અમદાવાદ ના આંબાવાડી પાંજરાપોળ ચાર રસ્તા પાસે, થર્ડ આઇ વીઝન કોમ્પલેક્ષમાં આવેલ, વા યબલ રી-રીકોમર્સ ઇન્ડીયા પ્રા.લી. નામના શો-રૂમમાંથી એપલ કંપનીના આઇફોન મોબાઇલ ફો ન નંગ-૧૧૯ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૭૭,૩૯,૮૦૦/- ની ચો રી અંગેનો ગુજરાત યુનીવર્સીટી પોલીસ સ્ટેશન ગુ. ર.નં. ૧૧૧૯૧૦૧૭૨૩૦૦૯૯/૨૦૨૩ ઇપીકો કલમ-૪૫૭, ૩૮૦ મુજબની ફરીયાદ દાખલ થયેલ હતી.
જે ગુનામાં મોટી રકમના આઇફોન મોબાઇલની ચોરી થયેલ હોય, ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ના માર્ગદર્શન હેઠળ, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીની સુચના મુજબ પો .ઇન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ. મુરીમા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા એ.એસ.આ ઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇ તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ નાઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ.
આ દરમ્યાંન ખાનગી રાહે હકીકત મળેલ કે, “અગાઉ અસંખય ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર દરજી રહે-વડોદરા તથા અશોક ઉર્ફે અજય ડાહ્યાભાઈ મકવાણા રહે, દાણીલીમડા અમદાવાદ શહેરનો સંડોવાયેલ હોવાનુ જણાય આવેલ.
આ કામે આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન (૧) અમિત ઉર્ફે શ્યામ સન/ઓફ નવીનચંદ્ર દરજી ઉવ.૪૬ રહે, ૨ ગ્રાઉન્ડ ફલોર અદાણીયા સરસીયા તળાવ ફતેહપુરા પોસ્ટ ઓફિસની પાછળ ફતેહપુરા વડોદરા મુળ વતન કિષ્ નાપાર્ક સોસાયટી વિદ્યાડેરી રોડ જુના નાવલી ગામ રોડ બોરસદ ચોકડી પાસે આણંદ જી . આણંદ તથા (૨) અશોક ઉર્ફે અજય સન/ઓફ ડાહ્યાભાઈ મકવા ણા ઉવ.૪૪ રહે, ૫ પંચવટી સોસાયટી હેતલકુંજની બાજુમા દાણીલીમડા ગામ
દાણીલીમડા અમદાવાદ શહેરને જમાલપુર એસ.ટી. રોડ નવી ચાલી ચાર રસ્તા પાસેથી મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી એપલ કંપનીના આઇફોન મોબા ઇલ ફોન નંગ-૧૧૯ કિ.રૂ. ૯૦,૩૮,૧૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા લોખંડનુ ખાતરીયુ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ તથા થેલો-૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિ. રૂ. ૯૦,૫૮,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.