Categories
Ahemdabad crime news

અમદાવાદ ના ચાંદખેડા આઇ.ઓ.સી રોડ પર સ્નેહપ્લાઝા ચાર રસ્તા પાસે સોના ગ્રુપ ટ્યુશન ના માલિક ની કરતૂત આવી સામે

0 1
Read Time:4 Minute, 17 Second

અમદવાદઃ ફરિયાદી ની ફરિયાદ અનુસાર ગઇ તા-૦૬/૦૯/૨૦૨૩ ના રોજ ફરિયાદી તેના પિતા સાથે ચાંદખેડા આઇ.ઓ.સી રોડ સ્નેહપ્લાઝા ચાર રસ્તા વિપુલ સ્વીટસની ઉપર આવેલ સોના ગ્રુપ ટ્યુશન પ્રકાશભાઇ સોલંકીના ત્યાં ધોરણ -૧૨ આર્ટસનુ ગ્રુપ ટ્યુશનમા વિદ્યાર્થી એ એડમીશન લીધેલ તેમજ સાથે ત્રણ વિષયમાં પર્સનલ ટ્યુશન પણ ચાલુ કરેલ જેમા ગ્રુપ ટ્યુશનનો સમય સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો તેમજ પર્સનલ ટ્યુશનનો સમય સવારના અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીનો છે અને આ ટયુશન બાબતે આ ફરિયાદી વિદ્યાર્થી એક દિવસ અગાઉ તેના પપ્પા સાથે સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી ને ટયુશન બાબતે મળવા ગયેલ ત્યારે પ્રકાશભાઇએ જણાવેલ કે હું રેકી અને હીલીંગ કરુ છુ જે શરીર ના સાત ચોઁ જાગ્રુત કરે છે ત્યારે આ સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી એ વિદ્યાર્થી ને માથા ઉપર તેમજ ગળાના ભાગે હાથ મુકી રેકી કરેલ અને આ તેજ દિવસે સાંજના છ વાગ્યાના સુમારે ગ્રુપ ટ્યુશનમા જવાનુ ચાલુ કરી દિધેલ અને બીજા દિવેસ જન્માષ્ઠમી હોય ટુશનમા રજા હતી.

આરોપી :: પ્રકાશભાઇ સોલંકી

આજરોજ સવારના અગિયાર વાગ્યાના સ્નેહપ્લાઝા ચાર રસ્તા સોના ગ્રુપ ટ્યુશન માટે દિકરી ના પિતા મુકવા આવેલ ત્યારે પ્રકાશભાઇ સોલંકી હાજર હતા નહિ જેથી આ ત્યા બીજું ગ્રુપ ટ્યુશન ચાલતુ હોય હું ત્યા બેસેલ બાદ દસેક મીનીટ પછી આ પ્રકાશભાઇ સોલંકી આવી ગયેલ અને તેઓએ વિદ્યાર્થી ને ઓફીસમા બોલાવેલ જેથી અને ટયુશનના ટાઇમ ટેબલ વિશે પુછતા તેઓએ વિદ્યાર્થી ને ઓફીસમા બેસીને વાત કરવાનું જણાવેલ જેથી આ ફરીયાદી વિદ્યાર્થી તેમની ઓફીસમા ગયેલ અને ત્યા બેસેલ ત્યારે આ પ્રકાશભાઇ વિદ્યાર્થી જણાવેલ કે “તુમ મુજે અપના ફ્રેન્ડ સમજો પર્સનલ સે પર્સનલ બાત શેર કર શકતી હો” તેમ કહેતા તેઓને ટાઇમ ટેબલ લખાવવાનુ કહેલ અને વિદ્યાર્થી પર્સનલ વાતો વિશે પુછવાનુ ચાલુ કરેલ અને પ્રકાશભાઇ એ જણાવેલ કે “આજ મે ફીરસે રેકી દે રહા હું” તેમ કહી ફરિયાદી ના માથા ઉપર હાથ મુકી કોઇ મંત્ર બોલવા લાગેલ બાદ અચાનક જ પ્રકાશભાઇએ ફરિયાદી મરજી વિરુધ્ધ ડ્રેસના ગળાના ભાગેથી હાથ નાખી છાતી દબાવવા લાગેલ અને માથાના ભાગે બે વાર કીસ કરી બાહોમા લઇ લીધેલ અને વાંરવાર હાથ પકડી આપણે દોસ્ત છીએ તેમ કહેવા લાગેલ અને ફરિયાદી ને જણાવેલ કે મારે તારા કપડા કાઢી બરાબર ચેક કરવુ પડશે તેમ કહી ફરિયાદી બીજા રૂમમા આવવાનું કહેલ જેથી ફરિયાદી એ ના પાડી દિધેલ ત્યારે ફરીથી તે ને ફરીયાદી નો હાથ પકડી આપણે દોસ્ત છીએ આ વાતની જાણવી
આમ તમામ હકીકત આ પીડિત વિદ્યાર્થી એ તેના પિતા ને જણાવી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન માં આ સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે ચાંદખેડા પોલીસ આ આરોપી ને પકડી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી

Happy
Happy
0 %
Sad
Sad
29 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
71 %
Surprise
Surprise
0 %
Categories
Junaghdh

ન્યુઝ.. જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ.. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ..

0 0
Read Time:44 Second

બ્રેકિંગ ન્યુઝ.. જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ.. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ..

ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું.. જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી.. કલેક્ટર,એસપી,મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર.. જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ.. હજુ પણ વરસાદનું જોર યથાવત.. લોકોને ઘરની બહાર નહીં નીકળવા તંત્રની અપીલ

Goodday Gujarat Exclusive

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news News Ahemdabad crime news

ગઈ રથયાત્રા ના સમયે ભીડનો લાભ લઈ સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓને જડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:2 Minute, 9 Second

ગઈ રથયાત્રા સમયે સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાના દાગીનાની ચોરી થયેલ હોય. જે અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા પો.કો. ભાવેશ દ્વારા ચેઈન સ્નેચીંગ કરતી મહીલા આરોપીઓ

(૧) સીમા વા/ઓ રોહિત અશ્વિનભાઇ કડબે ઉવ.૨૨ રહે.બ્લોક નંબર ઇ/૦૦૨, જોગમાયા નગર,

અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેર (૨) જ્યોતિ ઉર્ફે અંકિતા વા/ઓ નિલેશભાઈ પરસોત્તમભાઈ રાઠોડ ઉવ.૪૫ રહે.શિવનગર સોસાયટી, ગોબરભાઈ રબારીના મકાનમાં, જોગણી માતાના મંદિરની પાછળ, રબારી કોલોની પાસે અમરાઇવાડી અમદાવાદ શહેર (૩) કોમલ ર્ડા/ઓ અશોકભાઇ ઉદાભાઇ દંતાણી ઉવ.૨૦ રહે.મહાલક્ષ્મીનગર અમરાઇવાડી પોલીસ

સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેરને ન્યુ કોટન ચાર રસ્તા બ્રીજ નીચે જાહેરમાંથી તા.૧૮/૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ

આરોપીઓ પાસેથી સોનાની ચેઇન -૧ જેનું વજન ૧૦.૩૮૦ ગ્રામ કિ.રૂ.૫૧,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી સને-૨૦૨૩ ની રથયાત્રા સમયે બપોરના સરસપુર ચાર રસ્તા ભીડનો લાભ લઇ રથયાત્રા જોવા માટે આવેલ એક મહિલાને પકડાયેલ ત્રણેય મહિલાઓએ ભેગા મળી ભીડભાડ કરી તે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરેલ છે. જે બાબતે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૧૨૩૦૫૯૭/ ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં ચાર અંગદાન,ચાર અંગદાન – અંદાજે ૪૨ કલાકની મહેનત – ૧૨ જરૂરિયાતમંદોને નવજીવન

0 0
Read Time:5 Minute, 16 Second

*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં ચાર અંગદાન*…………..*ચાર અંગદાન – અંદાજે ૪૨ કલાકની મહેનત – ૧૨ જરૂરિયાતમંદોને નવજીવન*……………*અંગદાનના સેવાકાર્યમાં અમદાવાદીઓ અગ્રેસર : ચારમાંથી ત્રણ અંગદાતાઓ અમદાવાદના*……………..*૧૧ જુલાઈએ એક જ દિવસમાં બે અંગદાન થયાં : ચાર કિડની, બે લીવર અને બે આંખનું દાન મળ્યું*………..*સિવિલ હોસ્પિટલના મેડિકલ રેકર્ડ વિભાગમાં સેવારત ભાવનાબહેનના સ્વજન લીલાબહેન સોલંકી બ્રેઇનડેડ થતાં તરત જ અંગદાન માટે સંમતિ દર્શાવી*……………………*ત્રણ દિવસમાં ચાર સફળ અંગદાન વધતી લોકજાગૃતિની સાથે સાથે સિવિલના તબીબોની નિષ્ઠાનું પરિણામ – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ ફરી એક વખત વેગવંતો બન્યો છે. સિવિલમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ ચાર અંગદાન થયાં છે. આ ત્રણ દિવસમા ચાર બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનના પરિણામે ૧૨ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. વધુમાં બે આંખોનું પણ દાન મળ્યું છે. એક બ્રેઇનડેડ અંગદાતાનાં અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયામાં અંદાજિત ૬થી ૮ કલાકનો સમય લાગતો હોય છે. વધુમાં તબીબો દ્વારા જ્યારે વ્યક્તિને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે ત્યારે તેમના સ્વજનના કાઉન્સેલિંગથી લઇ રીટ્રાઇવલને લગતા જરૂરી મેડિકલ ટેસ્ટ અને સંલગ્ન પ્રક્રિયા સમય માંગી લે તેવી છે. આમ આ ચાર અંગદાનમાં જોઇએ તો અંદાજે ૪૨ કલાકની સતત મહેનત અને ભારે જહેમતના અંતે અને સમગ્ર ટીમની નિષ્ઠાના પરિણામે આ ૧૨ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તારીખ ૧૧મી જુલાઇએ થયેલ અંગદાનની વિગતો જોઇએ તો ૧૨૦માં અંગદાનમાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા લીલાબહેન સોલંકી ઢળી પડતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમા સારવાર દરમિયાન તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. લીલાબહેનના ભત્રીજી ભાવનાબહેન સિવિલ હોસ્પિટલના જ મેડિકલ રેકર્ડ વિભાગમાં નોકરી કરે છે. તેઓને જ્યારે તેમના ફોઇ લીલાબહેનના બ્રેઇનડેડ થયાની જાણ થઈ. અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેના મહત્ત્વથી સજાગ ભાવનાબહેનને પરિવારજનોને અંગદાનની સમજ આપી અને તેના માટે પ્રેર્યા. જેનું પરિણામ એ મળ્યું કે ગણતરીની મિનિટોમાં જ સમગ્ર પરિવારે એકજૂટ થઇને બ્રેઇનડેડ લીલાબહેન સોલંકીના અંગદાન માટેની સંમતિ આપી. જેના પરિણામે રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. ૧૨૧મા અંગદાનની વિગતોમાં અમદાવાદના કૃષ્ણનગરના બદ્રીકાબેન કાપડિયાને માર્ગ અકસ્માત નડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. જેમના બે કિડની એક લીવર અને આંખોના દાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ છેલ્લા ત્રણ દિવસમાં થયેલ સફળ ચાર અંગદાનની આ સિદ્ધિ સિવિલ હોસ્પિટલની અંગદાનના સેવાકાર્ય સાથે સંકળાયેલી સમગ્ર ટીમને સમર્પિત કરી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસમાં ચાર સફળ અંગદાન વધતી લોકજાગૃતિની સાથે સાથે સિવિલના તબીબોની નિષ્ઠાનું પરિણામ છે.સિવિલ હોસ્પિટલના તમામ તબીબો બ્રેઇનડેડ અંગદાતાઓના દાનથી જરૂરિયાતમંદને નવજીવન બક્ષવા સંકલ્પબદ્ધ બન્યા છે. જેમાં સિક્યુરિટીકર્મીથી લઇ સિનિયર તબીબો એકજૂટ કાર્યરત બન્યા છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં ૧૦૫ લીવર,૨૧૦ કિડની,૯ સ્વાદુપિંડ,૩૩ હૃદય,૬ હાથ,૨૪ ફેફસા,૨ નાના આંતરડા આમ કુલ ૩૮૯ અંગો અને ૧૦૨ આંખનું દાન મળ્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

પ્રોહિબીશનના ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતીઅમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

1 0
Read Time:3 Minute, 30 Second

પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પ ોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ આગામી રથયાત્ રાના તહેવાર અનુસંધાને એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને

પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય .

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધા રે પો.સ.ઇ જે.બી.દેસાઇ, નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તાર મા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત ના આધારે (૧) અમદાવાદ શહેર ક્રિષ્નનગર પોલીસ સ્ટે – ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ (ર) ચિલોડા પોલી સ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૬૨૨૦૪૭૬/૨૦૨૨ ધી પ્રોહી કલમ- ૬૫(એ), ૬૫( ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ (૩) દહેગામ પોલીસ સ્ટેશ ન ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૫૨૨૦૫૦૩/૨૦૨૨ ધી પ્રોહી કલમ- ૬૫(એ ), ૬૫(), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ (૪) અમદાવાદ શહેર માધવપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૦૨૩૦૦૪૮/૨૦૨૩ ધી પ્રોહી ક લમ- ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮ (૨) મુજબ ના અલગ-અલગ ફુલ્લે-૦૪ ગુનાઓમાં નાસતા આરોપી કમલેશ ઉર્ફે કાલુ દેવીદાસ કડબે ઉ.વ.૩૫ ધં ધો-મજુરી રહે. વસંતનગરના છાપરા, ચમકયુના, પાછળ, અમદાવાદ શહેર નાને તા.૨૩/૦૫/૨૦૧૩ ના કલાક ૧૬/૦૦ ગાપ ને સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને કાર્યવાહી માટે અમદાવાદ શહેર માધવપુરા પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ.શ્રી જે.બી. દેસાઇ

(૨) મ.સ.ઇ. પરેશકુમાર લલ્લુભાઇ બ.ન.૭૮૬૨ | (૩) હે.કો. બાબુભાઇ અમથાભાઇ બ.નં.૯૪૫૨

(૪) હે.કો. ભાગ્યદીપ મહેશકુમાર બ.ન.૮૫૨૨

(૫) પો.કો. દિગ્વિજયસિંહ જોરસંગભાઇ બ.નં.૪૧૪૭

(૬) પો.કો. પરેશ વાલજીભાઇ બ.નં.૧૨૪૨૧

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:

(૧) ક્રુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૦૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૨૫ વિગેરે મુજબ, (૨) કૃષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૮૪/૨૦૧૮ પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬૫(ઇ) વિગેરે મુજબ.

(૩) બાપુનગર પો.સ્ટે. ગુ.ર.નં,૨૩૧૮૨૦૧૯ પ્રોહી કલમ-૬૬(બી), ૬૫(એ)(ઇ) વિગેરે મુજબ, (૪) કૃષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૧૩૨/૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(બી), ૬૫(એ)ઇ વિગેરે મુજબ,

(૫) કૃષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૨૭૧/૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(બી), ૬૫(એ)ઇ વિગેરે મુજબ. (૬) ક્રુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૬/૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(૧)(બી), ૬૫(એ)ઇ વિગેર ે મુજબ,

(૭) કૃષ્ણનગર પો.સ્ટે. પાસા/૩૦/૨૦૨૦

(૮) કણભા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૮/૨૦૧૧ પ્રોહી કલમ- ૬૫(એ)ઇ વિગેરે મુજબ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %