉભા ન રહેવું પડે તે હેતુથી અલગ અલગ ચાર ફ્રિસ્કિંગ બુથનું નિર્માણ કરાશે. આશરે રૂપિયા ૪૦.૧૧ લાખના ખર્ચે તૈયાર થનાર ફ્રિસ્કિંગ બુથથી પ્રવાસીઓનું ઝડપી અને સરળતાથી નિયમન થઇ શકશે.

મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સફર વધુ રસપ્રદ અને જ્ઞાન વર્ધક બને તે માટે ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ
ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસ SOU ના શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે (BUS BAY) ખાતેથી ઉપલબ્ધ થશે. તાલીમ પ્રાપ્ત ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ કિફાયતી દરે પ્રવાસીઓની સાથે રહી એકતાનગરના નિર્માણથી તેની વિશેષતાઓ સુધીની માહિતી પ્રદાન કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશનના એમઓયુ કરાયા હતા.

પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા આવનારા દિવસોમાં GSRTC દ્વારા વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરવાનો નિર્ધાર કરાયો છે.

આ પ્રસંગે વિવિધ વિભાગના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

1 0
Read Time:2 Minute, 31 Second

રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ચિંતન શિબિર ના પ્રથમ દિવસના અંતે લોકમાતા નર્મદા ની સંધ્યા આરતી નો લ્હાવો લેતા મુખ્ય મંત્રીશ્રી
::::::;:;;;;;;;

ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની કામના માં નર્મદા સમક્ષ કરી

નર્મદા આરતીમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ પણ જોડાયા

શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તા.૧૯ થી ૨૧ મે દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની ૧૦મી ચિંતન શિબિર યોજાઈ રહી છે.
આ શિબિર ના પ્રથમ દિવસને અંતે સંધ્યા કાળે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્તિપૂર્ણ માહોલમાં આરતી કરવા સાથે ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની ભાવપૂર્વક કામના કરી હતી.
ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્લોકગાન વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી હતી.
આ વેળાએ નર્મદા નદીમાં વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી હતી.
આમ, પ્રથમ દિવસની ચિંતન શિબિરના વિવિધ કાર્યક્રમો બાદ સંધ્યા ટાણે મુખ્યમંત્રીશ્રી સહિત “ટીમ ગુજરાત”એ ગોરા ઘાટ ખાતે યોજાતી નર્મદા મૈયાની દૈનિક આરતીનો આસ્થાપૂર્વક ધર્મલાભ મેળવ્યો હતો.
–૦૦૦–

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %