Categories
Amadavad

વૃધ્ધ મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી સરકારી યોજનાની સહાય આપવાનુ કહી સોનાના દાગીના ઉતરાવી લેનાર વ્યક્તિને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 9 Second

અમદાવાદ શહેરમાં વૃધ્ધ મહિલાના દાગીના ઉતરાવી વિશ્વાસઘાત છેરપીંડીના બનતા ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ના ક્રાઇમ બ્રાંચ ના અધિકારીઓ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન

આરોપી મહેમુદહુસેન ફીદાહુસેન શેખ ઉ.વ. ૫૯ રહે. બ્લોક નં.૧ માન. ૧૦૩, વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટ, હાથીખાઇ ગાર્ડન પાસે, ગોમતીપુર અમદાવાદ શહેરને તા.૧૦/૦૬/૨૦૨૩ ના કલાક ૧૪/૪૫ વાગે જમાલપુર સ્લોટર હાઉસ સામે જાહેર રોડ ઉપરથી સોનાના દાગીના કુલ વજન ૦૪.૬૩૦ ગ્રામ કિ.રૂ. ૨૩,૧૫૦/- તથા ઓટો રિક્ષા નંબર GJ-01-DT-8792 કિ.રૂ. ૬૦,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૮૩,૧૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીનો ફોટોગ્રાફ્સ

આરોપીએ દશેક દિવસ પહેલા પોતાની ઓટો રિક્ષા નંબર GJ-01- DT- 8792 માં પટેલ મેદાન દાણીલીમડા ખાતેથી એક વૃધ્ધ મહિલાને બેસાડેલ અને તેની સાથે વાતો કરી જણાવેલ કે પોતે દર મહીને બે હજાર રૂપીયા અપાવાની મદદ કરશે તેમ કહી તેઓને વિશ્વાસમાં લઇ વૃધ્ધ મહિલાને જણાવેલ કે “તમો સોનાના દાગીના પહેરેલ હશો તો તમો પૈસાવાળા છો તેમ સમજી તમને સહાય નહી મળે જેથી તમારા દાગીના ઉતારી તમારા પાકીટમાં મૂકી દો અને પાકીટ મને આપો જેથી રિક્ષાની ડેકીમાં મૂકી દઉં” તેવો ભરોસો આપી તેઓએ પહેરેલ કાનની સોનાની કડી નંગ-૨ કઢાવી પાકીટમાં મૂકાવી પાકીટ પોતાની ઓટો રિક્ષાની ડેકીમાં મૂકી દાણીલીમડા અપ્સરા સિનેમા પાસે વૃધ્ધ મહિલાને ઉતારી રિક્ષા લઈ ભાગી ગયેલ જે પાકીટમાં સોનાના દાગીના તથા રોકડા રૂપીયા ૨૦૦૦/- હતા.

શોધાયેલ ગુના:-

કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાર્ટ ‘“એ” ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૫૨૩૦૬૫૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦ મુજબ. આરોપીનો પૂર્વ ઈતિહાસ:-

(૧) કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૦૦૨૨/૨૦૧૭ ઈપીકો કલમ ૩૭૯,૪૬૭ (૨) ગોમતીપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર,ન. ૦૦૩૫/૨૦૧૭ ઈપીકો કલમ ૩૭૯ મુજબ

(૩) શહેર કોટડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૦૦૦૨/૨૦૧૭ ઈપીકો કલમ ૩૭૯,૪૬૭ (૪) શહેર કોટડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૦૭૮૬/૨૦૨૨ ઈપીકો કલમ ૩૯૨ મુજબ આરોપીને અગાઉ બે વાર પાસા હેઠળ અટકાયત કરી ભૂજ તથા ભરુચ ખાતે મોકલી આપવામા આવેલ હતો.

આરોપીનો ફોટોગ્રાફ્સ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Junaghdh

જૂનાગઢ ના નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ફ્ક્ત ૧ કલાક માં રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહીતના રૂ . ૩,૫૦,૦૦૦/- ની કીંમતની ખોવાયેલ થેલી શોધી અને ગોકળભાઇ ભાણ જીભાઇ દેવળીયાને પરત આપેલ.

0 0
Read Time:3 Minute, 58 Second

રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહીતના કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ની કીંમતની થેલી નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટી વી કેમેરાથી ફ્ક્ત ૧ કલાકમાં શોધી આપેલ.

ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા જૂનાગઢ ખાતે રહેતા હો અને જૂનાગઢ બસ સ્ટેન્ડ જવા માટે ઓટો રીક્ષામા બેઠેલ, ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથે રાખેલ ૧ થેલી કે જે થેલીમાં તેમના જીવનની મરણ મુડી તરીકે રોકડ રૂ. ૨,૩૨,૦૦૦/- તથા સોનાના ૧,૧૮,૦૦૦/- રૂ. ના દાગીના સહીત કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ના મુલ્યની થેલી ઓટો રીક્ષામાં ભુલી ગ યેલ, તેઓ વૃધ્ધ દંપતી હોય, આર્થીક રીતે મધ્યમ પરિસ્થિતિ હોય અને જીવનમાં પાય પાય ભેગી કરી અને રૂપી યા ભેગા કરેલ હોય અને આ થેલી ભુલી જતા તે વયોવૃધ્ધ દંપતી દુ:ખી થયેલ અને રડવા લાગેલ. આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ કંટ્રોલ સેંટર ) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવા માં આવેલ છે.

જૂનાગઢ ઇચા. હેડ કવા. ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધાલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શા ખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રહુલગીરી મેઘનાથી, ચેતનભાઇ સોલંકી, ભાવેશભાઇ પર માર, એન્જીનીયર નીતલબેન મેતા તથા બી ડીવીઝન પો.સ્ ટે.ના એ.એસ.આઇ. રવીરાજસીંહ સોલંકી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠ ાવી ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા જે સ્થળેથી ક્ષામાંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV મા રીક્ષાના નંબર GJ 34 W 0712 શોધેલ. circuito cerrado de televisión કે ઓટો રીક્ષા બી ડીવીઝન પો.સ્ટે. વીસ્તારમાં હોય જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા બી ડીવીઝન પો.સ્ટે.ના એ.એસ.આઇ. રવીરાજસીંહ સોલંકીને જણાવતા ઓટો રીક્ષા મળી આવેલ , તે આધારે ઓટો રીક્ષા ચાલક અતુલભાઇ વાઘેલાને પોલીસ સ્ટાફ દ્રારા પૂછપરછ કરતા જણાવેલ કે પાછળની સીટમાં કોઇ થેલી ભુલી ગયેલ હોય જેથી તેમને ખ્યાલ પણ ન હતો, BFF

નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ફ્ક્ત ૧ કલાક માં રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહીતના રૂ . ૩,૫૦,૦૦૦/- ની કીંમતની થેલી શોધી અને ગોકળભાઇ ભાણ જીભાઇ દેવળીયાને પરત આપેલ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ચાલુ બી.આર.ટી.એસ. બસમાંથી નજર ચુકવી સોનાના દાગીના ની ચોરી કરતી બે મહીલાને દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 56 Second

ચાલુ બી.આર.ટી.એસ. બસમાંથી નજર ચુકવી સોનાના દાગીના ની ચોરી કરતી બે મહીલાને દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

સોનાના

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.આલની ટીમના પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી તથા શ્રી એમ.એન.જાડેજા તથા હેડ કોન્સ. અજયકુમાર જાબરમલ તથા હેડ કોન્સ.મહિપાલસિંહ દીલીપસિંહ દ્રારા નજર ચૂકવી દાગીનાની ચોરી કરતાં આરોપી..

(૧) મંગળબેન W/0 સુદેશ વિઠલભાઈ જાતે જાદવ ઉવ.૩૦ રહે.શાસ્ત્રીનગર ની ચાલી ઉલ્લાસનગર

અંબરનાથ વાંદરપાડા મુંબઇ હાલ રહે. કેકાડી વાસ સિઘી સ્કુલ ની પાછળ એ વોર્ડ કુબેરનગર અમદવાદ શહેર (૨) રામેશ્વરીબેન W/0 રવન પચ્ચુ જાતે ગાયકવાડ ઉવ.૨૫ રહે. કેકાડી વાસ સિધી સ્કુલ ની પાછળ એ વોર્ડ કુબેરનગર અમદવાદ શહેરને નરોડા પાટીયા ખાતેથી ઝડપી લીધેલ છે. આરોપીઓ પાસેથી પાસેથી મળી આવેલ સોનાના દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/-નો

મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરવામાં આવેલ છે,

સદરી બન્ને મહીલા ગઇ તા.૨૨/૪/૨૦૧૩ નારોજ બન્ને જણા ઘરેથી સવારના સમયે ઓટોરીક્ષામાં બેસી કાલુપુર એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ આવેલા, બન્ને જણા કાલુપુર એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડથી બસ નં-૭ માં બેસી દીલ્હી દરવાજા ગયેલા. ત્યાં ઉતરી ગયેલા અને દીલ્હી દરવાજાથી વાડજ જતી બી.આર.ટી.બસ નં-૨ મા બેસી ગયેલા. તે બસમાં ખુબ જ ભીડ હોય અને એક બહેન તે બસમાં ઉભા હોય. તેની પાસે એક મોટુ પર્સ હોય તે પર્સમાંથી બન્નેજણાએ એક નાનુ સફેદ કલરના પર્સની તે બહેનની નજર ચૂકવી ચોરી કરી, કોઇ વેપારીને વેચવા સારુ મેમ્કો તરફ જતા હોવાની હકીકત જણાવેલ છે.

શોધી કાઢેલ ગુન્હાની વિગત:

નારણપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૧૦૩૪૨૩૦૦૬૮/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯

આરોપી બહેન રામેશ્વરીબેન નો ગુનાહીત ઇતિહાસ: અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારૂના બે

કેસમાં પકડાયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %