Categories
Amadavad

Ahmedabad : ઓનલાઈન ફોર્ડ: આઠ હજાર રીવર્ડ લેવાના ચક્કરમાં એક લાખથી વધારે પૈસા ગુમાવ્યા

Views: 31
0 0

Read Time:2 Minute, 34 Second

Online frauds: OPT આપ્યા વગર બારોબાર પૈસા ઉપડી ગયા
અમદાવાદ
:
અમદાવાદમાં રહેતા વૈભવ 30- 12-2023ના દિવસે પોતાના ઘરે હતા. ત્યારે તેમના મોબાઈલમાં એક મેસસ આવ્યો હતો. આ મેસસમાં એક લીંક આપી હતી અને તેમાં 8000 રીવર્ડ લેવા માટે હતો આ લીંક ઓપન કરો. અને લીંક ઓપન કરતા જ બધી માહિતી આપતા પોતાના ખાતામાંથી કુલ 1,6,467 લાખ રૂપિયા બારોબાર ઉપડી ગયા આ જોતા વૈભવ પોલીસ ફરીયાદ નોધાવી છે.


આજ કાલ ચોરો હવે ડીજીટલ બની ગયા છે. હવે ચોર ઘરે જઈને ચોરી નથી કરતા હવે ફક્ત ઘરે બેઠા બેઠા ચોરી કરે છે. અને બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લે છે. બસ આવો બનાવ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા વૈભવ રમેશભાઈ પટેલ સાથે બન્યુ હતુ. તેમને પોતાના કામ માટે એસ.બી.આઈ.નું ક્રેડીટ કાર્ડ વાપરે છે. ત્યારે તેમના મોબાઈલમાં QP-MDMTRD એક એસએમએસ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યુ હતુ કે તમને 8000 રીવર્ડ આપવામાં આવે છે. અને રીવર્ડ લેવા માટે તમે આ www.cashpros.in લીંક આપન કરો. અને લીંક ઓપન કરતા તેમને એક અલગ અલગ કંપનીના વાઉચર પસંદ કરવાનું કહેવામાં આવ્યુ હતુ.

વાઉચર પસંદ કરવા માટે એક એપ્લિકેશન ઓપન કરવાનું કહેવામાં આવ્યુ હતુ. અને તેના અંદર તેમની તેમની માહિતી આપવાનું કહ્યુ હતુ. વૈભવે પોતાની બધી માહિતી જેમ કે ક્રેડીટ કાર્ડનો 16 આંકડાનો નંબર અને સી.વી.સી. નંબરની એક્સપાયરી ડેટ, તેમનો જન્મ તારીખ, તેમનું ઈમેલ નંબર વગેરે માહિતી ઓનલાઈન ભરી દીધી હતી. અને કેસ પોઈન્ટનામની એપ્લીકેશન ઓપન થઈ હતી.

ત્યાર બાદ તરત જ વૈભવના મોબાઈલ ઉપર ઓટીપી નંબર આવેલો તેથી તે ઓટીપી નંબર તેમને આપ્યો ન હતો. તો પણ તેમના ખાતામાંથી બે વાર પહેલી વાર 70,000 હજાર અને 36, 467 જેમ કુલ રકમ 1,06,467 લાખ રૂપિયા બારોબાર ઉપડી ગયા હતા. તે જોતા તેમના જોડે ઓનલાઈન ફોર્ડ થયુ હોવાનું જાણતા તેમને તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *