Categories
Amadavad

અમેરીકા અભ્યાસ કરવા માટે જરુરી GRE ની પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરનાર ગેંગના ૩ આરોપીઓની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર.

0 0
Read Time:8 Minute, 56 Second

આજથી એક અઠવાડીયા અગાઉ અત્રેના પો.સ્ટે. ખાતે ફરીયાદીની રજુઆત મળેલ કે, પોતાને અમેરીકા ખાતે અભ્યાસ કરવા જવાનુ હોય તે માટે GRE ની પરીક્ષા પાસ કરવી જરુરી હોય તેમણે ગુગલ પર સર્ચ કરતા VOICE IMMIGRATION INDIA નામની વેબસાઇટ ખુલેલ, જેમાં મો.નં.૮૪૬૦૯૪૪૭૪૪ લખેલ હોય તે નંબર પર સંપર્ક આ વ્યકિતએ રુપિયા ૭૦,૦૦૦/- માં પરીક્ષા પાસ કરાવી આપવાની વાત કરેલ અને તે પેટે રુપિયા ૧૯,૦૦૦/- એડવાન્સમાં ઓનલાઇન મેળવી લઇ પરીક્ષાનો તારીખ ટાઇમ નક્કી કરી પરીક્ષાનો એપોઇન્ટમેન્ટ લેટર મોકલેલ, જેમાં પરીક્ષાનુ સ્થળ એટ હોમ હોવા છતાં સુરતની હોટલ બાલવાસ ખાતે પરીક્ષા આપવાનુ લોકેશન મોકલી આપતા ફરીયાદીને આ ષડયંત્ર હોવાનુ જણાઇ આવતા અત્રે રજુઆત કરતા જે રજુઆત આધારે પરીક્ષા અપાવનાર ઇસમોની ટેકનિકી સોર્સ આધારે સાયબર ક્રાઇમની તપાસ ટીમ દ્વારા પરીક્ષાવાળી જગ્યા હોટલ બાલવાસ, રીંગ રોડ, સુરત ખાતે તપાસ કરતા ફરીયાદીને પરીક્ષાનુ સેટએપ ગોઠવી આપી ઓનલાઇન પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના ફૉટા પાડી લઇ વોટ્સએપથી ચંદ્રશેખર ઉર્ફે રાહુલ સર નામના વ્યકિતને મોકલી આપી તે પ્રશ્નોના જવાબો તાત્કાલીક વોટ્સએપથી મેળવી લઇ તે જવાનો ઓનલાઇન પરીક્ષામાં નિરિક્ષક જોઇ ન શકે તે રીતે લેપટોપની પાછળના ભાગે બેસી બ્લુટુથની કનેકટ કરેલ કીબોર્ડ વડે ટાઇપ કરી પરીક્ષાર્થીને ફ્કત ટાઇપીંગ કરવાની એકટીંગ કરવાનુ જણાવી એક પરીક્ષા પાસ કરાવવાના રુપિયા ૪,૦૦૦/- કમિશન મેળવતા ઇસમ મહેશ્વરા બાલાનાગેન્દ્ર ચેરલા(રેડ્ડી) રહે. આંન્ધ્રપ્રદેશ તથા ઓનલાઇન પરીક્ષામાં પુછાયેલ સવાલોના જવાબો મોકલી આપનાર ચંદ્રશેખર ઉર્ફે રાહુલ હનુમંતરાવ કરલપુડી, રહે. વડોદરા, મુળ વતન- વિજયવાડા, આંધ્રપ્રદેશ, તેમજ GRE ની પરીક્ષા પાસ કરાવી આપવાની લાલચ આપી ઓનલાઇન નાણા મેળવી લેનાર સાગર ધીરજલાલ હિરાણી રહે. મોટા વરાછા, સુરતને સુરત તેમજ વડોદરા ખાતેથી પકડી પાડી તેમની પાસેથી ગુનો કરવામાં વપરાયેલ લેપટોપ-૫, સીપીયુ-૩, મોબાઇલ-૭ સહિતના કુલ રુપિયા ૯૫,૮૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાના કામે અટ્ક કરવામાં આવેલ છે અને આરોપીઓની વધુ પુછપરછ કરતા નીચે મુજબની હકિકત જણાવેલ છે.

અટ્ક કરેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન તેઓ છેલ્લા એક વર્ષથી અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા જેવા વિવિધ દેશોમાં અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓને આપવાની થતી ઓનલાઇન પરીક્ષા TOEFL, IELTS, PTE, GRE વગેરેમાં વધુ માર્કસ લાવવા બાબતે પોતાની પાસે રહેલ લેપટોપમાં સુરત શહેરની જુદી જુદી હોટલમાં રુમ ભાડે રાખી સેટએપ ગોઠવી આપી પરીક્ષાર્થીઓને ફ્કત ટાઇપ કરવાની એકટીંગ કરવાનુ સમજાવી ઓનલાઇન પરીક્ષા લેનાર નિરિક્ષકને પરીક્ષાર્થી સિવાય અન્ય કોઇ ઇસમની હાજરી ન દેખાય તે રીતે પરીક્ષા જે લેપટોપમાં ચાલતી હોય તે લેપટોપમાં બ્લુટુથની કી-બોર્ડ અને માઉસ કનેક્ટ કરી પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના નિરિક્ષકને ખબર ન પડે તે રીતે ફોટા પાડી લઇ વોટ્સએપથી મોકલી આપી તુરતજ પ્રશ્નોના જવાનો. વોટ્સએપ માધ્યમથી મેળવી લઇ તે જવાબો બ્લુટુથથી કનેકટ કરેલ કી-બોર્ડ તથા માઉસ વડે ટાઇપ કરી પરીક્ષાર્થીને ફ્કત ટાઇપીંગ કરવાની એકટીંગ કરવાનું જણાવી પરીક્ષામાં વધુમાં વધુ માર્ક્સ આવે તે રીતે કામગીરી કરી વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી રહેલ હતા. છેલ્લા એક વર્ષમાં આરોપીઓએ આશરે ૪૦૦ થી વધારે જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા અપાવી છેતરપીંડી કરેલાનુ ધ્યાને આવેલ છે.આરોપીઓની ગુનામાં ભુમિકા :-(૧) આરોપી મહેશ્વરા બાલાનાગેન્દ્ર ચેરલા(રેડ્ડી) એ બી.એસ.સી.(બેચલર ઓફ કોમ્પ્યુટર સાયન્સ) નો પાર્ટટાઇમ અભ્યાસ ચાલુ છે અને છેલ્લ બે માસથી આંન્ધ્રપ્રદેશથી વડોદરા ખાતે આવેલ છે અને TOEFL તથા GRE ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની ફી પોતાના ગુગલ પે એકાઉન્ટમાં મેળવી જુદી જુદી હોટલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવી પોતાનો ચહેરો દેખાય નહીં તે રીતે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાના પ્રશ્નોના જવાબો ચંદ્રશેખર પાસેથી વોટ્સએપથી મેળવી લેપટોપને બ્લુટુથની કનેકટ કરી ઓનલાઇન પરીક્ષા આપી વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરે છે. એક દિવસમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવતો હતો અને એક અઠવાડીયામાં ત્રણ વાર પરીક્ષા થતી હોય તે તમામ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સેટઅપ પુરી પાડી પરીક્ષા પાસ કરાવવાનુ જણાવી એક વિદ્યાર્થી દીઠ રૂપિયા ૪,૦૦૦/- કમિશન મેળવતો હતો. (ર) આરોપીએ સાગર ધીરજલાલ હિરાણીએ બેચલર ઓફ એન્જીનીયરીંગ આઇ.ટી. સુધીનો અભ્યાસ કરેલ છે. સને૨૦૨૦ થી મોટા વરાછા ખાતે વોઇસ ઇમીગ્રેશન નામથી ઓફિસ ધરાવી સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, ડીપેન્ડન્ટવિઝાનુ કન્સલટીંગનું કામ કરે છે અને છેલ્લા એક વર્ષથી TOEFL તથા GRE ની પરીક્ષાનુ રજીસ્ટ્રેશન કરાવીપરીક્ષા પાસ કરાવી આપવાનુ કામ કરે છે. અને એક વિદ્યાર્થી દીઠ રુપિયા ૧૫,૦૦૦/- કમિશન મેળવતો હતો. છેલ્લા એક વર્ષમાં આશરે ૧૫ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવી કમિશન મેળવેલ છે. (૩) આરોપી ચંદ્રશેખર ઉર્ફે રાહુલ હનુમંતરાવ કરલપુડી એ બી.ટેક સુધીનો અભ્યાસ કરેલ છે. અને છેલ્લા ૨૦ વર્ષથી વડોદરામાં રહે છે અને છેલ્લા એક વર્ષથી વિદેશમાં અભ્યાસ અર્થે જતા પહેલા પાસ કરવાની TOEFL તથા GRE ની પરીક્ષા પાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને હોટલમાં એક્ઝામ માટેનુ સેટઅપ પુરુ પાડી ડમી માણસો રાખી પરીક્ષા પાસ કરાવી આપવાનુ કામ કરે છે. આજદિન સુધી અલગ અલગ એજન્ટો મારફતે આશરે ૪૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા અપાવી તેમની પાસેથી એક વિદ્યાર્થી દીઠ રુપિયા ૩૫,૦૦૦/- કમિશન મેળવેલ છે.કબ્જે કરેલ મુદ્દામાલ : – લેપટોપ-૫, સીપીયુ-૩, મોબાઇલ-૭ વિગેરે સહિતનો કુલ રુપિયા ૯૫,૮૭૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર અધિકારી:-(૧) પો.ઇન્સ. શ્રી બી.એમ.પટેલ, (૨) પો.સ.ઇ શ્રી એસ.બી.આચાર્ય, (૩) પો.સ.ઇ શ્રી બી.ડી.ભટ્ટ્, (૪) પો.સ.ઇ શ્રી બી.બી.સોલંકી , (૫) પો.સ.ઇ શ્રી ટી.એન.મોરડીયા . (૬) અ.હે.કો.શ્રી અજય રામચંદ્ર, (૭) અ.હે.કો.શ્રી જીતેન્દ્રસિંહ દાનુભા, (૮) અ.હે.કો.શ્રી વિશાલ રમેશભાઇ, (૯) અ.હે.કો.શ્રી નિતેષ વલ્લભભાઇ ,. (૧૦) અ.હે.કો.શ્રી વિનુસિંહ જસવંતસિંહ . (૧૧) અ.પો.કો.શ્રી સુનિલ હિરજીભાઇ , (૧૨) અ.પો.કો.શ્રી શૈલેષ વાલજીભાઇ, (૧૩) અ.પો.કો.શ્રી શૈલેષ વિહાભાઇ, (૧૪) અ.પો.કો.શ્રી અશોક લક્ષ્મણભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વિદેશી નાગરીકોને લોન આપવાના બહાને છેતરપીંડી કરનાર ઇસમોને પક્ડી પાડતી સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર

0 0
Read Time:4 Minute, 33 Second

તાજેતરમાં વિદેશી નાગરીકોને લોન આપવાના બહાના હેઠળ છેતરપીંડી કરવા બાબતના સાયબર ક્રાઇમને લગતા ગુના ખાસા પ્રમાણમાં વધવા પામેલ હોય અને સામાન્ય જનતા સાથે છેતરપીંડી કરી ઇસમો મસમોટી રકમ પડાવી લેતા હોય જેથી આવા ગુનાઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સારું સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી પ્રેમવિરસિંહ યાદવ સાહેબ તથા સાયબર ક્રાઇમના નાયબ પોલીસ કમિશનરશ્રી અજીત રાજીયન સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી જે.એમ.યાદવ સા હેબના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતા ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારુ સુચના આપતા પો.સ.ઇ શ્રી બી.ડી.ભટ્ટ નાઓ ની બાતમી હકિકત આધારે પો.ઇન્સ. શ્રી પી.વી.રાણા નાઓએ skype મારફતે અમેરીકન નાગરીકોને કોલ કરી પેડે લોન આપવા બાબતે વાતચીત કરી લોનના ઇન્સ્યોરન્સ પેટે. ક્રેડીટસ્કોર બુસ્ટ કરવા માટે, બ્લોક થયેલ એકાઉ ન્ટ અનબ્લોક કરવા માટે નાણા ભરવાનુ જણાવી અમેરી કન નાગરીકો પાસેથી CASH APP, ZELLE એપ્લીકેશન મારફતે તેમજ WALL MART DEVOLUCIÓN DE DINERO, GRE EN MONEY PACK, EBAY, TARGET ગીફટ કાર્ડની ખરીદી કરાવી કાર્ડનુ પ્રોસે સીંગ કરાવી ભારતીય ચલણમાં નાણા કન્વર્ટ કરાવી ના ણાંકિય આર્થીક ફાયદો મેળવી અમેરીકન નાગરીકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરનાર આરોપી (૧) તીર્થ યોગેશકુમાર ભટ્ટ ઉ.વ.૨૧, રહે. એફ/૧૧૦૩, આકાશ હોમ્સ, ઉજાલા સર્કલ પાસે, સરખેજ, અમ દાવાદ શહેર (૨) અમનખાન સલીમખાન બાબી, ઉ.વ.ર૧, રહે. ૭, ફિરોઝા વીલા સોસાયટી, ટી.જે.સોસાયટીની પાસે, વેજલપુર રોડ, અમદાવાદ શહેર (૩) પાર્થ રીનભાઇ, ઉ.વ.૨૧, રહે, એ/૧૦, કૈલાશ ટેનામેન્ટ, વિભાવરી સોસાય ટી પાસે, વેજલપુર, અમદાવાદ શહેરને મોબાઇલ ફોન તથા લેપટોપ સાથે પકડી પાડી ગુનો દાખલ કરાવેલ, જે ગુનાની આગળની તપાસ પોલીસ ઈન્સપેક્ટર શ્રી પી.વી. રાણા નાઓ કરી રહેલ છે. ગુનામાં આરોપીઓની ભુમિકા:-

(૧) આરોપી તીર્થ ભટ્ટ ઓનલાઇન માધ્યમા થી ગરીકોના ડેટા મેળવી પોતાના મકાનમાં તેના મિત્રો અમનખાન બાબી અને પાર્થ સોલંકી સાથે મળી મોબાઇલફોનમાં રહેલ

skype કોને કોલ કરી “ CLUB DE PRÉSTAMOS ” તરીકેની ઓળખ આપી લોન આપવાનુ કહીને લોનના ઇન્સ્ યોરન્સ પેટે નાણા ભરવાનુ કહી CASH APP, ZELLE એપ્લીકેશન મારફતે તેમજ DEVOLUCIÓN DE DINERO DE WALL MART, PAQUETE DE DINERO VERDE, EBAY, TARGET ગીફ્ટ કાર્ડની ખરીદી કરાવી કાર્ડનુ પ્રોસેસીંગ કરાવી ભારતીય ચલણમાં નાણા કન્વર્ટ કરાવી નાણા મેળવી લ ઇ છેતરપીંડી કરે છે.

આરોપી અમનખાન બાબી તીર્થ ભટ્ટ Skype એપ્લીકેશન મારફ્ત ે કોલ કરી અમેરીકન નાગરીકોને લોન લેવા માટે વિશ્ વાસ અપાવતો હતો અને કોઇ કસ્ટમર લોન લેવા તૈયાર ય જુદા જુદા ગીફ્ટ કાર્ડની ખરીદી કરાવી અગર તો બેન્ક એકાઉન્ટમાં નાણા જમા કરાવતો હતો અને આગળની પ્રોસેસ માટે પાર્થ ભટ્ટને ટ્રાન્સફર કરતો હતો.

(૩) skype એપીલી કેશન મારફ્તે કોલ કરી અમેરીકન નાગરીકોને લોન લે વા માટે વિશ્વાસ અપાવતો હતો કોઇ કસ્ટમર લોન તૈયાર થાય તો આગળની પ્રોસેસ માટે અમનખાન બાબી તરફ ટ્રાન્સફર કરતો હતો.

આ કામના આરોપીઓ પાસેથી ગુનાને અંજામ આપવા સારું -૩, મોબાઇલ ફો ન -૫, રાઉટર-૧ મળી કુલ રુપિયા ૮૭,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %