Categories
Surat

સુરતમાં માતાએ પોતાની 2 વર્ષીય અને 11 માસની 2 દીકરીઓને ઝેર પાઈ ગળાફાંસો ખાધો, ત્રણેયના મોત

0 0
Read Time:46 Second

સુરતમાં માતાએ પોતાની 2 વર્ષીય અને 11 માસની 2 દીકરીઓને ઝેર પાઈ ગળાફાંસો ખાધો, ત્રણેયના મોત સુરતના કામરેજના હલદરૂ ગામમાં અનન્યા મિશ્રાએ પોતાની 2 વર્ષીય અને 11 માસની 2 દીકરીઓને ઝેર પાઈ પોતે પણ પંખા સાથે ગળાફાંસો ખાઈ લેતા ત્રણેયના મોત થયા છે. અનન્યાની માતા મંજુ પાઠકે કહ્યું, “સાસરીવાળા દહેજ માટે હેરાન કરતા હતા.” પીઆઈ ઓ.કે. જાડેજાએ કહ્યું, “અનન્યા મિશ્રાનો ગઈકાલે તેના પતિ સાથે ઘરકંકાસ થતા આ પગલું ભર્યું છે. હાલ આ અંગે તપાસ શરૂ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Surat

કરજણમાં વિવિધ 5 રોડની કામગીરી માટે ગુજરાત સરકારે ₹18.06 કરોડ ફાળવ્યાં

0 0
Read Time:49 Second

કરજણમાં વિવિધ 5 રોડની કામગીરી માટે ગુજરાત સરકારે ₹18.06 કરોડ ફાળવ્યાં

કરજણ તાલુકામાં 5 રોડની કામગીરી માટે ગુજરાત સરકારે ₹18.06 કરોડની ફાળવણી કરતા ધારાસભ્ય અક્ષય પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. કરજણના કોલીયાથી સારીંગ રોડ માટે ₹3.65 કરોડ, અભરાથી સમ્ભોઇ રોડ માટે ₹3.80 કરોડ અને અટાલીથી ચોરંદા રોડ માટે ₹3.65 કરોડ ફાળવાયા છે. દેરોલીથી સામરી રોડ માટે 2.00 કરોડ, પાંગલવાડા રંગાઈ ખાડીના સ્ટ્રક્ચર માટે 5.50 કરોડની ફાળવણી કરાઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Surat

સુરતમાં મોડલિંગ કરતી 28 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો, કારણ અકબંધ

0 0
Read Time:49 Second

સુરતમાં મોડલિંગ કરતી 28 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો, કારણ અકબંધ સુરતના વેસુમાં મોડલિંગ કરતી અને મૂળ રાજસ્થાનની 28 વર્ષીય તાન્યા ભવાનીસિંગે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે, જોકે યુવતીના આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વેસુની હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં પોતાના ઘરે 28 વર્ષીય તાન્યા ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત જોવા મળતા પરિવારે પોલીસને જાણ કરી હતી. વેસુ પોલીસે તાન્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Surat

સુરતમાં શખ્સે પોતાની 50 વર્ષીય લિવ ઈન પાર્ટનરને જીવતી સળગાવીને હત્યા કરી, આરોપીની ધરપકડ

0 0
Read Time:48 Second

સુરતમાં શખ્સે પોતાની 50 વર્ષીય લિવ ઈન પાર્ટનરને જીવતી સળગાવીને હત્યા કરી, આરોપીની ધરપકડ

સુરતના કતારગામ વિસ્તારમાં શંભુ નામના શખ્સે તેની સાથે લિવ ઈનમાં રહેતી 50 વર્ષીય પરિણીતાને રાત્રીના સમયે પેટ્રોલ છાંટી સળગાવી દેતા તેનું મોત થયું છે. એસીપી એલ.બી. ઝાલાએ કહ્યું, “2 દિવસ પહેલા પરિણીતાના કોઈ અન્ય સાથે આડા સંબંધ હોવાની આશંકામાં ઝઘડો થતા ઉશ્કેરાઈને આરોપીએ આ પગલું ભરી લીધું હોવાની શંકા છે.” પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Surat

સુરત પોલીસે સાઇબર ક્રાઇમ રોકવા એઆઈ ચેટબોટ ‘સુરત સાઇબર મિત્ર’ લોન્ચ કર્યું

0 0
Read Time:46 Second

સુરત પોલીસે સાઇબર ક્રાઇમ રોકવા એઆઈ ચેટબોટ ‘સુરત સાઇબર મિત્ર’ લોન્ચ કર્યું સુરત પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમને રોકવા માટે એઆઈ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ સુરત સાઇબર મિત્ર રાખવામાં લઈ છે. સુરત સાઇબર ક્રાઇમના એસીપી એપી ગોહિલે કહ્યું, “ભારતમાંથી કોઈ પણ વ્યક્તિ ચેટબોટથી કનેક્ટ થઇ શકશે. Hi લખીને વોટ્સએપ નંબર 93285-23417 પર સેન્ડ કરવું પડશે. કોઇ સાઇબર ફ્રોડમાં ફસાઇ જાય તો આ યૂઝર્સને કમ્પ્લેન રજીસ્ટ્રેશન પ્રોસેસને લઈને ગાઇડ કરશે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Surat

સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાનો મામલો, સુરતના વેસુ પોલીસ મથકના PI રાવલને સસ્પેન્ડ કરાયા

0 0
Read Time:53 Second

સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાનો મામલો, સુરતના વેસુ પોલીસ મથકના PI રાવલને સસ્પેન્ડ કરાયા ,સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવનારા બિલ્ડર તુષાર શાહની વેસુ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવાના મામલામાં સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે વેસુ પોલીસ મથકના PI આર.વાય. રાવલને સસ્પેન્ડ કર્યા છે. સુપ્રીમ કોર્ટના આગોતરા જામીનના આદેશનો અનાદર કરાયો હોવાનું જણાવી તુષાર શાહે પોલીસ પર ગેરકાયદે રિમાન્ડ અને ટોર્ચર કર્યાનો આક્ષેપ કર્યો હતો. હાલ PI ડીયુ બારડને વેસુ પોલીસ મથકનો ચાર્જ સોંપાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Surat

ગુજરાત એ ટી.એસ., એન સી બી દિલ્હી તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેરના સંયુક્તઓપરેશનમાં અંદાજિત રૂ. ૨૧૪.૬ર કરોડના ૩૦.૬૬ કિલો હેરોઈનનો જથ્થો જપ્તતથા એક નાઈજીરીયન ઈસમની ધરપકડ

1 0
Read Time:6 Minute, 38 Second

ગુજરાત એ ટી.એસ., એન સી બી દિલ્હી તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેરના સંયુક્તઓપરેશનમાં અંદાજિત રૂ. ૨૧૪.૬ર કરોડના ૩૦.૬૬ કિલો હેરોઈનનો જથ્થો જપ્તતથા એક નાઈજીરીયન ઈસમની ધરપકડ

ગુજરાત એ.ટી.એસ.ના ડી.આઇ.જી. શ્રી દીપન ભદ્રનનાઓને એ.સી.પી. ક્રાઇમ બ્રાંચ, સુરત શહેર શ્રી ભાવેશ પી રોજીયાનાઓ તરફથી ગુપ્ત બાતમી મળેલ કે. પાકિસ્તાન કરાંચીના ડ્રગ્સ માફીયા હાજી અનવરનાએ હેરોઇનનો માલ બોટ મારફતે ગુજરાતના દરીયા કિનારે ઉતારેલ છે અને આ હેરોઇનનો જથ્થો જાફર નામના ઈસમે રાજકોટથી જામનગર તરફ જવાના રોડ ઉપર આવેલ ખંઢેરી સ્ટેડિયમના સામેના ભાગે આવેલ શ્રીજી ગૌશાળાથી ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે ઝાડી ઝાંખરામાં સંતાડેલ છે અને આ હેરોઇનનો માલ બબલુ નામનો માણસ વાહનમાં ભરી તેની દિલ્હી ખાતે કોઇ નાઇજીરીયનને ડીલીવરી કરનારો છે.જે બાતમી હકીકત આધારે એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી દીપન ભદ્રા તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષકશ્રી સુનીલ જોશી નાઓના માર્ગદર્શન હેઠળ, એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાણ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એલ.ચૌધરીનાઓના નેતૃત્વ હેઠળ, પો.ઈન્સ, શ્રી વી.બી. પટેલ, શ્રી જે.પી રોજીયા, શ્રી બી.એય, કોરોટ તથા, વા પો.ઇન્સ શ્રી મનન ઓઝા, પો.સ.ઇ શ્રી અજય ચૌધરી, શ્રી કે.બી.દેસાઇ, શ્રી બી.ડી.વાઘેલા, શ્રી વાય.જી,ગુર્જર તથા શ્રી આર.આર.રાઠૌર તથા વા પો.સ.ઇ શ્રી દિપ્તેશ ચૌધરી અને પોલીસ સ્ટાકની ટીમ રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામ ખાતે રવાના કરવામાં આવેલ,તા.૧૦/૦૫/૨૦૨૩ના રોજ ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યા ખાતે સર્ચ ઓપરેશનહાથ ધરવામાં આવેલ, જે દરમ્યાન શ્રીજી ગૌશાળાથી ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસેઆવેલ ચેક ડેમની પાળી પાસે એક શંકાસ્પદ સફેદ મીણીયાનો મોટો કોથળો મળી આવેલ. જેથીસ્થળ ઉપર સ્વતંત્ર પંચોની હાજરીમાં આ મળી આવેલ શંકાસ્પદ થેલાની તપાસ કરતા તેમાંથીત્રણ મીણીયાના નાના થેલા મળી આવેલ, જેમાં કુલ ૩૧ પ્લાસ્ટીકના પેકેટ્સ મળી આવેલ, આ પ્લાસ્ટીકના પેકેટ્સમ પાઉડર જેવો શંકાસ્પદ પદાર્થ હોવાનું જણાતા તેનુ સ્થળ ઉપર નાર્કોટિક્સ ડ્રગ્સ ડીટેક્ટશન કિટની મદદથી પ્રાથમિક પરીક્ષણ કરતા મળી આવેલ શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ખુલવા પામેલ. આમ, કુલ ૩૧ પ્લાસ્ટીકના પેકેટ્સમાં ભરેલ ૩૦.૬૬ કિલો હેરોઈન, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિ ૩ ૨૧૪.૬૨ કરોડની થાય છે. જે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ પરવામાં આવેલ છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ હેરોઈનના જથ્થાની ડીલીવરી ઓકોયે નામના નાઈજીરીયન ઈસમને C 6H, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે થનાર હોઈ ગુજરાત એ.ટી.એસ. અને ક્રાઈમ બ્રાંચ સુરત શહેરની એક સંયુક્ત ટીમ દિલ્હી ખાતે રવાના કરવામાં આવેલ. ત્યારબાદ ગુજરાત એ.ટી.એસ., ક્રાઈમ બ્રાંચ સુરત શહેર તથા એન સી.બી, દિલ્હીની સંયુક્ત ટીમ દ્વારા C 65, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઓકોર્યને શોધી કાઢવામાં આવેલઉપરોક્ત મકાન ખાતે સર્ચ દરમ્યાન પાસપોર્ટના કેટલાક ડોક્યુમેન્ટસની ઝેરોક્ષ મળી આવેલ છે, જેની ખરાઈ કરતા તે ખોટા હોવાનું જાણવા મળેલ છે તેમજ ઓકોર્ટોનું ખરૂં નામ EKWUNIT MARCY WOG, SO OKAFOR NWOGO AA 28 વર્ષ તથા કાયમી સરનામું લાગોસ સીટી, ઓસોડી, 21 સ્ટ્રીટ, બેલે, નાઈજીરીયાનું છે. હાલમાં તે C 6B, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઓકોર્ટો નામની ખોટી ઓળખ આપી ભાડેથી રહે છે. આ ઉપરાંત સર્ચ દરમ્યાન ઓકોર્ટો પાસેથી મોબાઈલ ફોન મળી આવેલ છે. જેની તપાસ કરતા જાણવા મળેલ છે કે તે પાકિસ્તાની હેન્ડલર સાથે સંપર્કમાં છે.આ અંગે પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ છે કે, Oye b EKW.NIF MARCY ઓગસ્ટ ૨૦૨૨ થી ખોટી ઓળખ આધારે ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઉપરોક્ત સરનામાં ઉપર ભાડેથી રહે છે અને નાર્કો ટ્રાફીકીંગના ધંધામાં સંડોવાયેલ છે. kye તો ENWUNIFE MARYનાએ આ જ કામ માટે પકડાયાના બે દિવસ અગાઉ અન્ય એક જગ્યાએ મકાન ભાડેથી રાખેલ હોવાનું ખૂલવા પામેલ છે, જે મકાનમાં તે માદક પદાર્થોની ડીલીવરી મેળવી તેનો સંગ્રહ કરી બાદમાં તેનું વેચાણ કરનાર હતો,આ સંદર્ભે એ.ટી.એસ. ખાતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપી Dove & EKWUIFF MARCY આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતો, તેણે હેરોઈન તથા અન્ય માદક પદાર્થ આ અગાઉ કઈ-કઈ જગ્યાએ તથા કોંને વેચાણ કરેલ અને એ માટે તેને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુમાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %