Categories
Amadavad

ગાંધીનગર ના કલોલ શહેર માંથી ચેન સ્નેચીંગ અને વાહન ચોરીના ૪ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 11 Second

ચેન સ્નેચીંગ અને વાહન ચોરીના ૪ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલની ટીમના પો.સ.ઇ. પી.બી.ચૌધરી તથા એમ.એન.જાડેજા તથા ટીમના માણસો દ્વારા કલોલ શહેર ના નાસતા ફરતા આરોપી હથિયારસિંગ ઉર્ફે નુરીસિંગ S/0 સતનામસિંગ કાલુસિંગ જાતે જુણી (સિખલીગર ) ઉવ.૧૯ જે રહે. રામનગર, આઝાદનગર, રેલ્વે બ્રિજ ના પાછળ, બળિયાદેવના મંદિર પાસે, કલોલ, તા.કલોલ, જી.ગાંધીનગરને અમદાવાદ શહેર એસ.પી. રીંગરોડ ઝુંડાલ સર્કલપાસેથી ઝડપી લીધેલ છે. આરોપી ત્રણેક મહિના પહેલાં તેના મિત્ર ત્રિલોકસિંગ ઉર્ફે બાલ્લેશિંગ ટાંક રહે. આયોજનનગર, પાંણીની ટાંકી પાસે, કલોલ સાથે મળી કલોલ શહેરમાં ૩ મો.સા. ચોરી કરેલ તેમજ ચોરી કરેલ મો.સા.નો ઉપયોગ કરી ચેન સ્નેચીંગ કરેલ જે ગુનાઓમાં ત્રિલોકસિંગ ઉર્ફે બાલ્લેસિંગ પકડાઇ ગયેલ. જેથી તેનું નામ પણ આવેલ અને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ૩ અને ચેન સ્નેચીંગના ૧ ગુનામાં નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ હોય,આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આરોપી કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતેસોંપવા તજવીજ કરવામાં આવેલ

ગુનાની વિગત:-

(૧) કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૯૦/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯,

(૨) કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૮૦/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯

(૩)કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૯૧/૨૦૨૩ ઇપીકો કલમ૩૭૯(એ)(૩), ૧૧૪

(૪) કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૯૨/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ

0 0
Read Time:3 Minute, 3 Second

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરઅમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા હે.કો. વિક્રમસિંહ તથા પો.કો. અવિનાશસિંહ દ્વારા આરોપી દશરથભાઈ ભીખાભાઈ રાજગોર ઉ.વ. ૪૪ રહે. એ/૨૯ કર્ણાવતીનગર સ્વામીનારાયણમંદિર પાછળ નવા નરોડા અમદાવાદ શહેરને નરોડા બાપા સિતારામ ચોક જાહેરમાંથી ઝડપી લીધેલ છે. આરોપી સને-૨૦૨૨ માં જુલાઈ માસમાં મેદરા સર્વે નંબર ૩૮૦,૧૨ ના ખેડુતો ને તેઓની જમીન વેચાણ આપવાની હોય. તે તથા તેના સાગરીતો ભેગા મળી બિલ્ડર હોવાની ઓળખ આપી ખેડૂતને સોંગદનામુ કરવું પડશે તેમ કહી તેઓની સહીઓ મેળવી તેઓનુ આધારકાર્ડ નકલ મેળવી જૂની તારીખમાં સાગરીત લાલસિહ રામસિંહ રાઠોડ નામનો પાવર ઓફ એર્ટની બનાવી તે પાવર ઓફ એર્ટની અન્વયે જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી ખેડૂતની જમીન પડાવી લીધેલ હોય.જે બાબતે ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૧{૨૦૨૨, ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦ (બી) મુજબનો ગુનો દાખલ થતાં. તે તેના વતન બોટાદ ખાતે ભાગી ગયેલ હોવાનું અને ઉપરોકત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો રહેલ હોવાની કબુલાત કરેલ છે.આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ:(૧) ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૦૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ધી ગુજરાત લેન્ડ ગ્રેબીગ (પ્રોહીબીશન એકટ)૨૦૨૦ ની કલમ ૪(૧),૫ મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૨) અડાલજ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૧૨૧૦૫૦૩/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ)અધિનિય- ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ (ઈ) મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૩) અરજદાર શાન્તાબેન દરબાર રહે. કરાઈ તા.જી. ગાંધીનગર નાઓની આરોપીએ જમીન પચાવી પાડવા અંગેની ફરીયાદ દાખલ કરવા સારૂ કલેકટરશ્રી ગાંધીનગર નાઓને અહેવાલ પાઠવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %