Read Time:54 Second
લોકસભાના ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે મોડી રાત્રે પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે બીજેપીના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી સ્વરૂપ આપવા માટે ગુરુવારે દિલ્હીમાં મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહ્યા. અહેવાલ મુજબ, ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા ભાજપ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.
