Categories
Surendrnagr

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.

0 0
Read Time:4 Minute, 37 Second

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.* *ભાજપના રાજમાં દલિતો સુરક્ષિત નથી: ઈસુદાન ગઢવી**દલિત પરિવાર દ્વારા પોલીસ રક્ષણની અરજી કરવામાં આવી હતી, પરંતુ તે અરજીની ફેંકી દેવામાં આવી હતી: ઈસુદાન ગઢવી**મુખ્યમંત્રીને વિનંતી છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ કોઈ દલિત વ્યક્તિ પોલીસ રક્ષણ માટે અરજી કરે, તો ખૂબ જ સંવેદનશીલતા સાથે તે પરિસ્થિતિને જોવી: ઈસુદાન ગઢવી**યુવકોના આંગળા કાપી નાખ્યા છે. આપણા રુવાટા ઉભા થઈ જાય એવી રીતે કૃરતા આચરવામાં આવી છે: ઈસુદાન ગઢવી**જામનગરના એસપીની આગેવાનીમાં SITની રચના કરવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવી છે: ઈસુદાન ગઢવી**આખા ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે: ઈસુદાન ગઢવી**જો 15-20 દિવસમાં કોઈ કાર્યવાહી નથી થતી, તો અમને જાણ કરવામાં આવે. હું પરિવારના પડખે આવીને ફરીથી ઊભો રહીશ: ઈસુદાન ગઢવી**અમદાવાદ/સુરેન્દ્રનગર/ગુજરાત*આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના સમઢીયાળાની મુલાકાત લીધી હતી, જ્યાં બે દલિત ભાઈઓ પર હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, દલિત પરિવાર પર હુમલો કરીને બે યુવકોની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ મુદ્દા પર આખા ગુજરાતમાં રોષની લાગણી છે. કોઈપણ વ્યક્તિ સાથે કોઈ વાંધો હોય, તો પણ કોઈ કઈ રીતે આ હદે જઈ શકે છે? પરિવાર સાથે વાત કરતા અમને જણાવવામાં આવ્યું કે યુવકોના આંગળા કાપી નાખ્યા છે. આપણા રુવાડા ઉભા થઈ જાય એવી રીતે કૃરતા આચરવામાં આવી છે. આ મુદ્દા પર મેં રેન્જ આઇ.જી, કલેકટર, એસપી સહિતના અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે ૩૦ દિવસમાં તેઓ ચાર્જશીટ રજૂ કરશે અને આ પરિવારને મળવાપાત્ર 8.50 લાખ રૂપિયા મળશે અને જામનગરના એસપીની આગેવાનીમાં SITની રચના કરશે. અને એક મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે અને આ કેસ દાખલારૂપ બને એ રીતે કેસને આગળ ચલાવવામાં આવશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે.

આખા ગુજરાતમાં દલિતો સાથે ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે. એક રાજનેતા તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે પણ અને ગુજરાતના એક નાગરિક તરીકે મેં સરકારને પણ કહ્યું છે કે તમારા રાજમાં દલિતોની હાલત ખૂબ જ દયનીય છે. અને આગામી સમયમાં આવી ઘટનાના ઘટે, તેનું ધ્યાન રાખવામાં આવે. મને જાણવા મળ્યું છે કે ચાર દિવસ પહેલા આ પરિવારે પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી પરંતુ તે અરજીને ફેંકી દેવામાં આવી હતી. તો પોલીસ અધિકારીને પણ કેમ આરોપી બનાવવામાં ન આવે? મારી એક વિનંતી એ પણ છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ કોઈ દલિત વ્યક્તિ પોલીસ રક્ષણ માટે અરજી કરે અથવા તો સામાન્ય અરજી કરે તો પણ ખૂબ જ સંવેદનશીલતા સાથે પરિસ્થિતિને જોવી. જેથી કરીને ફરીથી આવી ઘટના ન ઘટે. મેં પીડીત પરિવારને પણ કહ્યું છે કે જો 15-20 દિવસમાં કોઈ કાર્યવાહી નથી થતી તો અમને જાણ કરવામાં આવે. હું તેમના પડખે આવીને ફરીથી ઊભો રહીશ. પરિવારને ન્યાય આપવામાં માટે અને ફરીવાર ગુજરાતમાં દલિતો સાથે અત્યાચાર ના થાય એના માટે આપણે પ્રયાસ કરીશું પરંતુ હું એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે ભાજપના રાજમાં હકીકત એ જ છે કે દલિતો સુરક્ષિત નથી..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ઉદયપુર થી ગુમ થએલ બાળક ને તેના પરિવાર સાથે મિલન કરાવતી અમદાવાદ શહેર કટડા પોલીસ

0 0
Read Time:1 Minute, 36 Second

ગઈકાલ તારીખ 27/6 ના રોજ શહેર કટડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન એક દસ-અગ્યાર વર્ષનું બાળક રડતી હાલતમાં ફરતું ધ્યાને આવતાં તેને પોલીસ સ્ટેશન લાવી જમાડી આશ્વાસન આપી પુછપરછ કરતાં પોતે ઉદયપુરનો રહેવાસી હોવાનું જણાવેલ પરંતુ સચોટ સરનાનું બતાવી શકતો ના હોય ઉદયપુરના હીરણમગરી તથા સવીના પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સંપર્ક કરી બાળકે જણાવેલ સરનામા પર તપાસ કરતાં કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં. બાદ ઉદયપુર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સંપર્ક કરી બાળક બાબતે તપાસ કરવા તથા સોશ્યલ મીડીયાના માધ્યમથી વાલી-વારસોનો સંપર્ક કરવા જણાવતાં ત્યાંથી વોટ્સઅપ પર ચાલતા અલગ અલગ સામાજીક તથા રાજકીય ગ્રુપોમાં બાળકના નામ સાથેના ફોટો પોસ્ટ કરતાં બાળક એરા દીકવાસ, તા. ખેરવાડાનો વતની હોવાનું જાણવા મળેલ અને બાળક ગુમ થયા અંગે તા-૧૮/૬ના બાવલવાડા પોલીસ સ્ટેશન, તા- ખેરવાડા ખાતે ફરીયાદ થયેલ હોવાનું જાણવા મળેલ. ત્યારબાદ બાળકના મામા તથા માતાનો સંપર્ક થતાં આજરોજ તેઓ અમદાવાદ ખાતે આવતાં ખરાઈ કરી વિખૂટા પડેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવેલ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

S.O.G ક્રાઈમ બ્રાન્ચ દ્વારા. “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યકમ નુ આયોજન કર્યું હતું.

0 0
Read Time:1 Minute, 32 Second

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પો લીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ ક મિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નારર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો ક રેલ. જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના

માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.વી.રાઠોડ તથા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન તથા લીસ સ્ટેશનની POLICÍA EQUIPO ELLA તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારીઓ સાથે તા:૦૮/૦૬ /૨૦૨૩ (૧) જમાલપુર ઉર્દુ શાળા નં-૧, અમદાવાદ શહેર ખા તે કલાક ૧૦/૦૦ થી ૧૧/૦૦ તથા ના રોજ (૨) ઓઢવ ગુજરાતી શાળા નં-૪, અમદાવાદ શહેર ખાતે કલાક ૧૬/૦૦ થી ૧૭/૦૦ દરમયાન “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિના બેનર્સ સાથે નશામુક્તિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં બન્ ને સ્કૂલોના મળી કુલ્લે ૨૦૦ થી ૨૫૦ જેટલા વિદ્ધાર્થી તથા સ્કૂલના શિક્ષકો હાજર રહેલ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %