Categories
Crime Gandinagr Kalol

કલોલના મોટી ભોયણમાં રહેતી મહિલા શેરીસા નર્મદા કેનાલ જંપલાવા જતા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ જીવ બચાવ્યો

0 0
Read Time:1 Minute, 34 Second

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ ઘનશ્યામસિંહ વાઘેલા તથા કીરીટસિંહ નાસતા ફરતા આરોપીની શોધખોળ અર્થે કલોલ વિસ્તારમાં ગાડીમાં ફરી રહયા હતા . એ વખતે શેરીસા નર્મદા કેનાલ તરફ એક મહિલા દોડતી દોડતી જઈ રહી હતી. ત્યારે મહિલાને કેનાલ તરફ દોડતી જોઈને એ.એસ.આઈ ઘનશ્યામસિંહને મહિલાનાં ઈરાદાનો અંદાજો આવી ગયો હતો. જેથી તેમણે તુરંત મહિલાની પાછળ દોટ લગાવી હતી. એટલામાં તો મહિલા કેનાલની સીડીઓ ઉતરીને અંદર કૂદી પડી હતી. ત્યારે પળવારનો વિચાર કર્યા વિના ઘનશ્યામ સિંહ અને કીરીટસિંહ ઝડપથી સીડીઓ ઉતરીને મહિલા ને કેનાલની કિનારેથી પકડી લીધી હતી અને રિક્ષા ચાલકની મદદથી કેનાલની બહાર લઈ આવવામાં આવી હતી. જેની પોલીસે પૂછતાંછ કરતાં મહિલા કલોલના મોટી ભોયણમાં રહેતી હોવાનું ખુલ્યું હતું. જેને તેના પતિ સાથે રોજબરોજ ઝગડા થતાં હોવાથી ત્રાસીને કેનાલમાં આપઘાત કરવા પડી હોવાની કબૂલાત કરી હતી. આમ પરિણીતાને આબાદ રીતે બચાવી લઈ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગાંધિનગર જીલ્લા પોલિસ વડા દ્વારા આ બન્ને પોલિસ અધિકરિઓને અભિનદન પાઠ્વામાં આવેલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

“જરૂરી નથી કે કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવા ડોક્ટર હોવું જ જોઈએ“ આ વાતને સિદ્ધ કરી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીએ

0 0
Read Time:58 Second

અમદાવાદ ના કાલુપુર સર્કલ પાસે એકટીવા ચાલક ની અચાનક છાતી મા દુખાવા ચાલુ થતા, તેને પોલીસ ને જાણ કરી ત્યારે પોલીસ જવાને તે વક્તિ ને CPR આપી તે વ્યક્તિ નો જીવ બચાયો,

જરૂરી નથી કે કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવા ડોક્ટર હોવું જ જોઈએ, આ વાતને સિદ્ધ કરી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીએ

આ અંગે મળતી માહિતી મુજબ, એક્ટિવા ચાલકને કાલુપુર સર્કલ નજીક અચાનક છાતીમાં ખુબજ દુ:ખાવો થતા જે ઓએ ચોકી પાસે આવી પોલીસને જાણ કરી કે મને છાતીમાં ખુબજ દુ:ખાવો થાય છે. ત્યારે પોલીસ જવાનો એ CPR આપી તે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime vadodara

વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..

0 0
Read Time:1 Minute, 48 Second

વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..! જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતુ
વડોદરા શહેર તથા જિલ્લામાં ડમ્પરની અડફેટે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, ત્યારે જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતું. તો પણ હેલ્મેટ આર્મી જવાનનો જીવ ન બચાવી શક્યું. તાજેતરમાં જ વડોદરા શહેરમાં ડમ્પરની અડફેટે ગોત્રી પોલીસ સ્ટેશનમાંમાં ફરજ બજાવતા જવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ આજે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડમ્પરની અડફેટે આર્મી જવાનનું કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે શહેર તથા જિલ્લામાં બેફામ ગતીએ ફરી રહેલા ડમ્પરો પર કાબુ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનું ફલિત થઇ રહ્યું છે. શહેરમાં બેફામ બની ફરી રહેલા ડમ્પરો અત્યાર સુધી અનેક લોકોને કાળનો કોળીયો બનાવી ચુંક્યાં છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે અનેક ઝૂંબેશ હાથ ધરી પરંતુ તેનુ કોઇ નક્કર પરિણામ આવતુ ન હોવાથી ડમ્પર ચાલકો હજી લોકોને ભરખી રહ્યાં છે.
.
.

.
.
.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %