1
0
Read Time:1 Minute, 18 Second
ગુજરાત પોસિંઘમ બનીને Reels બનાવતા પોલીસ કર્મચારીઓને મોટો ઝટકો, ગુજરાત પોલીસમાં આવ્યા નવા નિયમો લીસના કર્મચારીઓને વર્ધી પહેરીને REELS બનાવવા પર પ્રતિબંધ, ગુજરાતનાં પોલીસ જવાનો માટે નવા નિયમો.
ગુજરાત રાજ્ય પોલીસનાવડા એ પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.
પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સહિતા બહાર પાડવામાં આવી છે. અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં સમય સાથે ફેરફાર કરીને નવી આચાર સંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે. હવેથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી નહીં કરી શકે.