0
0
Read Time:1 Minute, 15 Second
અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા રૂ.૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા એ ફરીયાદી ના પતિ વિરુધ્ધ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના કામે ૧૫૧ કરી જામીન લેવડાવી માર નહીં મારવા અને અને પાસા નહી કરવા પેટે રૂ.૫૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ હતી ,
પરંતુ ફરીયાદી લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં , ફરીયાદી ની ફરીયાદ આધારે છટકું ગોઠવવા માં આવેલ , જે છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણા રૂ.૫૦,૦૦૦ સ્વીકાર કરતા acb એ રંગે હાથ ઝડપી પાડયા
આરોપી: – નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા , પો.સ.ઇ , વર્ગ -૩
જોઘપુર ગામ ચોકી , આનંદનગર પોલીસ સ્ટેશન , અમદાવાદ.