બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી
કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કચ્છમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જખૌ પી.એચ.સી. શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોના ખબર અંતર પૂછ્યા૦૦૦૦ભુજ,
શનિવાર: કચ્છ જિલ્લાની બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સમીક્ષા કરવા પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના દરિયાકાંઠે આવેલા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હેલિપેડ પહોંચ્યા હતા.જ્યાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જખૌ પી.એચ.સી. ખાતે આવેલ શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ ગંભીર વાવાઝોડા વિશે તંત્રની કામગીરી બાબતે પૃચ્છા કરીને તેમને મળતી પ્રાથમિક જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ કેન્દ્રીયમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને પ્રશ્નો સાંભળ્યા અને તંત્રને સૂચનો આપ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિ વિષે લોકોથી માહિતી મેળવી હતી. તદુપરાંત વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને શેલ્ટર હોમમાં મળતી સુવિધા વિષે પૂછ્યું હતું. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને શેલ્ટર હોમમાં જોઈને લોકોએ તેમને આવકાર આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, બી.એસ.એફ આઈ. જી રવિ ગાંધી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નલીયા કમાન્ડન્ટ સંદીપ સફાયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રીરાજકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.