Categories
Ahemdabad crime news

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા

0 0
Read Time:2 Minute, 2 Second

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવેલ છે, હત્યા કોણે અને શા માટે કરી તે હજુ બહાર આવેલ નથી, પોલીસ શંકાના ડાયરામાં રહેલ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી રહી છે

અનુસૂચિત જાતિ (વાલ્મિકી) સમાજની દીકરી સફાઈ કામ કરવા સ્વપ્નિલ કોમ્પલેક્ષ 108 રોડ નવા નરોડા અમદાવાદ ખાતે ઘણા સમયથી સફાઈ કામ કરીને પોતાના પરિવાર અને બાળકોનું તેમજ જેઠ જેઠાણી 100%અપંગ હોવાથી સમગ્ર ઘર પરિવારનું ભરણ પોષણ કરતા હતા.**જેની હત્યા કરવામાં આવેલ છે તે દીકરી આ કોમ્પલેક્ષમા નિયમિત સાફ સફાઇનું કામ કરતી હતી. અંત્યંત દુઃખદ ઘટનાની મળતી માહિતી મુજબ તારીખ.18/07/2023/ના રોજ કોઈ અજાણ્યા અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા આ સફાઈ કામદાર તરીકે કામ કરતી દીકરીને ઢોર માર મારી હત્યા કરેલ છે.

દીકરીની હત્યાના સમાચાર મળતા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ અનુસૂચિત જાતિ સમાજની સફાઇ કામદાર દીકરીને ન્યાય મળે તે માટે અને આ ગુનામાં સંડોવાયેલ નરાધમોને ફાસી તથા કડકમા કડક સજા મળે તેવી માગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.**હાલ દીકરીની ડેડ બોડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પોસ્ટ મોર્ટમ માટે પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Maheshana

વાલમ (વિસનગર-મહેસાણા)ની મૃતક દીકરીની માતાને ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ દ્વારા રૂ. ૫૦,૦૦૦ની રોકડ સહાય.

0 0
Read Time:2 Minute, 27 Second

.ભારતથી હજારો માઈલ દૂર વસતા દલિત યુવામિત્રોના સંગઠન ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ દ્વારા, વાલમની દલિત સમાજની દીકરી સ્વ. નિશા ભાવેશભાઇ મકવાણા (જેની રીક્ષાચાલકે અપહરણ કરી હત્યા કરી હતી), તેના ગરીબ પરિવારને રૂપિયા ૫૦,૦૦૦(પચાસ હજાર)ની સહાય કરવામાં આવી છે.’ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ વતીથી – તેમની સૂચનાનુસાર, તેમના પ્રતિનિધિઓ તરીકે અમે ગાંધીનગરના મિત્રોએ આ રકમનો ચેક

તા.૨૯\૦૬\૨૦૨૩ના રોજ મહેસાણા ખાતે રહેતા લતાબેન ભાવેશભાઇ મકવાણા (તે નિશાના માતા)ના ઘરે જઈ તેમને રૂબરૂ મળીને આપ્યો. આ સમયે સર્વશ્રી પ્રવીણ ગઢવી(પુર્વ IAS), નટુભાઈ પરમાર (પુર્વ સંયુક્ત માહિતી નિયામક), પ્રવીણ શ્રીમાળી-વસંત જાદવ(પુર્વ નાયબ નિયામકો-સમાજ કલ્યાણ), રમણ વાઘેલા (પુર્વ નાયબ સચિવ-ગૃહ), કાન્તિભાઈ પરમાર ( જિલ્લા પ્રમુખ,દલિત અધિકાર સંઘ-ગાંધીનગર ) સૌ આ ઉમદા સમાજસેવાના કામમાં સાથે રહ્યા હતા.લતાબેનને આ સહાયનો રૂ ૫૦,૦૦૦નો ચેક માન. પ્રવીણ ગઢવી સરના હસ્તે અપાયો હતો.

આ પ્રસંગે રમેશભાઈ પરમાર – રંજનબેન પરમાર (દલિત અધિકાર સંઘ – મહેસાણા) તથા જિલ્લા નાયબ નિયામક શ્રી મિશ્રાજીના માર્ગદર્શન હેઠળ સમાજ કલ્યાણ કચેરીના કર્મયોગીઓ સર્વ શ્રી જીતેન્દ્ર મકવાણા, ગોવિંદ ચૌધરી,ઠાકોરભાઈ, સેવક લીલાબેન, નિવૃત્ત અધિકારી નરેશ મકવાણા સૌએ પણ ઉપસ્થિત રહી ઉમદા સહયોગ પુરો પાડ્યો હતો.આ સહાયની રકમ મૃતક નિશાના પરિવારના લાભાર્થીઓને સરળતાથી આપી શકાય તે માટે પ્રવીણભાઈ શ્રીમાળી અને વસંતભાઈ જાદવે વિશેષ જહેમત ઉઠાવી હતી. મૃતક નિશાની માતા લતાબેને પણ રડતી આંખોએ ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ના સૌ સભ્યો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %