Categories
Patan

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે ક્રિકેટ ના બોલ મામલે એક યુવાન પર જીવલેણ હુમલો

0 0
Read Time:2 Minute, 0 Second

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રવિવારે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. એ વખતે મેચ રમવા આવેલા અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના બાળકને લાફા મારી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. એ બાબતે સમાધાન થયા બાદ પાછળથી સાત શખસ કાર લઈ આવી તલવાર જેવા જીવલેણ હથિયાર વડે બાળકના પિતા ઉપર હુમલો કરતાં તેનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાબતે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે,

જેમણે આજે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને રૂબરૂ મળીને આરોપીઓ સામે જ્યુવેનાઇલ એક્ટ, પોસ્કો, 120 -b, IPC -34 અને 307ની કલમો દાખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો આવતીકાલે પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ત્યાર બાદ સ્થાનિકોએ ઈજાગ્રસ્તને કાકોશીથી એમ્બ્યુલન્સમાં સીધા પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી અંગૂઠાની પ્લાસ્ટિક સર્જરી માટે અમદાવાદ ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્તના ભાઈ ધીરજકુમાર પાનાભાઈ વણકરે કાકોશી પોલીસ મથકે સાત શખસ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં વડગામના કોંગી ધારાસભ્ય અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીએ સોમવારે ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Maheshana

કડી તાલુકાના બલાસર ગામે દારૂની હેરાફેરી કરતા ઈસમો ઝડપી લેતી, મહેસાણા પેરોલ ફ્લો સ્કોડ

1 0
Read Time:2 Minute, 47 Second

કડી તાલુકાના બલાસર ગામે દારૂની હેરાફેરી ચાલી રહી હતી. જે હકીકત મહેસાણા પેરોલ ફ્લો સ્કોડના ને મળતા અધિકારીઓએ

મહેસાણા પેરોલ ફ્લો સ્કોડે માણસો કડી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે જા દવપુરા ચોકડી પાસે આવેલા મહાકાળી હોટલની બાજુમા ઈકો ગાડીમાં બે માણસો વોચ ગોઠવીને ઊભા છે જાદવપુરાથી દેવુસણા જવાના રોડ ઉપર આવેલા તબેલાને બાજુમાં બલાસર ગામેથી રિક્ષામાં દેશી દારૂનો જ થ્થો લાવી ક્રેટા ગાડી માં ભરવાનું ચાલી છે.જેવી હકીકત પેટ્રોલ ફલો સ્કોડના અધિકારીઓને મળી હતી. અધિકારીઓને માહિતી મળતાની સાથે જ અલગ અલગ ટીમો બનાવીને જાદવપુરા ચોકડી પાસે પહોંચતા એક ઇકો ગાડી પોલીસે કોર્નર કરીને અંદર બેઠેલા બેચરજી ઠાકોર અને આકાશજી ઠાકોરની અટક કરવામાં આવી

તેઓને સાથે રાખીને જાદવપુરાથી દેવસણા ડ ઉપર તબેલાની બાજુમાં કોર્નર કરીને રેડ કરતા લો ડિંગ રિક્ષામાંથી ક્રેટા ગાડી માં દેશી થ્થો મૂકવામાં આવી રહ્યો હતો. જ્યાં પોલીસને જોતાની સાથે જ બૂટલેગરો દોડમ દોડ કરવા લાગ્યા હતા. રેડ દરમિયાન રાવલ વિકીની ધરપકડ કરવામાં આવી . પોલીસે લોડિંગ રિક્ષા અને ક્રેટા ગાડીમાં પોલી સે જોતા બંનેમાં દેશી દારૂના થેલા ભરેલા હતા. જ્યાં સ્થળ ઉપરથી જ પોલીસે 850 લીટર દેશી દારૂનો જ થ્થો જપ્ત કર્યો હતો.

બલાસરથી જાદવપુરાથી દેવુસણા જવાના રસ્તા ઉપર આ વેલા તબેલાની બાજુમાંથી પોલીસે રૂપિયા 17,000નો દેશી દારૂનો જથ્થો જપ્ત કરીને દેશી દારૂના જથ્થા સા થે ઝડપાયેલા રાવલ વિકીની પૂછતાછ

કડી તાલુકાના બલાસર ગામે દારૂની હેરાફેરી ચાલી રહી હતી. જે હકીકત મહેસાણા પેરોલ ફ્લો સ્કોડના ને મળતા અધિકારીઓએ બલાસર ગામેથી જાદવપુરા 13,29,600 રૂપિયાના દેશી દારૂના જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો હતો અને કડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માં આવ્યો હતો.

રિપોર્ટર અજય સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %