0
0
Read Time:50 Second
વડોદરામાં લગ્નની પાર્ટીમાં માથે દારૂની બોટલ મૂકીને ડાન્સ કરતા બૂટલેગરની પોલીસે ધરપકડ કરી વડોદરાના કિશનવાડીમાં લગ્નની પાર્ટીમાં બૂટલેગર વિશાલ કહારનો દારૂની બોટલ માથા ઉપર મુકીને ડાન્સ કરતો હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિશાલ કહારના ઘરે શનિવારે લગ્ન હોવાના કારણે ડીજે પાર્ટીમાં તે દારૂની બોટલ લઈને નાચી રહ્યો હતો. અગાઉ વિશાલ કહારની સામે પાણીગેટ પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.
Average Rating