રામોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી ના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઇ.શ્રી બી.આર.ભાટી તથા IHC.મહિપાલ સુરેશભાઇ તથા HC ધર્મેન્દ્રકુમાર મંગાભાઇ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી મેરૂસિંગ ઉર્ફે દેવરાજ સન/ઓફ પ્રતાપસિંગ ટાંક રહે – ચામુંડાનગર રામનગર પાસે, પદ્મનાભ મંદિરની પાસે, પાટણ મુળગામ- નાંદેડ, તા.જી. નાંદેડ, મહારાષ્ટ્રને શાહીબાગ ઘેવર સર્કલ પાસેથી ઝડપી લીધેલ છે.આરોપીએ તેના મળતીયા માણસો સાથે મળી આજથી ત્રણેક મહિના પહેલાઅમદાવાદ શહેર વસ્ત્રાલ ખાતે આવેલ વિનયપાર્ક તથા સાનિધ્યપાર્ક સોસાયટીમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓ કરેલ. જે બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા દાખલ થતાં તેની ધરપકડ ટાળવા સારુ નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ છે. ગુનાઓ:(૧) રામોલ પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૦૩૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૮૦.૪૫૪ ૪૫૭, ૫૧૧ મુજબ.(૨) રામોલ પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૦૪૬/૨૦૨૩ ૩૮૦. ૪૫૪, ૪૫૭મુજબ.
Categories
રામોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી ના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
Views: 80
Read Time:1 Minute, 52 Second
Average Rating