Categories
Uncategorized

ભારતીય સુરક્ષાદળોની બટાલીયનના સરનામા પર જમ્મુ કશ્મીરના રહીશોના નામ પર બનાવામાં આવતા ડ્રાઈવીંગ લાયસન્સના રેકેટને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:8 Minute, 20 Second

ભારતીય સુરક્ષાદળોની બટાલીયનના સરનામા પર જમ્મુ કશ્મીરના રહીશોના નામ પર બનાવામાં આવતા ડ્રાઈવીંગ લાયસન્સના રેકેટને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નરને મીલીટરી ઈન્ટેલીજન્સ અમદાવાદ, પુણે બાચ દ્વારા માહિતી મળેલ કે, અમદાવાદ તથા ગાંધીનગર આર.ટી.ઓના એજન્ટ તરીકે કામ કરતા કેટલાક એજન્ટો જમ્મુ કશ્મીરના વ્યક્તિઓ સાથે સતત સંપર્ક ધરાવી જમ્મુ કાશ્મીરમાં રહેતા રહિશોના આધાર પુરાવા મેળવી તે આધાર પુરાવાની સાથે સુરક્ષા દળોના ખોટા પુરાવા આર.ટી.ઓ કચેરીમાં રજૂ કરી બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી રહેલ છે. જે માહિતી મળતા ક્રાઈમ બ્રાયના પોલીસ ઈન્સપેક્ટર એમ.એસ.ત્રિવેદી તથા ટીમ દ્વારા આ બાબતે ખાનગી રાહે તપાસ હાથ ધરવામા આવેલ અને ગઈ કાલ તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ ચાંદખેડા એસ.એમ.એસ હોસ્પીટલથી તપોવન સર્કલ તરફ જતા રોડ ઉપર મેટ્રો પીલ્લર નં-P2/13 પાસેથી આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ (૧) સંતોષસિંઘ માધવસિંઘ ચૌહાણ ઉવ.૪૭ રહે.૧૩૧૨/૧ સેકટર-૪ સી ગાંધીનગર મુળ વતન ગ્વાલીયર કોલોની નંબર ૩ અજુરા પાસે ગ્વાલીયર મધ્યપ્રદેશ (૨) ધવલ વસંતકુમાર રાવત ઉવ.૨૩ રહે.૨૧૨૫/૩૮૩ શીવ શક્તિનગર ટ્રેન્ડસ મોલ પાસે ચાંદખેડા અમદાવાદ મુળ વતન ગામ દઢીયાળ તા.વિસનગર જી.મહેસાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપી સંતોષસિંઘ ચૌહાણ સને-૧૯૯૧ થી ૨૦૧૨ સુધી ભારતીય નૌકાદળની હોસ્પીટલ આઈ.એન.એચ.એસ અશ્વિનીમા મેન્ટેન્સનુ કામ-કાજ કરતો હતો. સને-૨૦૧૫ થી તે ગાંધીનગર રહેવા આવેલ અને આર.ટી.ઓ ગાંધીનગરમા એજન્ટ તરીકેનુ કામ શરૂ કરેલ આ દરમ્યાન ગાંધીનગર ખાતે ભારતીય સુરક્ષાદળોની અલગ-અલગ બટાલીયનના જવાનોના ડ્રાઈવીંગ લાયસન્સ બનાવાડાવાનુ શરૂ કરેલ. આ દરમ્યાન તેના સંપર્કમા જમ્મુ કશ્મીરના (૧) અશફાક (ર) નઝીર (૩) વસીમ તથા બીજા કેટલાક વ્યક્તિઓ આવેલ જેઓ પોતે ભારત દેશના કોઈ સુરક્ષાદળના કર્મચારી ન હોવા છતા સુરક્ષાદળના જવાન તથા સુરક્ષાદળોની બટાલીયના સરનામા વાળા ડ્રાઈવીંગ લાઈસન્સ બનાવી આપવા જણાવેલ. સંતોષસિંઘ ચૌહાણ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય સુરક્ષાદળોના લાયસન્સ બનાવડાવતો હોય તેમા કયા દસ્તાવેજોની જરૂર પડે તે સારી રીતે જાણી ગયેલ, જેથી જમ્મુ કશ્મીરના તેના સંપર્કોન ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપવાની હા પાડેલ અને સંતોષસિંઘ ચૌહાણને જમ્મુ કશ્મીરના તેના સંપર્કઓ જેનુ ડ્રાઈવીંગ લાયસન્સ બનાવાનુ હોય તે વ્યક્તિનુ આધારકાર્ડ તથા એક ફોટો મોકલી આપતા ત્યારબાદ સંતોષસિંઘ ચૌહાણ પોતાના લેપટોપમા સુરક્ષાદળના જવાનને ડ્રાઈવીંગ લાયસન્સ મેળવા જરૂરી દસ્તાવેજ (૧) ડોક્યુમેન્ટ પૈકી સર્વિસ સર્ટીફિકેટ (૨) ડિફેન્સ મોટર ડ્રાઇવીંગ લાયસન્સ બુક (૩) કન્ફરમેશન લેટર બનાવતો. સુરક્ષાદળોની બટાલીયનના સીક્કા બનાવા માટે સંતોષસિંધએ ઓનલાઈન સીક્કા બનાવાનુ મશીન મંગાવેલ જે આધારે તેણે જે તે સુરક્ષાદળના સીક્કા બનાવેલ. સીક્કા બનાવી ઉપર જણાવેલ દસ્તાવેજોમા તે સીક્કા મારી સુરક્ષાદળોના અધિકારીની જાતે સહી કરી તમામ ડોક્યુમેન્ટ આર.ટી.ઓ ની ડ્રાઈવીંગ લાયસન્સ મેળવા માટેની સાઈટ પર અપલોડ કરતો.

અપલોડ કરેલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા લાઇવ ફોટો પડાવવા અરજદારને રૂબરૂ હાજર ન રહેવું પડે તે માટે આર.ટી.ઓ કચેરીમાં વચેટીયાઓને તે રૂપીયા ચુકવી ડ્રાઈવીંગ લયસન્સ મેળવી લેતો.આરોપી ધવલ વસંતકુમાર રાવતએ બે વર્ષ સુધી સંતોષસિંઘ ચૌહાણ સાથે કામ કરેલ અને સંતોષસિંઘ ચૌહાણ ખોટા ડ્રાઈવીંગ લયસન્સ કઈ રીતે બનાવે છે તે સારી રીતે જાણી ગયેલ આ કામમા સંતોષસિંઘને સારા રૂપીયા મળતા હોય ધવલ રાવતે અલગથી આ કામ શરૂ કરેલ અને જમ્મુ કશ્મીરના ઉપરના સંપર્ક ઉપરાંત તેનો સંપર્ક જમ્મુ શ્મીરના અયાન ઉમર સાથે થયેલ. આયાન ઉમરને જે સુરક્ષાદળી બટાલીયના સરનામા પર ડ્રાઈવીંગ લાયસન્સની જરૂર હોય તે બટાલીયાના સીક્કા આરોપી ધવલ રાવતે મોકલી આપતો. અયાન ઉંમર ધવલ રાવતને જેના નામનુ ડ્રાઈવીંગ લસસન્સ મેળવાનુ હોય તેનુ આધારકાર્ડ તથા ફોટો મોકલી આપતો ત્યારબાદ ધવલ રાવત તેના લેપટોપમા (૧) ડોક્યુમેન્ટ પૈકી સર્વિસ સર્ટીફિકેટ (૨) ડિફેન્સ મોટર ડ્રાઇવીંગ લાયસન્સ બુક (3) કન્ફરમેશન લેટર તથા (૪) આર્મીનુ કેંટીન કાર્ડ બનાવતો અને તેમા ડીજીટલ ડીજીટલ પેનથી સહી કરી તમામ દસ્તાવેજોની પ્રીંટ કાઢી તેમા સુરક્ષાદળોના એકમોના સીક્કા મારી સહી કરી તમામ ડોક્યુમેન્ટ આર.ટી.ઓ ની ડ્રાઈવીંગ લાયસન્સ મેળવા માટેની સાઈટ પર અપલોડ કરતો, અપલોડ કરેલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા લાઇવ ફોટો પડાવવા અરજદારો રૂબરૂ હાજર ન રહેવું પડે તે માટે આર.ટી.ઓ કચેરીમાં વચેટીયાઓને રૂપીયા ચુકવી ડ્રાઈવીંગ લયસન્સ મેળવી લેતો. ત્યારબાદ પોતાના નામે અથાવા ગાંધીનગરમાં આવેલ સુરક્ષાદળના સરનામે આવેલ લાયસન્સ અયાન ઉમરને પોહચાડી તેમા જમ્મુ કશ્મીરનુ સરનામુ બદલાવા માટે આર.ટી.ઓનુ બનાવટી નો-ઓબજેક્શન સર્ટી બનાવી તે પણ અયાન ઉમરને મોકલી આપતો.પકડાયેલ બન્ને આરોપીઓએ અત્યાર સુધી એક હજારથી પણ વધુ ખોટા ડ્રાઈવીંગ લાયસન્સ બાનાવેલ છે જેમા તેઓ એક લાયસન્સ દીઢ રૂ.૬૦૦૦ થી રૂ.૮૦૦૦ લેતા હતા. બન્ને આરોપી ગુગલ-પે અથવા ફો-પે થી પોતાનુ પેમેન્ટ લેતા હતા. બન્ને આરોપીઓએ બનાવતટી લાયસન્સ કઢાવી પચાસ લાખથી વધુ રૂપીયા મેળવેલ હોવાની પ્રાથમિક હકિકત ધ્યાન પર આવેલ છે.

આરોપીઓ પાસેથી કબજે કરવામા આવેલ મુદ્દામાલની વિગત :-(૧) ડ્રાઇવીંગ લાયસન્સ નંગ-૨૮૪ (૨) મોટર ડ્રાઇવીંગ લાયસન્સ બુક-૯૭ (૩) રબર સ્ટેમ્પ નંગ-૯ (૪) નો ઓબ્જેકશન સર્ટી-૩૭ (૫) સર્વિસ સર્ટીફિકેટ-૯ (૬) કન્ફર્મેશન લેટર-૫ (૭) લેપટોપ નંગ-૩ (૮) કલર ઝેરોક્ષ ડોક્યુમેન્ટ-૩(૯)મોબાઇલ ફોન-૪ (૧૦) સ્પીડ પોસ્ટ સ્ટીકર-૨૭ (૧૧) ડીજીટલ સિગ્નેચર પેન નંગ-૧

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

નર્સિંગ ડિપાર્ટમેન્ટ GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ ધારપુર ખાતે “એક શામ ફ્લોરેન્સ નાઈન્ટેગલ કે નામ”

0 0
Read Time:2 Minute, 47 Second

12 મે 2023 ઇન્ટરનેશનલ નર્સિંગ ડે નિમિત્તે સમગ્ર દુનિયામાં ફ્લોરેન્સ નાઈન્ટેગલની યાદમાં નર્સિંગ ડે મનાવવામાં આવે છે. જે નિમિતે આજરોજ નર્સિંગ ડિપાર્ટમેન્ટ GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ ધારપુર ખાતે “એક શામ ફ્લોરેન્સ નાઈન્ટેગલ કે નામ”


ગીત સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પ્રોગ્રામનું સફળ આયોજન ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેનડેન્ટ સુમનબેન મૌર્ય તેમજ સમસ્ત નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. નેચર કેર ફાઉન્ડેશન અને અન્ય દાતા શ્રીઓનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. પ્રોગ્રામમાં હાજર રહેલ મહેમાનો GMERS મેડિકલ કોલેજના સીઈઓ ડૉ.યોગેશાનંદ ગોસ્વામી , GMERS મેડિકલ કોલેજના ડીન ડૉ.હાર્દિકભાઈ શાહ, હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ પારુલબેન શર્મા, GMERA મેડિકલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ સુમનબેન મૌર્ય, RMO ડૉ. હિતેશ ગોસાઈ , ડૉ.રમેશભાઈ પ્રજાપતિ, ડૉ પરેશભાઈ પટેલ, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ મહેશ ચંદ્ર પાટીદાર તેમજ નર્સિંગ સ્ટાફના કેસીબેન, અલ્પાબેન, નીતાબેન સાગર, કલ્પના પરમાર, પલકેશ પટેલ, નરેન્દ્રભાઈ યાદવ, મહેશભાઈ ઝાલા નેચર કેર ફાઉન્ડેશનના પ્રમુખ હિરેનભાઈ સોલંકી અને મહેશ્વરીબેન કનોડિયા તમામ લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય ગીત સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. સીઇઓ સાહેબ શ્રી ડૉ.યોગેશાનંદ ગોસ્વામી દ્વારા ઉદઘાટન સ્પીચ તેમજ સરસ સુમધુર અવાજમાં ગીત રજૂ કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. શાકિબ શેખ વોઇસ ઓફ મોહમ્મદ રફી સાહેબનાના અદલ અવાજના કલાકાર તેમજ હરેશ નાયક, રાજકમલ મ્યુઝિકલ ટીમ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ માસ્ટર અશ્વિન યોગી, જીગર કંસારા, નૈલેશ પરમાર, મેહુલ જાની વગેરે આર્ટીસ્ટો દ્વારા પ્રોગ્રામ ને ચાર ચાંદ લગાવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %