Categories
Gandinagr

હપ્તા ખોરીને કારણે થયેલી હત્યા: ગાંધીનગરમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા.

0 0
Read Time:48 Second

હપ્તા ખોરીને કારણે થયેલી હત્યા: ગાંધીનગરમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા. ગાંધીનગરના લિહોડા ગામમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થવા મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, “આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ ભાજપના શાસનમાં હપતાખોરીના કારણે થઈ રહેલી હત્યાઓ છે.” તેમણે વધુમાં કહ્યું કે, સરકાર હપતાખોરીમાંથી બહાર નીકળે અને દારૂબંધીના કડક કાયદાનું પાલન કરાવે એવી માંગ છે. તેમણે ઉમેર્યું, આવા બનાવોના કારણે સરકારને શરમ આવવી જોઈએ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

સામાસામાજિક દુષણ સામે કડકાઈથી કામગીરી કરી રહ્યા છીએ: ગાંધીનગરમાં ઝેરી કાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી

0 0
Read Time:53 Second

સામાસામાજિક દુષણ સામે કડકાઈથી કામગીરી કરી રહ્યા છીએ: ગાંધીનગરમાં ઝેરી કાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી

: ગાંધીનગરમાં ઝેરી કાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના લિહોડા ગામમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થવા મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “રાજનીતિ નહિ સામાજિક દુષણ સામે કડકાઈ પૂર્વક કામગીરી કરી રહ્યા છીએ.” તેમણે વધુમાં કહ્યું કે, આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની તપાસ ચાલી રહી છે તેમજ FSLનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. આ મામલે અત્યાર સુધીમાં 7 કથિત બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ભારતમાં કોરોનાની એન્ટ્રી ફરી થઈ રહી છે.આ જોતા ગુજરાતમાં પણ બે મહિલાને કોરોના થયો છે.

0 0
Read Time:2 Minute, 25 Second

અમદાવાદ રાહુલ દેસાઈ રિપોર્ટર

ભારતમાં કોરોનાની એન્ટ્રી ફરી થઈ રહી છે.આ જોતા ગુજરાતમાં પણ બે મહિલાને કોરોના થયો છે. તે મહિલા હાલમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવાસે ગઈ હોવાથી તેમને કોરોના થયો છે. હાલ આ બે મહિલાને ડોક્ટરોની દેખરેખ નજર રાખવામાં આવ્યા છે.ભારતમાં હાલ નવા કોરોનાની અેન્ટ્રી થઈ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસો નોધાયા છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આ જોતો ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ગાંધીનગરમાં રહેતી બે મહિલા દક્ષિણ ભારતમાં પ્રવાસે ગઈ હતી. ત્યારે તેમને કોરોનાનો ચેપ થયો હતો. અા બે મહિલાની ઉમર એક મહિલાની ઉમર 57 અને બીજી મહિલાની ઉંમર 59 છે. આ બે મહિલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં અાવ્યા છે. ગુજરાત આરોગ્ય તંત્ર દોડધામ મચી ગઈ છે. જ્યારથી ગાંધીનગરમાં બે મહિલાના નવા કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે. ત્યારથી જ ગુજરાત સરકારનું આરોગ્ય ખાતુ સંતર્ક થઈ ગયુ છે. અને જ્યારે આ બે મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટીવ અાવ્યો છે. બે મહિલાઓને આઈસોલેટ કરી તેમની સારવાર કરવામાં આવી છે. કર્ણાટકમાં કોરોનાના નવા કેસ વધતા ત્યાની સરકારે માસ્ક ફજીયાત કરી દેવામાં આવ્યા છે. અને જાહેર જનતાને ભીડ ભાડવાળી જગ્યામાં નહી જવાનું કહેવામાં આવ્યુ છે. અને કર્ણાટકની સરકારે નવા વાઈરસ લઈને ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તેમના પર સખત નજર રાખી રહી છે.સિગાપુરમાં હાલમાં નવા કેસો 56 હજારથી વધારે કેસો નોંધાયા છે. ત્યાની સરકારે એક એડવાઈઝરી જાહેર કરવામાં અાવી છે. તેમના મત અનુસાર 3 થી 9 ડિસેમ્બરમાં 56 હજારથીવ ધુ કેસો નોંધાયા છે. જ્યારે 3 ડિસેમ્બર પહેલા 32 હજારના કેસો હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Gandinagr

ગાંધીનગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોના સાયલેન્સર ચોરીના ૪ ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ

0 0
Read Time:2 Minute, 1 Second

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઇ. જે.આર.બલાત તથા એ.એસ.આઇ. ભગવાનભાઇ મસાભાઇ, એ.એસ.આઇ. કિરીટસિંહ હરીસિંહ દ્વારા સાયલેન્સર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહમદ જરફાન ઉર્ફે જકવાન ઉર્ફે જરાર સન/ઓફ મોહમદ ઇખલાક શેખ, ઉ.વ.૨૪, રહે. ૫૭૫/૩૪, હાજીનુડેલુ, સારંગરપુર પુલ ની નીચે, કાલુપુર અમદાવાદ શહેર મુળ વતન- ગામ શેરપુરા પેટલાદ, તા.પેટલાદ,જી.આણંદને અમદાવાદ શહેર જે.પી.ચોક ગુજરાત પ્રેસ પાસે ચા ની કિટલી પરથી ઝડપી લીધેલ છે.આરોપી ગાંધીનગર જીલ્લાના ડીંગુચા, કોઠા, રાંચરડા તથા કલોલ શહેર વિસ્તારમાં ઇકો ગાડીના સાયલેન્સરની ચોરીઓ કરેલ હોય. જે સબંધે ગાંધીનગર જીલ્લામા નીચે મુજબના પોલીસ સ્ટેશનોમા ગુન્હાઓ દાખલ થયેલ હોય, જે ગુન્હાઓમાં પોતે નાસતો ફરતો રહેલ છે. જેથી આરોપીની વધુ તપાસ અર્થે કલોલ સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

શોધાયેલ ગુન્હા ની વિગત:

(૧) સાંતેજ પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૫૨૨૦૫૫૩/૨૦૨૨ ધી ઇ.પી.કો. કલમ ૩૭૯

(૨) કલોલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૨૨૨૦૬૦૨/૨૦૧૨ ધી ઇ.પી.કો. કલમ ૩૭૯

(૩) કલોલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૨૨૨૦૬૦૦/૨૦૨૨ ધી ઇ.પી.કો. કલમ ૩૭૯

(૪) કલોલ સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૪૨૨૦૫૯૦/૨૦૨૨ ધી ઇ.પી.કો. કલમ ૩૭૯આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-આરોપી વિરૂધ્ધ સને-૨૦૧૬ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુન્હો દાખલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr Kalol

કલોલ પૂર્વ વિભાગ એટલે ઉભરાતી ગટરો નું સામ્રાજ્ય, નાગરીકોના અયોગ્ય ઉપર લટકતી તલવાર

0 0
Read Time:2 Minute, 45 Second

કલોલ પૂર્વ વિભાગ એટલે ઉભરાતી ગટરો નું સામ્રાજ્ય, નાગરીકોના અયોગ્ય ઉપર લટકતી તલવાર,વર્ષ ૨૦૨૧ જુલાઈ માં ચૂંટાયેલા પ્રતિનિધિ મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ . કુંજ મકવાણા દ્વારા ત્રણ ત્રણ વાર લેખિત અરજી આપી હોવા છતાં નગરપાલિકા ની ઘોર બેદરકારી થી સાત લોકોએ કોલેરાગ્રસ્ત થઈ જીવ ગુમાવ્યા હતા. વર્ષ ૨૦૨૨ ફેબ્રુઆરીમાં ફરી થી કોલેરા ફાટી નીકળતા એક નવ માસના માસુમ બાળક ની સાથે અન્ય એક એમ કુલ બે લોકોએ જીવ ગુમાવ્યા બાદ કલોલ નગરપાલિકા જાગી હતીઆજે હાલ ચાલુ વર્ષ ૨૦૨૩ માં વોર્ડ નંબર છ (મુસ્લિમ વિસ્તાર) માં કોલેરા ફાટી નીકળ્યો છે. એવામાં કલોલ પૂર્વ વિસ્તાર માં વાલ્મીકિ વસાહત,અંકિત સો. બાજુ, આરોગ્ય સંકુલની બાજુમાં, પ્લોટ વિસ્તાર, ચંદ્રલોક, વગોસણા પરા, મજૂર હાઉસીંગ છાપરા જેવા વિસ્તારોમાં હજુ પણ વારંવાર ગટરો ઉભરાઈ, ગંદા પાણી ભરાઈ રોગચાળો ફાટી નીકળવાની પરિસ્થિતી સર્જાઇ રહી છે. વારંવાર નગરપાલિકા, ધારાસભ્ય, આરોગ્ય વિભાગમાં લેખિત, મૌખિક રજૂઆતો કરવા છતાં પૂર્વ વિભાગ માટે ભેદભાવ વાળું વર્તન ચાલતું આવ્યું છે.

વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા, આજે તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૩ માં રોજ (બહુજન મુક્તિ પાર્ટી) વોર્ડ નંબર ૧૧ ના કાઉન્સિલર ડૉ. કુંજ મકવાણા અને સમસ્યાગ્રસ્ત સ્થાનિકો દ્વારા બંધારણીય રીતે નગરપાલિકા જવાનું આયોજન કરેલ. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ની વાત સાંભળી પ્રજાને હકક અધિકાર આપવા ના બદલે આવેલા અરજદારો માટે પી. સી. આર. વાન સાથે પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાં ડૉ. કુંજ મકવાણા એ જણાવ્યું હતું કે અમે કોઈ ગેરબંધારણીય કે ગેરકાનૂની પ્રવૃત્તિ નથી કરતા, શું હકક અધિકાર માંગનાર ને આ રીતે દબાવવા નો પ્રયાસ યોગ્ય છે. જે બાબતે નગરપાલિકાને તાત્કાલિક કલોલ પૂર્વની તમામ ઉભરાતી ગટરોનું નિવારણ લાવવા આવેદનપત્ર પાઠવી રજુઆત કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : ₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ

0 0
Read Time:5 Minute, 16 Second

ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય :

₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ
…………………
PMJAY – મા યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયનો આજથી પ્રારંભ
…………..
બજાજ વીમા કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની શુભેચ્છા મુલાકાત કરી
…………..
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી વિધિવત રીતે ₹. ૧૦ લાખની વીમા સહાયનો આજે પ્રારંભ કરાવ્યો


…………….
₹.૧૦ લાખની વીમા સહાય થી ટ્રાન્સપ્લાન્ટ , ઇમ્પાન્ટ અને અત્યંત ખર્ચાળ સર્જરીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
……………….
આયુષ્માન કાર્ડ ધારકોના પરિવારજનોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
****
આજે તારીખ ૧૧ જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ. ૧૦ લાખ થઇ છે.


આજે બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,કમિશ્નર શ્રી શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. ૧૦ લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.
રૂ. ૧૦ લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.
બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ(Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭ સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ એમ્પેનલ છે.
આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.૨ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૧૪ મા આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્મમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. ૩ લાખ કરવામાં આવી.
નરેન્દ્રભાઇ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ ૨૦૧૮ મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.૫ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે રૂ. ૧૦ લાખની થઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

વકીલ મિત્રો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

0 0
Read Time:1 Minute, 6 Second

વકીલ મિત્રો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પૂર્વ ચેરમેન તથા લીગલ સેલ કન્વીનર શ્રી જે. જે પટેલ સાહેબ ના નેતૃત્વ માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ ની ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમના દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને વેલ્ફેર ફંડ માં રૂપિયા 5કરોડ ફાળવ્યા તે બદલ તેઓશ્રી નો તમામ વકીલ પરિવારે તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પૂર્વ ચેરમેન ભરત ભગતે આભાર વ્યક્ત કર્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr Kalol

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના કોન્વે માં કાળા કલરની બ્લેક ફિલ્મની નંબર પ્લેટ વગરની મહેદા કંપનીની ઠાર ગાડી ગુસી…

0 0
Read Time:2 Minute, 11 Second

તા.૦૪/૦૭/૨૦ આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના બંદોબસ્તમાં છત્રાલ જી.આઈ.ડી.સી ની સામે આવેલ મહેસાણા થી અ મદાવાદ જતા હાઈવે રોડના કટ ઉપર બંદોબતમાં ફરજ ઉપર કલોલ તાલુકા પોલીસ પોઈન્ટ ઉપર હાજર હતા દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના કોન્વે સાથે આશર કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે કલોલ તાલુકા પોલીસ ના પોઈન્ટ ઉપરથી કોન્વે પસાર થતો હતો

તે વખતે મુખ્યમંત્રી ના કોન્વેમાં પાછળના ભાગે એક કાળા કલરની બ્લેક ફિલ્મની નંબર પ્લેટ વગરની મહેદા કંપનીની ઠાર ગાડી કૉન્વેમાં જતી હતી કલોલ તાલુકા પોલીસ એ તેને ઈશારો કરી સાઇડમાં આવવા જણાવતા રોકેલ નહી અને પોતાની ગાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના વી.વી.આઈ.પી. કાફલામાં જવા દિધેલ. મુખ્યમંત્રી સાહેબના વી.વી.આઈ.પી કોન્વેમાં પાછળ જતી ગાડીને રોકાયેલ કલોલ તાલુકા પોલીસ દ્વારા આ ગાડી ને રોકેલ અને ચાલકને નીચે ઉતારી ઝડપી પાડયો .

આરોપી :: મનુભાઈ લલ્લુભાઈ રબારી ઉ.વ.૩૫ રહે.ચડાસણા ગામ રબારી વાસ તા.કડી જી. મહેસાણા

આ આરોપીએ પોતાની એક કાળા કલરની બ્લેક ફિલ્મની નંબર પ્લેટ વગરની થાર ગાડી મુખ્યમંત્રી ભુપેન્દ્ર ના કોન્વેમાં પ્રોટોકોલ વિરુધ્ધ પોતાની ગાડી પાછળ પાછળ ચલાવી તેને કોન્વેમાંથી બહાર નિકળવાનો ઈશારો કરવા છ તા બહાર નહી નિકળી અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરેલ કોય જેથી મારી તેના વિરુધ્ધ ઇ.પી.કો. કલમ ૧૮ ૬ તથા એમ.વી.એકટ – ૫૦,૧૭૭ મુજબ ફરિયાદ નોધેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Gandinagr Kalol

કલોલ તાલુકા પોલીસ એ ફોર્ચ્યુનર ગાડી એક્સીડેન્ટ થયેલ હાલતમાં બ્રીજ ઉપર પડેલ હતી અને તેમા ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ઝડપીપાડયો

0 0
Read Time:3 Minute, 50 Second

આજ રોજ સવારના આશરે સાડા છએક વાગે કલોલ તાલુકા પોલીસ ને માહિતી મલેલ કે એક ટોયટા કંપનીની સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી નંબર GJ-27-EB-1 1451145 ની છત્રાલ બીજ ઉપર મહેસાણાથી અમદાવાદ જતાં હાઇવે જતા કોઇ વાહન સાથે અકસ્માત થયેલ હાલતનીબંધ હાલતમાં પડી રહેલ છે.

અને તેમાં ઈંગ્લીશ દારૂ ભરેલ છે. તેવી માહિતી મળતા કલોલ તાલુકાના પોલીસ કર્મી અક્સ્માત વાળી એ જગ્યા છત્રાલ બ્રીજ ઉપર મહેસાણાથી અમદાવાદ જતા રોડ ઉપર જતાં ઉપરોક્ત નંબરવાળી ફોર્ચ્યુનર ગાડી એક્સીડેન્ટ થયેલ હાલતમાં બ્રીજ ઉપર પડેલ હતી અને તેમા ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો હતો અને ગાડી બંધ હાલતમાં હોય અને વાડીની અંદર બેસેલ ન હોય તેમજ આજુબાજુ ચેક કરતાં કોઇ શંકમંદ ઇસમ મળી આવેલ ન હોય તેમજ આ કામે કાયદેસર કાર્યવાહી કરવાની હોય ટ્રાફીક થ વાની સંભવ હોય તો આ ફોર્ચ્યુનર ગાડીની તે જ હાલતમાં ક્રેન મારફતે ટોઇંગ કરી નજીકમાં છત્રાલ ચોકી ખાતે લાવી આગળ ની કાર્યવાહિ હાથ ધરવામાં આવી

મુદ્દામાલ :: કુલ પેટીછૂટક નંગ કુલ બોટલો એક અંગની કિ.રૂકુલ કિ.રૂ. ૧ મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી UNITED SPIRIT LTD, AT-CHAND IGARH DISTILLERS & BOTTLERS LTD., BANJR, DIST-S.A.NAGAR(MOHALI), PUNJ AB-140601 ૭૫૦ ML કાચની બોટલ બેચ નં.124/L09-10/06/2023750 Proaf 42.8% VIV જે નો લાયસન્સ નંબર 10013043000623 લખેલ છે તે શીલબંધ છે તે છૂટક નંગ ઘૂંટી – ૨૪૦૨ક૧૨,૪૯૬૪-મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી UNITED SPIRIT LTD, AT-CHANDI GARH DISTILLERS & BOTTLERS LTD., BANUR, DIST-S.A.NAGAR(MOHALI), PUNJ AB-140601 ૭૫૦ ML કાચની બોટલ બેચ નં.125*/L-08 10/06/2023_750 Proof 42,8% V/V જે નોં લાયસન્સ નંબર 10013043000623 લખેલ છે તે શીલબંધ છે તે પેટી – ૩ છૂટક નંગ 3%** ૨૩,૧૨:-૩ મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી UNITED SPIRIT LTD, AT-CHAND IGARH DISTILLERS & BOTTLERS LTD., BANUR, DIST-S.A.NAGAR(MOHALI), PUNJ AB-140601-૭૫૦ ML કાચની બોટલ પર બેચ નંબર કાઢી નાખેલ છે,750 Praaf 42.8% VIV જેનો લા ઇસન્સ નંબર 10013043000623 લખેલ છે તે શીલબંધ છે તે પેટી – ૩ છૂટક નંગ 35ચાહક 3 મી*૨૮૯૦ ૧૭,૩૪૦-૪ વ્હાઇટલેસ વોડકા ઓરેંજ ફ્લેવર ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી Distilled, Blended & Bottled By G lobus Spirits Ltd, Vill Shyamour, Behror, District, Alwar-301701, RAJASTHAN ૧૮૦ એમ, એલ. ૨૫ UP 42.8% vv 75 PROOF ખેલ છે, જેનો Lic No.10014013000723 શીલબંધ છે. તે પેટી – ૫છુટક નંગ ૨૪ઃ- 20/- $3,410/- કાઉન્ટી ક્લબ ડીલક્ષ વ્હીસ્કી ક્લેન્ડેડ વીથ મેસ્ટર્ડ મોલ્ટ સ્પીરીટ ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી Distilled, B/ andad & Bottled By Globus Spirits Ltd, Vill Shyamur, Bahrar, District, Alwar-301 701, RAJASTHAN ૨૫ UP 42.8% v!v 75 PR00F ૧૮૦ એમ.એલ. લખેલ છે, જેનો Li No.100 14013000723 શીલબંધ છે. તે પેટી-૪

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Gandinagr Kalol

ગાંધીનગર ના કલોલ પોલીસ સ્ટેશન નો લાંચિયા હેડ કો્સ્ટેબલ ને ACB એ દબોચી લીધો

0 0
Read Time:3 Minute, 27 Second

સને.૨૦૨૧ માં કલોલ સીટી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા  ડી-સ્ટાફ ના અ.હે.કોન્સ વિપુલભાઇ નટવરભાઇ પટેલ આવેલા અને ફરીયાદીને જણાવેલ કે, તમે વરલી-મટકાનો જુગારનો ધંધો કરો છો, તેમ કહી ફરીયાદીને કલોલ સીટી પોલીસ સ્ટેશને લઈ ગયેલા અને પોલીસ સ્ટેશનમાં બેસાડી દઈ, મોબાઇલ ફોન આરોપીએ લઈ લીધેલ અને ફરીયાદીને  જણાવેલ કે, તમારો મોબાઇલ ફોન પરત લેવો હોય તો મને કાગળની ચિઠ્ઠીમાં વરલીના આંકડા લખી આપો, જેથી ફરીયાદીએ મોબાઇલ પરત લેવાના આશયથી ચિઠ્ઠીમાં આંકડા લખી ચિઠ્ઠી બનાવેલ, જે ચિઠ્ઠી આધારે આરોપીએ ફરીયાદી ઉપર જુગારનો ખોટો કેસ કરી ફરીયાદી પાસેનો મોબાઇલ પરત લેવા માટે આ કામના આરોપીએ રૂ.૨૫,૦૦૦/- લઈ જામીન ઉપર છોડેલ. બાદ ફરીયાદી તથા તેમના મિત્ર બંન્ને આરોપીને મળેલા અને જણાવેલ કે, તમે વરલી-મટકાનો ધંધો ચાલુ કરો અને મને તમારે દર મહિને રૂ.૪,૦૦૦/- આપવાના જણાવેલ. જેથી ફરીયાદીએ વિચારેલ કે, મારી ઉપર ખોટા કેસ કરે છે અને હું ના પાડીશ તો મને વધુ હેરાન કરશે. જેથી આ વરલી-મટકા જુગારનો ધંધો કરવા ફરીયાદી આરોપીના કહેવા મુજબ સંમત થયેલ હતા અને આ રૂ.૪,૦૦૦/- ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી એ.સી.બી.ને ફરીયાદ આપેલ, જે ફરીયાદ આધારે બે સરકારી પંચો સાથે તથા રેડીંગ પાર્ટી સાથે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીને લાંચના છટકા દરમ્યાન શક-વહેમ પડતા, આરોપી લાંચના નાણાં લીધા વગર પોતાનું બાઇક સ્પીડમાં હંકારી ભાગી ગયેલ. જેથી સદર લાંચનુ છટકુ નિષ્ફળ જાહેર કરેલ. નિષ્ફળ છટકાવી ખુલ્લી તપાસ દરમ્યાન વૈજ્ઞાનિક તથા અન્ય પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનું ફલીત થયેલ. 
જેથી આરોપી વિપુલભાઇ નટવરભાઇ પટેલ, તત્કાલીન અ.હે.કોન્સ,  ડી-સ્ટાફ, કલોલ સીટી પોલીસ સ્ટેશન જિ.ગાંધીનગરનાઓ વિરુધ્ધમાં સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એન.ગઢવી ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના ફરીયાદ આપતા, ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩/૨૦૨૩, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સુધારા–૨૦૧૮) ની કલમ ૭, ૧૩(૧)એ તથા ૧૩(ર) મુજબનો ગુન્હો તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ દાખલ કરી, આરોપીને ડીટેઇન કરેલ છે તેમજ આ ગુન્હાની આગળની વધુ તપાસ એસ.ડી.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશન મહેસાણા ચલાવી રહેલ છે. જેના સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી., ગાંધીનગર એકમ,

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %