Categories
Amadavad Crime

ચાલુ બી.આર.ટી.એસ. બસમાંથી નજર ચુકવી સોનાના દાગીના ની ચોરી કરતી બે મહીલાને દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 56 Second

ચાલુ બી.આર.ટી.એસ. બસમાંથી નજર ચુકવી સોનાના દાગીના ની ચોરી કરતી બે મહીલાને દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

સોનાના

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.આલની ટીમના પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી તથા શ્રી એમ.એન.જાડેજા તથા હેડ કોન્સ. અજયકુમાર જાબરમલ તથા હેડ કોન્સ.મહિપાલસિંહ દીલીપસિંહ દ્રારા નજર ચૂકવી દાગીનાની ચોરી કરતાં આરોપી..

(૧) મંગળબેન W/0 સુદેશ વિઠલભાઈ જાતે જાદવ ઉવ.૩૦ રહે.શાસ્ત્રીનગર ની ચાલી ઉલ્લાસનગર

અંબરનાથ વાંદરપાડા મુંબઇ હાલ રહે. કેકાડી વાસ સિઘી સ્કુલ ની પાછળ એ વોર્ડ કુબેરનગર અમદવાદ શહેર (૨) રામેશ્વરીબેન W/0 રવન પચ્ચુ જાતે ગાયકવાડ ઉવ.૨૫ રહે. કેકાડી વાસ સિધી સ્કુલ ની પાછળ એ વોર્ડ કુબેરનગર અમદવાદ શહેરને નરોડા પાટીયા ખાતેથી ઝડપી લીધેલ છે. આરોપીઓ પાસેથી પાસેથી મળી આવેલ સોનાના દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/-નો

મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરવામાં આવેલ છે,

સદરી બન્ને મહીલા ગઇ તા.૨૨/૪/૨૦૧૩ નારોજ બન્ને જણા ઘરેથી સવારના સમયે ઓટોરીક્ષામાં બેસી કાલુપુર એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ આવેલા, બન્ને જણા કાલુપુર એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડથી બસ નં-૭ માં બેસી દીલ્હી દરવાજા ગયેલા. ત્યાં ઉતરી ગયેલા અને દીલ્હી દરવાજાથી વાડજ જતી બી.આર.ટી.બસ નં-૨ મા બેસી ગયેલા. તે બસમાં ખુબ જ ભીડ હોય અને એક બહેન તે બસમાં ઉભા હોય. તેની પાસે એક મોટુ પર્સ હોય તે પર્સમાંથી બન્નેજણાએ એક નાનુ સફેદ કલરના પર્સની તે બહેનની નજર ચૂકવી ચોરી કરી, કોઇ વેપારીને વેચવા સારુ મેમ્કો તરફ જતા હોવાની હકીકત જણાવેલ છે.

શોધી કાઢેલ ગુન્હાની વિગત:

નારણપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૧૦૩૪૨૩૦૦૬૮/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯

આરોપી બહેન રામેશ્વરીબેન નો ગુનાહીત ઇતિહાસ: અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારૂના બે

કેસમાં પકડાયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ચોરી ઓઢવઃ નજર ચુકવી કારમાંથી બેગ ચોરી કરી લઈ નાસી ગયા હતા.

0 0
Read Time:1 Minute, 8 Second

ચોરી ઓઢવઃ

ઓઢવઃ કૌશીક પ્રવિણભાઇ ઠકકર (ઉ.વ.૩ર)(રહે.શ્રીધર ફ્લોરા, અમરજવાન સર્કલ પાસે, નિકોલ) તા.૧૧/૦૪/૨૦૨૩ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે ઓઢવ સીંગરવા બસ સ્ટોપ નજીક્થી પોતાની કાર ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ચાલકે કાર પાછળ આવી મોટર સાયકલ અથડાવતા કૌશીક ઠક્કરે કાર ઉભી રાખતા મોટર સાયકલ ચાલક કાર નજીક આવી કૌશીક ઠક્કરને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા દરમ્યાન અન્ય એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષોએ કૌશીક ઠક્કરની નજર ચુકવી કારમાંથી બેગ ચોરી કરી લઈ નાસી ગયા હતા. બેગમાં રોકડ રૂપિયા ૮,૦૦,૦૦૦/- અને અગત્યના દસ્તાવેજ હતા. આ અંગેની ફરીયાદ કૌશીક ઠક્કરે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.પી.પ્રજાપતિ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %