હયાત હોટલમાં G20 સમીટ હેઠળ ઇવેન્ટ કરી છેતરપીંડી કરવા બાબતે કિરણ પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ કરતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.
ફરિયાદીથી હાર્દિક S/O કિશોરભાઇ લીલાધરભાઇ ચંદારાણા ઉવ.૩૭ રહે. બી/૪૦૪, ગાલા ઍટર્નીયા, ટી.વી. ટાવર સામે, ડ્રાઇવઇન રોડ, થલતેજ, અમદાવાદ શહેર RX ઇવેન્ટસ ના નામથી વેપાર ધંધો કરે છે. કિરણ પટેલે ફરિયાદીને પી.એમ.ઓ. કાર્યાલયમાં અધિકારી તરીકે ની ઓળખ આપી પોતાને કાશ્મીર ડેવલોપમેન્ટની જવાબદારી સોંપેલ હોવાની હકિકત જણાવી વિશ્વાસ કેળવી પી.એમ.ઓ. ઓફીસમાં એડી. ડાયરેકટર તરીકેની ઓળખનુ વિઝીટીંગ કાર્ડ વોટસઅપ કરી પોત પી.એમ.ઓ. કાર્યાલયમાં અધિકારી નહી હોવા છતા ખોટી ઓળખ આપી, કાશ્મીર ખાતે મોટી ઇવેન્ટ અપાવવા માટેની લાલચ આપી, G20 સમીટના બેનર હેઠળ હયાત હોટલમાં ઇવેન્ટનો રૂ. ૧,૯૧,૫૧૪/- તેમજ કાશ્મીર માં મોટી ઇવેન્ટ અપાવવાના બહાને અમદાવાદ થી શ્રીનગર ની ફલાઇટ તથા લલીત હોટલ ના રૂમનુ ભાડુ મળી કિ.રૂ. ૧,૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૫૧,૫૧૪/- નો ખર્ચ કરાવી રૂપિયા નહીં આપી પોતે પી.એમ.ઓ. કર્યાલયની ખોટી ઓળખ આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ જે બાબતે ડી.સી.બી. પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૯૮/૨૦૨૩ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૭૦, મુજબ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.બી.આલ દ્વારા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
આરોપી કિરણભાઇ ઉર્ફે બંસી S/O જગદીશભાઇ પટેલ ઉવ.૪૫ રહે. એ/૧૭, પ્રેસ્ટીજ બંગ્લોઝ, જીવી બા સ્કુલની બાજુમાં, ઘોડાસર અમદાવાદ શહેર મૂળ રહે. ગામ નાઝ, તા. દસક્રોઇ, જી.અમદાવાદ ની આજરોજ ઉપરોકત ગુનામાં અટક કરવામાં આવેલ છે.
- આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવવા માટે પી.એમ.ઓ. કાર્યાલયના અધિકારી તરીકેની ઓળખ આપેલ હતી.
કરાવેલ
- આરોપીએ CG 20 Summits વિષય હેઠળ ફરિયાદી પાસે લક્ઝુરીયસ હોટલ હયાતમાં ઇવેન્ટ • આ દરમ્યાન ફરિયાદીને કાશ્મીર પુલવામાં ખાતે પણ ઓલ ઇન્ડીયા લેવલનો મેડીકલ કોન્ફરન્સ
માટેનુ ઇવેન્ટ કામ અપાવાનુ જણાવી • ફરિયાદી પાસે શ્રીનગર સુધીની એરટિકીટો અને લકઝુરીયસ હોટલ લલિત પેલેસમાં રૂમ બુક કરાવડાવેલ છે.
- આરોપી કિરણ પટેલ પી.એમ.ઓ. કાર્યાલય ના અધિકારી તરીકેની તથા મોટા ઉધોગકાર અને પોતાને કોર્પોરેટ ક્ષેત્રોમા ભાગીદાર હોવાની ઓળખો આપી પ્રભાવિત કરી પોતાના અન્ય કોઇ પ્રોજેકટમાં ઇન્વેસ્ટ કરવા તથા કામ અપાવવાના પ્રલોભનો આપી પોતાનો આર્થિક હેતુ પાર પાડી છેતરપીંડી કરવાની ટેવવાળો હોવાનુ તપાસ દરમ્યાન જણાય આવેલ છે.