Categories
Crime Gandinagr Kalol

કલોલના મોટી ભોયણમાં રહેતી મહિલા શેરીસા નર્મદા કેનાલ જંપલાવા જતા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ જીવ બચાવ્યો

0 0
Read Time:1 Minute, 34 Second

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ ઘનશ્યામસિંહ વાઘેલા તથા કીરીટસિંહ નાસતા ફરતા આરોપીની શોધખોળ અર્થે કલોલ વિસ્તારમાં ગાડીમાં ફરી રહયા હતા . એ વખતે શેરીસા નર્મદા કેનાલ તરફ એક મહિલા દોડતી દોડતી જઈ રહી હતી. ત્યારે મહિલાને કેનાલ તરફ દોડતી જોઈને એ.એસ.આઈ ઘનશ્યામસિંહને મહિલાનાં ઈરાદાનો અંદાજો આવી ગયો હતો. જેથી તેમણે તુરંત મહિલાની પાછળ દોટ લગાવી હતી. એટલામાં તો મહિલા કેનાલની સીડીઓ ઉતરીને અંદર કૂદી પડી હતી. ત્યારે પળવારનો વિચાર કર્યા વિના ઘનશ્યામ સિંહ અને કીરીટસિંહ ઝડપથી સીડીઓ ઉતરીને મહિલા ને કેનાલની કિનારેથી પકડી લીધી હતી અને રિક્ષા ચાલકની મદદથી કેનાલની બહાર લઈ આવવામાં આવી હતી. જેની પોલીસે પૂછતાંછ કરતાં મહિલા કલોલના મોટી ભોયણમાં રહેતી હોવાનું ખુલ્યું હતું. જેને તેના પતિ સાથે રોજબરોજ ઝગડા થતાં હોવાથી ત્રાસીને કેનાલમાં આપઘાત કરવા પડી હોવાની કબૂલાત કરી હતી. આમ પરિણીતાને આબાદ રીતે બચાવી લઈ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગાંધિનગર જીલ્લા પોલિસ વડા દ્વારા આ બન્ને પોલિસ અધિકરિઓને અભિનદન પાઠ્વામાં આવેલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

૧૪૬ મી રથાયાત્રા અનુસંધાને કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેવામાં આવેલ મહિલા મહોલ્લા મિટીંગ

0 0
Read Time:1 Minute, 46 Second

આગામી ૧૪૬ મી રથાયાત્રા અનુસંધાને કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેવામાં આવેલ મહિલા મહોલ્લા મિટીંગ

અ’વાદ શહેરનાઓની સુચનાથી આગામી ૧૪૬મી શ્રી ભગવાન જગન્નાથજીના રથયાત્રાના તહેવાર અનુસંધાને અત્રેના કાલુપુર પો.સ્ટે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ આજરોજ તા.૦૩/૦૬/૨૦૨૩ ના કલાક- ૧૮/૩૦ થી ૧૯/૩૦ વાગ્યા સુધી નાયબ પોલીસ કમિ.શ્રી નિતા દેસાઇ, ટ્રાફીક પશ્ચિમ, અ’વાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિ.શ્રી હિમાલા જોષી, મહિલા ક્રાઇમ, અ’વાદ શહેરનાઓની આગેવાનીમાં કાલુપુર, નવી મહોલ્લાત ખાતે મહિલા મહોલ્લા મિટીંગનુ આયોજન કરવામાં આવેલ

જે મિટીંગમાં મહિલા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પોળની મહિલાઓ હાજર રહેલ હતી જે મિટીંગમાં આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર રથયાત્રાનો તહેવાર શાંતિપુર્ણ રીતે અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં નિર્વિઘ્ન રીતે પસાર થાય તેમજ દરેક ધર્મના તહેવારો શાંતીપુર્ણ રીતે ઉજવાઇ તથા મહિલા સશક્તિકરણ તેમજ બેટી બચાવો, બેટી પઢાવો અંગે જરૂરી માર્ગદર્શન સુચનો આપવામાં આવેલ તેમજ હાજર મહિલાઓ તરફથી પુરો સાથ સહકાર આપવા સંમતિ આપવામાં આવેલ છે. જે મિટીંગ શાંતિ રીતે પુર્ણ થયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા. એક મહિલા નું મોત.

1 0
Read Time:1 Minute, 8 Second

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે ગમ ખ્વાર અકસ્માત સર્જાયો છે. ભુજ-ખેડબ્રહ્મા રૂટની એસ.ટી બસ રોડના કિનારે બં ધ પડેલા આઈસર પાછળ અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આઈસરનો પાછળનો ભાગ બસ માં ઘુસી ગયો હતો. જેમાં કંડક્ટર સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તો એક મહિલાનું મોત નિપજ્યું છે.

ભૂજ-ખેડબ્રહ્મા રૂટની બસનો અકસ્માત વિગતો, વસાઈ નજીક ભૂજથી ખેડબ્રહ્મા રૂટની બ8 રની પાછળ અથડાઈ હતી. જેમાં એક મહિલા મુસાફરનું કરુણ મોત નિપજ્યું હત ું. તો બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલે ભયાનક હતો કે ટક્કર બાદ મુસાફરોને બહાર કાઢવા માટે બસના દરવાજાને દરવાજાને પડ્યો હતો હતો. આ બાદ બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હ તા. બીજી તરફ આઈસરનો કેટલોક ભાગ બસની અંદર ઘુસી હતો.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %