Categories
Breaking news Panchamahl

અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

0 0
Read Time:1 Minute, 54 Second

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા પર કામ માંગવા જાય છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોઈ કોઈ અજુગતું બની શકે તેમ હોઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓ પાવાગઢ આર્કિયોલોજી બગીચામાંથી મળી ગયેલ હતાં. તેઓના નામ ઠામ પૂછતાં બાપુનગરના રહેવાસી જણાઈ આવેલ હતાં. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમદાવાના બાપુનગર પોલીસ સ્ટેશન માં કલમ ૩૬૩ મુજબનો અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું જણાયેલ હતું.જેથી બાપુનગર પોલીસને આ બાળકોને લેવા આવવા જાણ કરાઈ હતી. દરમિયાન બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને બે દિવસથી ભૂખ્યા હોઈ જમાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ માતા-પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ હતા ત્યાર બાદ ફરતા ફરતા પાવાગઢ આવી પહોંચેલા અને પૈસા ખૂટી જતાં ધાબામાં કામ કરવા માટે પૂછતાં હતા. તે દરમિયાન પોલીસને જાણ થયેલ હતી.જેથી તાત્કાલિક પોલીસે એક્શનમાં આવીને બાળકોને શોધી કાઢ્યા હતા.આમ પાવાગઢ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર જગદીશ સોલંકી. મો 9825987310

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Surendrnagr

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ

0 0
Read Time:3 Minute, 27 Second

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.ચૂડા તાલુકાના સમઢીયાળા ગામમાં બુધવારે સાંજે ટોળા દ્વારા આલજી પરમાર (60) અને તેના ભાઈ મનોજ પરમાર (54)ને માર મારવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક હરેશ દુધાતે જણાવ્યું હતું કે એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા છ આરોપીઓમાંથી પાંચની ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.તેમણે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ મુખ્ય આરોપી અમરાભાઈ ખાચર, ઘુઘા ખાચર, મંગલુ ખાચર, ભીખુ ખાચર અને ભાણભાઈ ખાચર તરીકે કરી હતી.દરમિયાન, મૃતકોના સગાઓએ અંતિમ સંસ્કાર માટે તેમના મૃતદેહને સ્વીકારી લીધા બાદ પોલીસે તેમની માંગણીઓ અંગે લેખિતમાં ખાતરી આપી હતી, જેમાં અમદાવાદમાં તેમના ઘર, સામખલાના મેદાનમાં અને સુરેન્દ્રનગરમાં કોર્ટની સુનાવણી માટે સુરક્ષાનો સમાવેશ થાય છે.દુધાતે લેખિત બાંહેધરી પણ આપી હતી કે પીડિત પરિવારના પુખ્ત સભ્યોને હથિયાર લાઇસન્સ આપવામાં આવશે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ હાથ ધરાશે.બુધવારે સાંજે ફરિયાદી અમદાવાદની વિધવા પારૂલબેન પરમાર (60) અને તેના સગા ચુડાના સમઢીયાળા ખાતે તેમની વડીલોપાર્જિત જમીનમાં વાવણી શરૂ કરવા ગયા હતા.પરત ફરતી વખતે, તેમના પર ટોળા દ્વારા લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કથિત રીતે મુખ્ય આરોપી અમરાભાઈ ખાચર, તેમના ભાઈ અને પુત્રો સામેલ હતા, જેમણે જમીન તેમની માલિકીની હોવાનો દાવો કર્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, બુધવારે રાત્રે ઇજાઓથી બે ભાઈ-બહેનોનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણ મહિલાઓ અને એક ટ્રેક્ટર ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ હત્યા અને અન્ય ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે, પોલીસે જણાવ્યું હતું.તપાસમાં જાણવા મળ્યું છે કે જમીન 1998 થી વિવાદ હેઠળ છે અને મૃતક જે દલિત પરિવારનો હતો તેણે નીચલી કોર્ટમાં કેસ પણ જીત્યો હતો.જો કે, આરોપીઓ, જેઓ કાઠી દરબાર જ્ઞાતિ (અન્ય પછાત વર્ગોનો એક ભાગ) સાથે સંબંધ ધરાવે છે, તે જમીન તેમની જ હોવાનું જાળવવાનું ચાલુ રાખ્યું હતું અને દલિત પરિવારને નુકસાન પહોંચાડવા માટે નિયમિતપણે ધમકીઓ આપતા હતા, અધિકારીઓએ જણાવ્યું હતુ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

અમરેલી ના પીપાવાવ પોર્ટની અંદર પાંચ સિંહો રસ્તા ઉપર આવી જતા લોકો માં ભય નો માહોલ છવાયો.

0 0
Read Time:3 Minute, 8 Second

અમરેલી જિલ્લામાં સિંહોના વધુ કેટલાક ોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ દૃશ્યો પીપાવાવ પોર્ટની અંદરનાં છે. અહીં ઉનાળાની ઋતુ હોવાને કારણે ંથી ખૂલી હવામાં આવતા હોય એમ રાત્રિના 8મયે ​​હેલી સવારે સિંહ પરિવાર વધુ ખુલ્લા વાતાવરણમાં જ ોવા મળે છે. હાલમાં ઉનાળાની ઋતુ હોવાને કારણે સિંહો સતત પોર ્ટ વિસ્તારમાં ફરી રહ્યા છે. એને કારણે સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. સિંહ-સિંહણ પાઠડું આખો પરિવાર પોર્ટ નજીક રેલવે યાર્ડ આસપાસ ફરી રહ્યો છે. જોકે મોટા ભાગે રાત્રિના સમયે અને વહેલી સવારે વધુપડતા જોવા મળી રહ્યા છે. ખાસ કરી વધુ ઉનાળાની ઋતુમાં સતત હરતાફરતા જોવા મળી રહ્યા છે. વન વિભાગના કર્મચારીઓ કેટલાક વિસ્તારમાંથી રાત્રિના સમયે દૂર ખસેડવાના પ્રયત્ન કરતા હોય છે અને સતત સિંહોની મૂવમેન્ટ પર વોચ રાખતા જોવા મળે છે

પોર્ટ ઉદ્યોગ ઝોન વિસ્તારમાં સિંહો પોતાનું નવ ું ઘર બનાવી રહ્યા છે

પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે આવેલા સૌથી મોટો ઉદ્ યોગ ઝોન વિસ્તાર છે. આસપાસ નાની-મોટી ખાનગી કંપનીઓ ધમધમી રહી છે. દરિયાકાંઠે જેટી વિસ્તારથી લઈ કન્ટેનર યાર્ડ સ હિત મોટા ભાગના વિસ્તારમાં શ્વાનની જેમજ એશિયટિ ક સિંહો લટારો મારતા જોવા મળી રહ્યા છે અને દરિયા કાંઠો બારે માસ ઠંડો વિસ્તાર રહેતો હોવાને વાતાવરણ સિંહોને માફક આવી ગયું છે અને એમનો વસવા ટ વધી રહ્યો છે. એને કારણે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ ો છે. સિંહો દ્વારા સામાન્ય રીતે હુમલો કરવાની પણ ક્યારેક ભાગ્યે જોવા મળતી હોય છે. એને કારણે આ વિસ્તારના લોકો વાહનચાલકો અવરજવર વખતે ગમે તેવી સ્થિતિ વચ્ચે ઊભા પણ રહી જા ય છે.

વન વિભાગ ખાસ તકેદારી રાખે છે

આ ઉદ્યોગ વિસ્તારમાં સિંહો હોવાને કારણે વન વિભ ાગના ઉચ્ચ અધિકારીઓ તેમની સિક્યોરિટી, કર્મચારી અને ઓફિસરો સાથે બેઠકો યોજી સિંહો માટે કેવી ે તકેદારી રાખવામાં આવે છે એનું માર્ગદર્શન આપે છે. સિંહોને કોઈ હેરાનગતિ ન કરે એ માટે વન વિભાગ ઇન્ ડરસ્ટ્રીના સતત સંપર્કમાં રહે છે. કેટલીક વખત રાત્રિના સમયે સિંહો નજીક આવી પહોંચ તાં સિક્યોકિટીવાળાઓએ તેમની ઓફિસમાં પુરાઈને બ ેસવું પણ પડે છે. આવી પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %