0
0
Read Time:1 Minute, 8 Second
ચોરી ઓઢવઃ
ઓઢવઃ કૌશીક પ્રવિણભાઇ ઠકકર (ઉ.વ.૩ર)(રહે.શ્રીધર ફ્લોરા, અમરજવાન સર્કલ પાસે, નિકોલ) તા.૧૧/૦૪/૨૦૨૩ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે ઓઢવ સીંગરવા બસ સ્ટોપ નજીક્થી પોતાની કાર ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ચાલકે કાર પાછળ આવી મોટર સાયકલ અથડાવતા કૌશીક ઠક્કરે કાર ઉભી રાખતા મોટર સાયકલ ચાલક કાર નજીક આવી કૌશીક ઠક્કરને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા દરમ્યાન અન્ય એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષોએ કૌશીક ઠક્કરની નજર ચુકવી કારમાંથી બેગ ચોરી કરી લઈ નાસી ગયા હતા. બેગમાં રોકડ રૂપિયા ૮,૦૦,૦૦૦/- અને અગત્યના દસ્તાવેજ હતા. આ અંગેની ફરીયાદ કૌશીક ઠક્કરે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.પી.પ્રજાપતિ ચલાવે છે.