Categories
Uncategorized

રાજકોટ યુવા ભાજપના નેતા 2400 રુપિયાનો હપ્તો ન ભરી શકતા મરાયો માર, ઘટના સીસીટીવીમાં કેદ

1 0
Read Time:1 Minute, 16 Second

ફરિયાદમાં યુવા નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું ભાયાવદર ખાતે બાલાજી ટેલિકોમ નામની દુકાન ચલાવું છું. તેમજ બજાજ ફાઇનાન્સના હપ્તા પર મોબાઈલ લે વેચનું કામ કરું છું.અંકિત પોપટ, ભાયાવદર: શહેર યુવા ભાજપના પ્રમુખ હાર્દિક રામાણી (ઉવ.32) નામના વ્યક્તિ પર 8 જેટલા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. Bajaj finance માંથી ખરીદ કરેલ એસીનો હપ્તો ચડત થતા 8 જેટલા વ્યક્તિઓ દ્વારા યુવા નેતાને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેરે સમગ્ર મામલે હાર્દિક રામાણીની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ની કલમ 323, 143, 147, 149, 504, 506 (2) સહિતની કલમ હેઠળ કલ્પેશ બારોટ, મયંક વાડોદરિયા, પ્રકાશ ઉર્ફે કારો જોગલ તેમજ 5 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime vadodara

વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..

0 0
Read Time:1 Minute, 48 Second

વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..! જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતુ
વડોદરા શહેર તથા જિલ્લામાં ડમ્પરની અડફેટે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, ત્યારે જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતું. તો પણ હેલ્મેટ આર્મી જવાનનો જીવ ન બચાવી શક્યું. તાજેતરમાં જ વડોદરા શહેરમાં ડમ્પરની અડફેટે ગોત્રી પોલીસ સ્ટેશનમાંમાં ફરજ બજાવતા જવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ આજે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડમ્પરની અડફેટે આર્મી જવાનનું કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે શહેર તથા જિલ્લામાં બેફામ ગતીએ ફરી રહેલા ડમ્પરો પર કાબુ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનું ફલિત થઇ રહ્યું છે. શહેરમાં બેફામ બની ફરી રહેલા ડમ્પરો અત્યાર સુધી અનેક લોકોને કાળનો કોળીયો બનાવી ચુંક્યાં છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે અનેક ઝૂંબેશ હાથ ધરી પરંતુ તેનુ કોઇ નક્કર પરિણામ આવતુ ન હોવાથી ડમ્પર ચાલકો હજી લોકોને ભરખી રહ્યાં છે.
.
.

.
.
.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %