Categories
Gandinagr

હપ્તા ખોરીને કારણે થયેલી હત્યા: ગાંધીનગરમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા.

0 0
Read Time:48 Second

હપ્તા ખોરીને કારણે થયેલી હત્યા: ગાંધીનગરમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા. ગાંધીનગરના લિહોડા ગામમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થવા મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, “આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ ભાજપના શાસનમાં હપતાખોરીના કારણે થઈ રહેલી હત્યાઓ છે.” તેમણે વધુમાં કહ્યું કે, સરકાર હપતાખોરીમાંથી બહાર નીકળે અને દારૂબંધીના કડક કાયદાનું પાલન કરાવે એવી માંગ છે. તેમણે ઉમેર્યું, આવા બનાવોના કારણે સરકારને શરમ આવવી જોઈએ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

સામાસામાજિક દુષણ સામે કડકાઈથી કામગીરી કરી રહ્યા છીએ: ગાંધીનગરમાં ઝેરી કાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી

0 0
Read Time:53 Second

સામાસામાજિક દુષણ સામે કડકાઈથી કામગીરી કરી રહ્યા છીએ: ગાંધીનગરમાં ઝેરી કાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી

: ગાંધીનગરમાં ઝેરી કાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના લિહોડા ગામમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થવા મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “રાજનીતિ નહિ સામાજિક દુષણ સામે કડકાઈ પૂર્વક કામગીરી કરી રહ્યા છીએ.” તેમણે વધુમાં કહ્યું કે, આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની તપાસ ચાલી રહી છે તેમજ FSLનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. આ મામલે અત્યાર સુધીમાં 7 કથિત બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદમાં ટ્રેન રોકવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કર્યા

0 1
Read Time:56 Second

અમદાવાદમાં ટ્રેન રોકવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કર્યા

અમદાવાદમાં 2017માં કાલુપુર રેલવે સ્ટેશન પર 20 મિનિટ સુધી ટ્રેન રોકવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કર્યા છે. જીગ્નેશ મેવાણી સહિત 31 લોકો સામે રાજ્ય સરકારની નીતિઓ વિરૂદ્ધ ટ્રેન રોકી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં એક સત્ર અદાલતે જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કરવાનો ઈન્કાર કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ :: ચાણસ્મા ખાતે જીગ્નેશ મેવાણી ની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો સભા યોજાઈ.

1 0
Read Time:3 Minute, 4 Second

પાટણ ચાણસ્મા ખાતે જીગ્નેશ મેવાણી ની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો સભા યોજાઈ…

ચાણસ્મા ખાતે આજરોજ વડગામ વિધાનસભાના

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના અધ્યક્ષ સ્થાને સંવિધાન બચાવો સભા યોજાઈ હતી.જેમાં હાઇવે ચાર રસ્તાથી જીગ્નેશ મેવાણી નું સ્વાગત કરીને બાઈક રેલી સ્વરૂપે સભા સ્થળે સભા યોજાઈ હતી…

* પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર ખાતે આજરોજ દલિત સમાજ દ્વારા આયોજિત સંવિધાન બચાવો સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડગામ વિધાન સભાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. અત્રે યોજાયેલ સભામાં સૌપ્રથમ ચાણસ્મા હાઇવે ચાર રસ્તાથી જીગ્નેશ મેવાણીનું સ્વાગત કરીને બાઈક રેલી સ્વરૂપે સરદાર ચોકે આવેલ સરદાર પટેલ ની પ્રતિમાને માલ્યાપણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ સભા સ્થળે પહોંચી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને ફુલહાર ચડાવી વંદન કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી. અત્રે યોજાયેલ સભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં સરકાર દ્વારા સંવિધાનને નષ્ટ કરવામાં આવી રહ્યું છે. તેમજ દલિત સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.જે કોઈ પણ હિસાબે સાખી લેવામાં આવશે નહીં.અત્રે યોજાયેલ સભામાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,ચાણસ્મા વિધાનસભા ધારાસભ્ય દિનેશજી ઠાકોર,સેવા દળના લાલજીભાઈ દેસાઈ, ગુજરાત RDAM કો.ઓર્ડીનેટર વકીલ સુબોધ કુમુદ, વકીલ ડૉ.મનોજ પરમાર , RDAM જીલ્લા પ્રમુખ હરગોવનભાઈ મકવાણા, ચાણસ્મા રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ના પ્રમુખ નરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ સંજયભાઈ ડોડિયા, મંત્રી જયેશભાઈ પરમાર, કંબોઈ ગ્રામ્ય પ્રમુખ નીમેશભાઈ, જીલીયા ગ્રામ્ય પ્રમુખ પરીમલભાઈ, તેમજ સમસ્ત રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ની ટીમ અને ખાસ ચાણસ્મા તાલુકાના સામજીક આગેવાનો વિઠ્ઠલભાઈ, બકુલભાઈ, વિનોદભાઇ તેમજ નામીઅનામી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હિરેનભાઈ એ ખુબજ સરસ કામગિરી કરી હતી તેમજ છેલ્લે આભારવિધિ વકીલ ભરતભાઈ ચાવડા એ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
India

જો પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનાં છે, તો હું શું ત્યાં તાળીઓ પાડીશ…?

0 0
Read Time:1 Minute, 2 Second

‘જો પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનાં છે, તો હું શું ત્યાં તાળીઓ પાડીશ…?’ જગન્નાથપુરી મઠના સ્વામી નિશ્ચલાનંદનો બળાપો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં ચારેય કોર ઉત્સવનો માહોલ છે, ત્યારે જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. “જ્યારે મોદીજી ઉદ્ઘાટન કરશે અને પ્રતિમાને સ્પર્શ કરશે, ત્યારે શું હું ત્યાં તાળીઓ વગાડીશ અને ઉલ્લાસ કરીશ? મારા પદની પણ મર્યાદા છે. રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક શાસ્ત્રો મુજબ થવો જોઈએ, આવી ઘટનામાં હું શા માટે જાઉં” – શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી, જગન્નાથપુરી મઠ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

*અયોઘ્યામાં અર્પણ અર્થે ડબગર સમાજ દ્વારા બનાવેલ ૪૫૦ કિલોના નગારા ને પુષ્પોથી થયા વધામણાં.

0 0
Read Time:1 Minute, 31 Second

( અમદાવાદ )*તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૪ ને શનિવાર ના દિવસે અમદાવાદમાં મણીનગર રેલ્વે ક્રોસિંગ પાસે સ્થિત શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ખાતે ડબગર સમાજ દ્વારા ૪૫૦ કિલો નું નગારું અયોઘ્યા શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રે અર્પણ કરવાનું હોય શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પ્રાંગણમાં નગારા ના વાગતે ગાજતે પુષ્પો થી વધામણાં કરવા વિશ્વ હિન્દુ પરુષદના હોદ્દેદારો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ મણિનગર જિલ્લા અધ્યક્ષ :- અનિલભાઈ રાજ્પુત,દક્ષેશભાઈ,મંત્રી :- કૃતિન ભાઈ યોધ, સહમંત્રી :- રમેશભાઈ ઠાકર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના સંતો મહંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો, રામ ભક્તો સહિત મહિલાઓ જોડાઈ નગારા સ્વરૂપ ડબગર સમાજ ની સનાતન લાગણી ને માન આપી નગારા ને પુષ્પો થી વધામણાં પૂજા અર્ચના કરી તેના દર્શન કરી સહુ રામ ભક્તો ને ધન્યતાની અનુભૂતિ કરી અને હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

Ahmedabad : ઓનલાઈન ફોર્ડ: આઠ હજાર રીવર્ડ લેવાના ચક્કરમાં એક લાખથી વધારે પૈસા ગુમાવ્યા

0 0
Read Time:2 Minute, 34 Second

Online frauds: OPT આપ્યા વગર બારોબાર પૈસા ઉપડી ગયા
અમદાવાદ
:
અમદાવાદમાં રહેતા વૈભવ 30- 12-2023ના દિવસે પોતાના ઘરે હતા. ત્યારે તેમના મોબાઈલમાં એક મેસસ આવ્યો હતો. આ મેસસમાં એક લીંક આપી હતી અને તેમાં 8000 રીવર્ડ લેવા માટે હતો આ લીંક ઓપન કરો. અને લીંક ઓપન કરતા જ બધી માહિતી આપતા પોતાના ખાતામાંથી કુલ 1,6,467 લાખ રૂપિયા બારોબાર ઉપડી ગયા આ જોતા વૈભવ પોલીસ ફરીયાદ નોધાવી છે.


આજ કાલ ચોરો હવે ડીજીટલ બની ગયા છે. હવે ચોર ઘરે જઈને ચોરી નથી કરતા હવે ફક્ત ઘરે બેઠા બેઠા ચોરી કરે છે. અને બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લે છે. બસ આવો બનાવ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા વૈભવ રમેશભાઈ પટેલ સાથે બન્યુ હતુ. તેમને પોતાના કામ માટે એસ.બી.આઈ.નું ક્રેડીટ કાર્ડ વાપરે છે. ત્યારે તેમના મોબાઈલમાં QP-MDMTRD એક એસએમએસ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યુ હતુ કે તમને 8000 રીવર્ડ આપવામાં આવે છે. અને રીવર્ડ લેવા માટે તમે આ www.cashpros.in લીંક આપન કરો. અને લીંક ઓપન કરતા તેમને એક અલગ અલગ કંપનીના વાઉચર પસંદ કરવાનું કહેવામાં આવ્યુ હતુ.

વાઉચર પસંદ કરવા માટે એક એપ્લિકેશન ઓપન કરવાનું કહેવામાં આવ્યુ હતુ. અને તેના અંદર તેમની તેમની માહિતી આપવાનું કહ્યુ હતુ. વૈભવે પોતાની બધી માહિતી જેમ કે ક્રેડીટ કાર્ડનો 16 આંકડાનો નંબર અને સી.વી.સી. નંબરની એક્સપાયરી ડેટ, તેમનો જન્મ તારીખ, તેમનું ઈમેલ નંબર વગેરે માહિતી ઓનલાઈન ભરી દીધી હતી. અને કેસ પોઈન્ટનામની એપ્લીકેશન ઓપન થઈ હતી.

ત્યાર બાદ તરત જ વૈભવના મોબાઈલ ઉપર ઓટીપી નંબર આવેલો તેથી તે ઓટીપી નંબર તેમને આપ્યો ન હતો. તો પણ તેમના ખાતામાંથી બે વાર પહેલી વાર 70,000 હજાર અને 36, 467 જેમ કુલ રકમ 1,06,467 લાખ રૂપિયા બારોબાર ઉપડી ગયા હતા. તે જોતા તેમના જોડે ઓનલાઈન ફોર્ડ થયુ હોવાનું જાણતા તેમને તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

તમારા બાળકને ટાંકણી, સિક્કા જેવી વસ્તુઓ મોઢામાં નાખવાની ટેવ છે ?? આ કિસ્સાઓ જરૂરથી વાંચો

1 0
Read Time:6 Minute, 40 Second

તમારા બાળકને ટાંકણી, સિક્કા જેવી વસ્તુઓ મોઢામાં નાખવાની ટેવ છે ?? આ કિસ્સાઓ જરૂરથી વાંચો

માતા-પિતા માટે ફરે એક વખત ચેતવણી સમાન કિસ્સો !

વર્ષ 2023 ના અંતિમ દિવસે બાહ્ય પદાર્થ ગળી ગયેલા બાળકને સફળતાપૂર્ણ સર્જરી કરીને ડિસ્ચાર્જ કરાયો*……………..*દસ મહિનાનો પ્રિન્સ સોયાબીનની સીંગ ગળી ગયો, જે ફેફસામાં ફસાઇ એટલે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ – સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જરી દ્વારા તેને પુર્વવત કર્યો*……………..*2 બર્ષનો યુસુફ સોંય ગળી ગયો , આ કિસ્સામાં સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોના અનુભવ અને સતત મોનીટરીંગ, માતા-પિતાના ધીરજ અને દર્દીના સહકાર થી વિના સર્જરીએ જ મળમાર્ગે આ સોંય કાઢવામાં સફળતા મળી* ………………*સિક્કા, ટાંકણી, સેલ, રમકડાનો એલ.ઇ.ડી. બલ્બ, ફિનાઇલ જેવા પદાર્થોને બાળકોની પહોંચથી દૂર રાખવાનો અનુરોધ કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

…………….અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત રાજ્યના માતા-પિતાઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાથી રાજ્યના માતા-પિતાએ પોતાના બાળકોની ચિંતા કરવાની ખૂબ જ જરૂર છે. પ્રિન્સ ખાંટના માત્ર 10 મહિનાનું બાળક કે જે અરવલ્લી જીલ્લાના શંભુ ખાંટનું એક માત્ર બાળક છે , થોડા દિવસ પહેંલા સોયાબિનની સીંગ ગળી ગયું. જેના પરીણાણે 28 ડિસેમ્બરના રોજ તેને એકા-એક શ્વાસ લેવમાં ખૂબ જ સમસ્યા ઉભી થવા લાગી.માતા-પિતાને આ સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા તેઓ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકને લઇને દોડી આવ્યા.પરંતુ આ સમસ્યા અત્યંત ગંભીર હોવાથી ઓક્સિજન સપોર્ટની સાથે નિષ્ણાંત બાળરોગ સર્જરી તબીબોની જરૂરિયાત આ કેસમાં ત્યાના તબીબોને જણાઇ આવી.

જેથી તેઓએ બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા. 29 મી ડિસેમ્બરના રોજ બપોરે 1 વાગે આ બાળક પ્રિન્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યુ.સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યાના માત્ર બે કલાકની અંદર જ તેના એક્સ-રેના આધારે ઇમરજન્સી બ્રોન્કોસ્કોપી કરીને ડાબા ફેફસામાં ફસાયેલા સોયાબીનના દાણાને દૂર કરવામાં આવ્યા. સર્જરી અત્યંત જટીલ હતી પરંતુ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે છેલ્લા બે વર્ષમાં અંદાજીત 51 જેટલા આવા બાળકોની બાહ્ય પદાર્થ ગળી જવાની સર્જરી કરી છે. આ બહોળા અનુભવના પરિણામે અને પ્રિન્સની માતા-પિતાની સતર્કતા થી માત્ર બે કલાકમાં જ આ બાળકની સર્જરી કરીને આ સોયાબીનનો દાણો કાઢવામાં સફળતા મળી. અને હવે બાળક પુન: પહેલાની માફક જ શ્વાસ લઇ શકે છે. આવો જ એક અન્ય કિસ્સો સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં જ બન્યો. જેમાં 2 વર્ષનો યુસુફ નામનો બાળક કે જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે તે ટાંકણી ગળી ગયો હતો. આમ જોવા જઇએ તો યુસુફ ના પિતા મોહંમદ કૌસર શેખ વ્યવસાયે દરજી છે , એક દિવસ આ બે વર્ષનો યુસુફ ઇશારા કરીને તેની માતાને કહી રહ્યો હતો કે તે કંઇક ગળી ગયો છે, જેથી તેને પણ શરીરમાં સમસ્યાઓ ઉભી થતા માતા-પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને દોડી આવ્યા હતા. આ કિસ્સામાં જ્યારે સી.ટી. સ્કેન કરવામાં આવ્યુ હતુ ત્યારે કોઇ બાહ્ય પદાર્થ બાળક ગળી ગયું છે જે મેટલનું છે તેવું સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું હતુ. પરંતુ આ કિસ્સામાં મહત્વની બાબત એ બની રહી કે, તબીબોના અનુભવના પરિણામે જ્યારે આ બાહ્ય પદાર્થના ચોક્કસ સ્થાનની ખબર પડી ત્યારે તબીબોના મોનટરીંગ હેઠળ તેને મળ માર્ગે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો . માતા-પિતા ના ધીરજ , બાળકના સહકાર અને તબીબોના અનુભવના લાભ થી યુસુફ ને કોઇપણ જાતની સર્જરી કર્યા વિના જ આ મોટા આકારની સોય મળમાર્ગે કાઢવામાં સફળતા મળી.સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, આ બંને કિસ્સા જોઇને માતા-પિતાએ ચેતવાની જરૂર છે. બાહ્ય પદાર્થ ગળી જતા ઘણાં કિસ્સામાં સર્જરી વિના પણ અનુભવ અને ધીરજના પરિણામે તબીબોના સતત મોનીટરીંગ દ્વારા પણ બાહ્ય પદાર્થ મળ માર્ગે અથવા મ્હોં ના માધ્યમથી દૂર કરી શકાય છે. પરંતુ જો આવો પદાર્થ ગળી ગયા બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ જણાય અને એ પદાર્થ નળીમાં ફસાઇ ગયું હોય તો ચોક્કસ પણે સર્જરી કરીને જ આ સમસ્યા દૂર કરી શકાય છે જે પ્રિન્સના કિસ્સામાં બન્યું છે.

અમારા બાળ રોગ સર્જરી વિભાગના તબીબો અને ક્રિટીકલ એનેસ્થેટિસ્ટ ડૉ. ભાવના રાવલ અને ડૉ. નમ્રતા ની કોઠાસુઝ થી આ સર્જરી સફળતાપૂર્વક પાર પડી.ડૉ. જોષીએ ફરી એક વખત નાની ઉમરના બાળકોથી સિક્કા, ટાંકણી, સેલ, રમકડાનો એલ.ઇ.ડી. બલ્બ, ફિનાઇલ જેવા પદાર્થોને દૂર રાખવાનો અનુરોધ કર્યો છે. ……………………………………

.-અમિતસિંહ ચૌહાણ

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %