Categories
Uncategorized

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૧ મું અંગદાન

0 0
Read Time:3 Minute, 32 Second

*અમદાવાદના પ્રવિણભાઇ પરમારે કિડની ઇન્સ્ટિટ્યૂટમા વર્ષો સુધી સેવા આપી : મરણોપરાંત અંગદાનમાં મળેલા અંગો કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાયા*

………*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૧ મું અંગદાન*……………….*કિડની ઇન્સ્ટીટ્યુટના કર્મયોગી બ્રેઇનડેડ થતા પરિજનોએ અંગદાન કર્યુ – બે કિડની અને એક લીવરનું દાન મળ્યું*…………..*કૃષ્ણજન્મ પારણના દિવસે પ્રવિણભાઇના અંગદાને ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું – ડૉ. રાકેશ જોષી*

……………અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે ભાવુક કિસ્સો બન્યો છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષના પ્રવિણભાઇ પરમાર ૨૦ વર્ષથી અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં વેલ્ડીંગનું કામ કરતા હતા. ૫ મી સપ્ટેમ્બરે તેમને બ્રેઇનહેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. ૪૮ કલાકની સધન સારવારના અંતે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા.

બ્રેઇનડેડ જાહેર કરાતા પ્રવિણભાઇના ભાઇ મનોજભાઇ સહિતના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. વિધાતાના લેખ તો જુવો જે હોસ્પિટલમાં તેઓએ ૨૦ વર્ષની નોકરી કરીને સેવા આપી તે જ હોસ્પિટલમાં અંગદાન થકી મળેલા અંગોને દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા.પ્રવિણભાઇના સત્કાર્યોની સુવાસ આજીવન અને મરણોપરાંત પણ કિડની હોસ્પિટલમાં પ્રસરી ગઇ. મહત્વની વાત એ છે કે, પ્રવિણભાઇ પરમારના ભાઇ મનોજભાઇ પરમાર પણ છેલ્લા ૨૦ વર્ષથી અને તેમના ભાભી રશ્મીકાબેન મનોજભાઇ પરમાર પણ છેલ્લા ૧૭ વર્ષથી સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં સેવાઓ આપી રહ્યા છે.

સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબોએ જ્યારે પ્રવિણભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા ત્યારે આ તમામ લોકોએ એકજૂટ થઇને પરોપકારભાવ સાથે અંગદાનનો નિર્ણય કર્યો. બ્રેઇનડેડ પ્રવિણભાઇના અંગોને રીટ્રાઇવ કરવામાં આવ્યા. જેમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૧ મું અંગદાન વિશેષ બની રહ્યું છે.કૃષ્ણજન્મ પારણાના દિવસે જ બ્રેઇનડેડ પ્રવિણભાઇએ ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આજે સિવિલ મેડિસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા નોકરી કરતા વ્યક્તિ જ્યારે બ્રેઇનડેડ થયા ત્યારે જનજાગૃતિના પરિણામે ગણતરીની મીનિટોમાં જ તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપીને ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે. …………………………………….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામમાં અંગદાનની મ્હેક પ્રસરી

0 0
Read Time:3 Minute, 20 Second

*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન*………..*ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામમાં અંગદાનની મ્હેક પ્રસરી*……..*૫૪ વર્ષના જયંતિભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાન કરી ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું*………..*બે કિડની અને એક લીવરનું દાન મળ્યું*……..*હોસ્પિટલની ટીમ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા) એ સ્વજનોને અંગદાન માટે પ્રેરણા આપી*………*અંગદાન માટે સમજાવટ, સંમતિ, કાઉન્સેલિંગ પ્રથમ પગથિયું -ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન થયું.ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામના વતની શ્રી જયંતિભાઈ પ્રજાપતિને ૫ મી ઓગષ્ટે માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી.જયંતિભાઇની તબીયત વધું ગંભીર બનતાં તેમને સઘન સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.સિવિલ હોસ્પિટલના તબીબોની ચાર દિવસની મહેનતના અંતે પ્રભુને ગમ્યું એ જ થયું.તબીબો દ્વારા જયંતિભાઇને બ્રેઇનડેડ જાહેર કરાયા.બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ હોસ્પિટલના કાઉન્સેલર્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા)એ પ્રજાપતિ પરિવારને અંગદાન માટે પ્રેરણા આપી.તેઓએ સમગ્ર પરિજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું.સાથે સાથે આ ઉમદા કાર્યથી પીડિતને નવજીવન મળે છે તે ભાવ સમજાવ્યો.જેનું પરિણામ એ મળ્યું કે, પરિવારજનો અંગદાન માટે સંમત થયા. તેમણે એકજૂટ થઈને અંગદાનનો નિર્ણય કર્યો.બ્રેઇનડેડ જયંતિભાઇને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. છ થી સાત કલાકની ભારે જહેમતના અંતે ૨ કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જેને અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની ટીમ સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા)ની પણ બ્રેઇનડેડ વ્યક્તિઓના સ્વજનોને અંગદાન માટે પ્રેરિત કરવામાં અહમ્ ભૂમિકા રહી છે. ઘણા કિસ્સામાં દાદા એ સ્વજનોના નિવાસ સ્થાને તેમજ લાંબા અંતર ખેડીને તેમના ગામડામાં કે અન્ય શહેરમાં જઈને પણ અંગદાન માટે પ્રેરિત કર્યા છે. જેના પરિણામે ઘણાં પરિજનોએ અંગદાન માટે પ્રેરાઇને સ્વજનના અંગદાન કરવાની સંમતિ પણ આપી છે.અંગદાન માટે સમજાવટ, સંમતિ એ પ્રથમ પગથિયું છે તેમ ડૉ‌ જોષી ઉમેરે છે ‌………….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવામાં સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યુંબે કિડની અને લીવરનું દાન મળ્યું

0 0
Read Time:4 Minute, 16 Second

*ખાનગી હોસ્પિટલ માંથી અમદાવાદ સિવિલમાં બ્રેઇનડેડ દર્દીને અંગદાન માટે લાવવામાં આવ્યા….*…………*સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન* *૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યું* …………*બે કિડની અને લીવરનું દાન મળ્યું*…………*સામાજીક સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી અંગદાનની અગત્યતાનો ખ્યાલ હતો એટલે અંગદાનનો નિર્ણય કર્યો – અંગદાતા પરિવાર*………………રામસેતુ નિર્માણ માં જેમ એક ખિસકોલીનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતુ તેવી જ રીતે સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં દરેક કર્મીનું મહત્વનું યોગદાન – ડૉ. રાકેશ જોષી********************અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા સંતોકબેનને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. સંતોકબેન પટેલ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર થતા પરિવારના અંદાજીત ૨૦ જેટલા સભ્યોએ એકજૂટ થઇને અંગદાન કરવાનો નિર્ણય કર્યો. અંગદાન કરવાનો નિર્ણય કરતા પરિવારમાંથી બે વ્યક્તિઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ અને નર્સિંગ બ્રઘર તરીકે કાર્યરત છે.

સંતોકબેનના પરિવારજનોને આ બંનેને સંપર્ક કરીને અંગદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ બ્રધર અને તબીબ એ સ્થાનિક સોટ્ટોની ટીમને સંપર્ક કરીને તમામ પરિસ્થિતિથી ટીમને માહિતગાર કરી. ત્યારબાદ તેમણે પરિવારજનોને બ્રેઇનડેડ સંતોકબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવવા માટે કહ્યું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ અંગદાન માટેના પણ જરૂરી તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા. ટેસ્ટ થયા બાદ તેઓને રીટ્રાવલ અર્થે ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યા.

૫ થી ૬ કલાકના રીટ્રાઇવલના અંતે બ્રેઇનડેડ સંતોકબેનના બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. સિવિલ હોસ્પિટલની ટીમે પરિવારજનોનું જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત અમર કક્ષમાં કાઉન્સેલીંગ કર્યું ત્યારે તેઓ અન્ય અંગદાતાઓને જોઇને ભાવવિભોર થઇ ગયા હતા. પરિવારજનોએ એમ પણ જણાવ્યું કે ઘણીં સામાજીક સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતી અંગદાનની સેવાકીય પ્રવૃતિ વિશે અગાઉથી જ માહિતી હતી.

આ ઘટનાથી પ્રેરાઇને જ અમે અમારા સ્વજનનું પણ અંગદાન કરવાનો નિર્ણય કર્યો. આજે અમારા સ્વજન હયાત રહ્યાં નથી પરંતુ તેઓ જરૂરિયાતમંદ અને પીડિત ત્રણ જીંદગીઓને પીડામુક્ત કરીને ગયા છે તેનો ગર્વ છે. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ જણાવ્યું કે,સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે આજે આ ઉમદા કાર્ય થયું છે. અમારી હોસ્પિટલમા કાર્યરત રવિ બ્રધર અને ડૉ જયદિપ તેમજ અન્ય તબીબોએ એકજૂટ થઇને આ સતકાર્યને સફળ બનાવ્યું છે. અમદાવાદ સિવિલમા કાર્યરત દરેક સ્ટાફ અંગદાનની મુહિમમાં જોડાયો છે. જેમ રામ સેતુ બનાવવા કહેવાય છે કે ખિસકોલીએ પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી તેવી જ રીતે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અંગદાનના સેવાયજ્ઞને સફળ બનાવવા ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

” અંગ દાન એજ સર્વોત્તમ દાન ” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાનબ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાન થી ત્રણ જરૂ રિયાતમંદોને નવજીવન

0 0
Read Time:1 Minute, 38 Second

માર્ગ અકસ્માતમાં મુકેશભાઈ અને તેમના પરિવારજ નોને

ગંભીર ઈજા પહોંચી હતી: મુકેશભાઈની હાલત ગંભીર બનતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલના તબીબો અને દિલીપ (દાદા) અંગદાનની સંમતિ મેળવવા અમદાવાદથી પ્રવાસ ખેડી રાજકોટ તેમના પરિવારજનોને સમક્ષ પહોંચ્યા

પરિવારજનોએ એકજૂટ થઇ અંગદાનનો નિર્ણય કર્યો

બે કિડની અને લીવરનું દાન મળ્યું

રાજ્યમાં અંગદાન વેગવંતુ – સિવિલ સુપ્રી ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ છે. અંગદાન થયું

રાજકોટના ૩૦ વર્ષીય મુકેશભાઈ રાણા પરિવાર સાથે બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન તેમને મધ્યમ અકસ્માત સાંપડ્યો.

પત્ની અને પુત્રને પણ ઇજાઓ પહોંચી. મુકેશભાઇના માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાથી રા જકોટથી સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટ લમાં લાવવામાં આવ્યા.

અહીં તબીબોના અથાગ પ્રયત્ન અને સઘન સારવારના તે ૨૭ મે ના રોજ તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા. જાહેર થયા ત્યારે તેમના પત્ની રાજકોટની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %