Categories
Ahemdabad crime news

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો

0 0
Read Time:3 Minute, 50 Second

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો

20 જુલાઈ 2023ના રોજ રાત્રે 00.30 વાગ્યે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો; તેમાં પોલીસ/ હોમગાર્ડ સહિત કુલ 10 લોકોના જીવ ગયા અને 12 લોકોને ઈજા થઈ ! પોલીસે IPC કલમ-270/ 337/ 338/ 304/ 504/ 506(2)/ 114 તથા મોટર વાહન અધિનિયમ કલમ-177/ 184/ 134(b) હેઠળ ગુનો નોંધી આરોપી તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલ (19) અને પ્રજ્ઞેશભાઈ હર્ષદભાઈ પટેલ (44) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે. IPC કલમ-304 હેઠળ આજીવન કેદ/ 10 વરસ સુધીની કેદ-દંડની જોગવાઈ છે. અકસ્માત કરનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અમદાવાદ અને ગાંધીનગરમાં ગેંગ રેપ/હત્યાની કોશિશ/ હત્યા માટે કાવતરું/ જમીન પચાવી બરોબર વેચી નાખવી/ છેતરપિંડી વગેરે અંગે કુલ 12 ગુના નોંધાયેલા છે. પ્રજ્ઞેશ મોંઘી કાર અને દારૂ પીવાનો શોખીન છે. ચીટિંગમાં તેની માસ્ટરી છે ! BBCએ પ્રજ્ઞેશના ગુનાઓનો ઈતિહાસ આપ્યો છે; તે જોતાં પ્રજ્ઞેશ રાક્ષસ કરતા હલકો જણાય છે !

ચોંકાવનારી બાબત એ છે કે પ્રજ્ઞેશ સામે 12 ગંભીર ગુનાઓ નોંધાયા છે, તે જેલમાં ગયો છે; છતાં તે જામીન પર મુક્ત છે ! આપણા કાયદાઓ કેટલા અન્યાયી છે; ન્યાયતંત્ર કેટલું સડેલું છે, તેનો આ પુરાવો છે ! ગેંગ રેપ કરનાર જામીન પર હોય? પ્રજ્ઞેશ કાયદાને કચડી નાખવાનો અનુભવી છે, તેથી પોતાના પુત્ર તથ્યને સજા ન થાય તે માટે તમામ યુક્તિઓ અજમાવશે !

24 ફેબ્રુઆરી 2013ના રોજ, જજીજ બંગલા રોડ પર BMW કારના ચાલક વિસ્મય શાહે બે કોલેજીયન યુવાનો-રાહુલ પટેલ અને શિવમ દવેને હડફેટે લઇ તેના જીવ લીઘા હતા. અને વિસ્મય નાસી ગયો હતો. અમદાવાદની સેશન્સ કોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની જેલની સજા/દંડ ફટકારેલ. વિસ્મયે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરેલ. દરમિયાન ભોગ બનનારના બન્ને પરિવારને વિસ્મયે દોઢ દોઢ કરોડ આપી સમાધાન કર્યું હતું. છતાં હાઇકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણીએ વિસ્મયની 5 વરસની સજા કાયમ રખેલ. વિસ્મયે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરેલ. વિસ્મયના વકીલે દલીલ કરેલ કે ‘બંને પીડિતોના પરિવારોને હવે કોઈ ફરિયાદ નથી !’ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપેલ કે ‘તમે પૈસાથી ન્યાય ન ખરીદી શકો !’ સત્ય એ ન્યાયનો આત્મા છે. ન્યાય એ નફો કમાવવાના ઉદ્દેશ્ય સાથે સૌથી વધુ બોલી લગાવનારને વેચવા કે હરાજી કરવા માટેની કોમોડિટી નથી !

સવાલ એ છે કે શું પૈસા ન્યાયને દૂષિત કરતા નથી? તથ્ય પટેલને ઓછામાં ઓછી 10 વરસની કે આજીવન કેદની સજા થાય તો 160 કિલોમીટરની પૂરઝડપે ગાડી ચલાવનારા સીધા દોર થાય અને લોકોના જીવ બચે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ઓઢવ પલીસે વ્યાજખોર થી કંટાળેલા શિક્ષક ની ફરિયાદ ના લેતા આપઘાત કર્યો, ઓઢવ પોલીસ દ્વારા ગરીબ લોકોની ફરિયાદ કેમ લેવામા આવતી નથી???

0 0
Read Time:2 Minute, 6 Second

ઓઢવ મા 27 વર્ષ ના શિક્ષક એ આજે વહેલી સવારે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું બંધ ન કર્યું અને કંટાળીને સુબ્રોતો પાલે આપઘાત કરી લીધો હતો. સુબ્રોતોના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહી

વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળેલા સુબ્રોત એ આપઘાત કરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે 3 અંગે પોલીસ અમારી ફરિયાદ લખતી નહોતી, આથી હું ચિતાગ્રસ્ત થઈ ગયો હતો.

અગાઉ આજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં એક ગરીબ માં ના દીકરા ની અજાણ્યા ચાર ઈસમો દ્વારા રાતના સમયે ઘર ની બહાર બોલાવી ને હત્યા કરવામાં આવી હતી પરંતુ આ ઓઢવ પોલીસ સ્ટેશન ના પીઆઇ દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ લેવામા આવી નથી

તારીખ 28/3/20230 ના રોજ રાત્રે સમય દરમિયાન હિતેશ ભાઈ શિવાભાઈ ગોહિલ ને કોઈ અજાણ્યા 4 ઈશામો દ્વારા હત્યા કરવામાં આવી હતી મૃતક ના પરિવાર દ્વારા પોલીસઅધિકારી ને અનેકો વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ફરીયાદ નોંધવામાં આવી નથી. સૂત્રો ના જણાવ્યા અનુસાર પી આઈ દ્વારા આ કેસ ના 4 આરોપી ને પોલીસ પકડી ને પોલીસ મથકે લાવીને. છોડી દેવામા આવ્યા હતા ઓઢવ વિસ્તારમાં આમ જનતા ની માગ છે કે ઓઢવ પીઆઇ ની બદલી કરવામાં આવે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

Dantewada Naxalite Attack: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 11 જવાનો શહીદ, IED કર્યો હતો

0 0
Read Time:1 Minute, 37 Second

Dantewada Naxalite Attack: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 11 જવાનો શહીદ, IED કર્યો હતો પ્લાન્ટDantewada Naxalite Attack: છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે પણ એન્કાઉન્ટર થયું છે. આ સાથે માઓવાદીઓએ જવાનોનું એક પીક-અપ વાહન પણ ઉડાવી દીધું હતું. કેટલાક જવાનો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

રાયપુર: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓએ કરેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 જવાન શહીદ થયા છે. દંતેવાડા જિલ્લાના અરનપુર પાસે ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ના જવાનોને લઈ જતા વાહન પર IED હુમલો થયો છે. નક્સલવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હતો.રાજ્ય પોલીસ પાસેથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, ’26 એપ્રિલના રોજ દંતેવાડા જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માઓવાદી કેડરની હાજરીની માહિતી પર, DRG દળને નક્સલ વિરોધી અભિયાન માટે દંતેવાડાથી મોકલવામાં આવ્યું હતું, જે પરત ફર્યું હતું. ઓપરેશન બાદ આ દરમિયાન અરનપુર રોડ પર માઓવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઓપરેશનમાં સામેલ 10 DRG જવાન અને 1 ડ્રાઈવર શહીદ થયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %