અમદાવાદ શહેરના રામોલ તથા ઓઢવ વિસ્તારમાંથી ચોરી કરેલ વાહનો સાથે એક આરોપીને પકડી વાહન ચોરીના ૦૩ ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરશ્રી પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. શ્રી કે.એસ. સિસોદીયા, મ.સ.ઇ. હિતેન્દ્રસિંહ ખોડુભા, અ.હેડ કોન્સ. ચન્દ્રસિંહ લાખુભા, અ.હેડ કોન્સ. પ્રવિણસિંહ અમરસિંહ તથા અ.પો.કોન્સ. રોનકસિંહ સુરેશભાઈ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી રોહિત
રાજકરણસિંહ રાજપૂત ઉ.વ.૨૧, રહે. મકાન નં.એ/૩૨૩-૩૨૪, પુષ્પ હાઇટ્સ, અદાણી સર્કલ પાસે, એસ.પી. રીંગ રોડ, રામોલ, અમદાવાદ શહેરને રામોલ, સુરતી સોસાયટી
પાસેથી ઝડપી લીધેલ છે.
આરોપી પાસેથી (૧) હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-01- EM-4193, ચેસિસ નંબર 05H16C11467 તથા એન્જીન નંબર 05H15M10627 કિંમત રૂ.૧૫,૦૦૦/-, (૨) નંબર વગરનું સુઝુકી એક્સેસ સ્કુટર, ચેસીસ નં.MB8DP12DM L8495492 તથા એન્જીન નં.AF212458295 કિંમત રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૪૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપી વિરૂધ્ધ સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આરોપીએ ગઇ તા.૧૬/૧૧/૨૦૧૨ ના રોજ ઓઢવ રીંગ રોડ, જાનવી આર્કેડ, સૂર્યમ હોટલની નીચે, પાર્કીંગમાંથી ડુપ્લીકેટ ચાવીથી હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ-01-EM-4193 ની ચોરી કરેલ હતી. તેમજ આજથી આશરે પાંચેક માસ પહેલા રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના સમયે આરોપી તથા તેની મિત્ર સિમરન ખલીફા બંને જણાએ ભેગા મળી રામોલ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા, કાકા ભાજીપાઉની બાજુમાં આવેલ સ્વામીનારાયણ મંદિર પાસેથી સુઝુકી એક્સેસ સ્કુટરની ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરેલ હતી. આ એક્સેસને સ્પ્રે કલર વડે કાળો કલર કરી આરોપી ફેરવતો હતો.
તેમજ ગઇ તા.૧૭/૧૧/૨૦૨૨ ના રાત્રીના નવ સાડા નવ વાગ્યાની આસપાસ આરોપી તથા સિમરન ખલીફા બંને જણાએ ભેગા મળી વસ્ત્રાલ, વેદ આર્કેડ મોલની સામે સર્વીસ રોડ પર પાર્ક થયેલ હોન્ડા સાઇન મોટર સાયકલ નં.GJ-27-CP-7618 નું ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી લીધેલ. જેની નંબર પ્લેટ કાઢી તેનો ઉપયોગ આરોપી કરતો હતો. જે મોટર સાયકલ ગઇ તા.૧૭/૦૨/૨૦૨૩ ના રોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે જમા લીધેલ છે.