ભાડાથી કાર મેળવી પરત નહી આપી છેતરપીંડીથી મેળવેલ કાર બારોબાર વેચાણ કરી દેતી ગેંગના એક સાગરીતને બે કાર સહિત કિ.રૂ.૧૨,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રીદ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી જી.આર.ભરવાડ તથા એ.એસ.આઇ સમીરસિંહ, હે.કો.અમીત
દ્વારા છેતરપીંડી કરતાં આરોપી મોહમંદ જાબીર મોહમંદઇકબાલ શેખ ઉવ.૩૩ રહે.મ.નં ૧૬૪૬ જાંબુડીની પોળ સિંધીવાડ જમાલપુર અમદાવાદ શહેરને જમાલપુર મુંડા દરવાજા પાસેથી ઝડપી લીધેલ છે.
આરોપી પાસેથી કાર – ૨ કિ.રૂ.૧૨,૮૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧૨,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ મળી આવતાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી તેના સાગરીતો સાથે જાન્યુઆરી/૨૦૨૩માં ભાડાથી કારની જરૂર હોવાનું જણાવી ઇઓન કાર નંબર જીજે-૧૮-બીસી-૧૫૩૪ની મેળવી આજદિન સુધી પરત નહીં આપી છેતરપીંડી આચરેલ. આરોપી માર્ચ/૨૦૨૩ માં ઝૂમ કાર નામની કંપનીમાં ઇન્કવાયરી કરી ભાડાથી કારની જરૂર હોવાનું જણાવી ક્રેટા કાર નંબર જીજે-૧૧-સીએચ-૭૪૯૨ ની મેળવી આજદિન સુધી પરત નહી આપી. છેતરપીંડી આચરેલ.
જે બાબતે રેકર્ડ પર ખાત્રી તપાસ કરતા નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે. દાખલ થયેલ ગુન્હા :
(૧) બોડકદેવ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૦૬૨૩૦૦૪૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૪૦૬,
૪૨૦, ૧૧૪ મુજબ (૨) એરપોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૬૨૩૦૧૦૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૪૦૬,
૪૨૦, ૧૧૪ મુજબ
એમ.ઓ : આ કામે પકડાયેલ આરોપી તથા તેના સાગરીતો ઝૂમ કાર તથા અન્ય પાસેથી સાત થી આઠ દિવસ માટે કાર ભાડે રાખી ભાડે રાખેલ કારમાંથી જી.પી.એસ સિસ્ટમ કાઢી લઇ તે કારમાં જાતેથી પોતાની જી.પી.એસ સિસ્ટમ લગાર્ડી કારના ડોક્યુમેન્ટ આધારે ભાડે મેળવેલ કાર
વેચાણ કરી થોડા સમય બાદ તે કાર ચોરી કરી પાછી મેળવી અન્યને વેચાણ કરવાની એમ.ઓ
આરોપીનો ગુનાહિત પુર્વ ઇતિહાસ : અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં પકડાયેલ છે.