Categories
Amadavad

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

0 0
Read Time:2 Minute, 15 Second

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ . મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ એ આપ્યા

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ કહ્યું આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં આ ઘટના અંગે તપાસ થશે.

મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવવાની સૂચના આ બેઠકમાં આપી.

રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ તેમજ ટ્રાફિકની દેખરેખ માટેનું CCTV કેમેરા નેટવર્ક તેમજ મહાનગરોના હાઈવે પર લાઈટ પોલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પણ જરૂરી સૂચનાઓ આપી.

આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %