Categories
Amadavad

ઉદયપુર થી ગુમ થએલ બાળક ને તેના પરિવાર સાથે મિલન કરાવતી અમદાવાદ શહેર કટડા પોલીસ

0 0
Read Time:1 Minute, 36 Second

ગઈકાલ તારીખ 27/6 ના રોજ શહેર કટડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન એક દસ-અગ્યાર વર્ષનું બાળક રડતી હાલતમાં ફરતું ધ્યાને આવતાં તેને પોલીસ સ્ટેશન લાવી જમાડી આશ્વાસન આપી પુછપરછ કરતાં પોતે ઉદયપુરનો રહેવાસી હોવાનું જણાવેલ પરંતુ સચોટ સરનાનું બતાવી શકતો ના હોય ઉદયપુરના હીરણમગરી તથા સવીના પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સંપર્ક કરી બાળકે જણાવેલ સરનામા પર તપાસ કરતાં કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં. બાદ ઉદયપુર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સંપર્ક કરી બાળક બાબતે તપાસ કરવા તથા સોશ્યલ મીડીયાના માધ્યમથી વાલી-વારસોનો સંપર્ક કરવા જણાવતાં ત્યાંથી વોટ્સઅપ પર ચાલતા અલગ અલગ સામાજીક તથા રાજકીય ગ્રુપોમાં બાળકના નામ સાથેના ફોટો પોસ્ટ કરતાં બાળક એરા દીકવાસ, તા. ખેરવાડાનો વતની હોવાનું જાણવા મળેલ અને બાળક ગુમ થયા અંગે તા-૧૮/૬ના બાવલવાડા પોલીસ સ્ટેશન, તા- ખેરવાડા ખાતે ફરીયાદ થયેલ હોવાનું જાણવા મળેલ. ત્યારબાદ બાળકના મામા તથા માતાનો સંપર્ક થતાં આજરોજ તેઓ અમદાવાદ ખાતે આવતાં ખરાઈ કરી વિખૂટા પડેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવેલ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગુમ થયેલ વર્ષના બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવતી સાબરમતી પોલીસ

1 0
Read Time:1 Minute, 53 Second

ગુમ થયેલ દસ વર્ષના બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવતી સાબરમતી પોલીસ

તારીખ ૧૫/૦૬/૨૦૨૩ ના રોજ રાત્રીના સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એક જાગૃત ઓટોરિક્ષા ચાલક એક ભૂલા પડેલા નાના બાળકને લઈ પોલીસ સ્ટેશન ખાતે આવેલ જ્યાં ફરિયાદ રૂમમાં હાજર હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ને મળતા તેઓએ બાળકનું નામ પૂછતા પ્રેમ અનિલભાઈ મનુભાઈ પરમાર ઉ.વ.૧૦ ગામ લાંભા હોવાનું અધૂરું નામ સરનામું જણાવેલ તેમજ તેઓના પિતાના કે કોઈ સગાના મોબાઈલ નંબર બાબતે પૂછતા આ બાળકે કોઈ જવાબ આપેલ નહીં જેથી સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ નો સંપર્ક કરતા બાળકના પિતાના નામ અનિલભાઈ મનુભાઈ પરમાર આધારે કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી ડીપ સર્ચ કરી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી ગુમ થયેલા બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવી સાબરમતી પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે

કામગીરી કરનાર અધિકારી

(૧) પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ

(૨) પો.સ.ઇ.શ્રી આઇ.કે. મોથલિયા, સર્વેલન્સ સ્ક્વોડ,

(૩) અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ

(૪) અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર

(૫) અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાગ્યપાલસિંહ

(૬) અનાર્મ વુ પોલીસ કોન્સ્ટેબલ સ્નેહાબેન

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %