Categories
Ahemdabad crime news

પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રીઢા આરોપી અમરેશ મિશ્રા ને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો

0 0
Read Time:2 Minute, 47 Second

પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૭૦ કિ.રૂ.૨૫૬૧૬/- તથા રોકડ રકમ, મોબાઇલ ફોન અને ફોર વ્હીલ ગાડી મળી ફુલે કિરૂ. ૧,૦૩,૬૧૬/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર એન.જી.સોલંકી અને પો.સ.ઇ. કે. કે. ચૌહાણ ની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોર્લીંગમાં હતા. તે દરમિયાન હે.કો. ભરતભાઇ તથા હે.કો. ઇમ્તીયાઝઅલી ને મળેલ બાતમી ના આધારે ઇસનપુર ચાર રસ્તાથી મોની હોટલ તરફ જવાના સર્વિસ રોડ ઉપર આવેલ કામધેનુ સોસાયટીના નાકેથી આરોપી અમરેશ મિશ્રા જેની ઉ.વ.૩૪ જે રહે: એ/૪, પુષ્પમ બંગલોઝ, ખારાવાલા કંપાઉન્ડ, વટવા રોડ, ઈસનપુર, અમદાવાદ તેના કબ્જાની સિલ્વર કલરની સેવરોલેટ ફોર વ્હીલ ગાડી નંબર જીજે-૦૯-બી.એ. ૦૦૦૩ સાથે પકડી ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલ નાની મોટી કુલ બોટલ નંગ ૫૦ કિ.રૂ. ૨૩૨૧૬/-, બીયર ટીન નંગ-૨૦ કિ.રૂ. ૨૪૦૦/- તથા રોકડા રૂ. ૨૩,૦૦૦/-, સેવરોલેટ ફોર વ્હીલ ગાડી કિ.રૂ. ૫૦,૦૦૦/-, મોબાઇલ ફોન -૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧,૦૩,૬૧૬/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે

.આમળી આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા અંગે અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિ. એકટ (ગુજરાત પ્રોહીબીશન સુધારા અધિનિયમ) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઇ. કે. કે, ચૌહાણ ચલાવી રહેલ છે.

આરોપીના કબ્જાની ગાડીમાંથી મળેલ આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો તેને ઘોડાસર ખાતે રહેતા વિકાસ ઠકકર અને ચંદ્રભાણ ગઢવી એ આપેલ હોવાનુ જણાવેલ છે.

આરોપીનો ગુનાહીત ઇતિહાસ:

(૧) મણિનગર પોલીસ સ્ટેશન

(૨) વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન

(૩) નારોલ પોલીસ સ્ટેશન

(૪) મણિનગર પોલીસ સ્ટેશનથી થી તડીપાર રહી ચૂકેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %