Categories
Uncategorized

દુબઇ સાથે જોડાયેલ આઇ.પી.એલ. ટી-૨૦ ક્રિકેટ મેચના સટ્ટાના કનેક્સનનો પર્દાફાસ કરી બાર આરોપીઓને અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાંથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 49 Second

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનસ્ત્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. શ્રી વી.ડી.ડોડીયા, ટેક્નીકલપો.સ.ઇ. શ્રી સચિન પટેલ તથા અન્ય સ્ટાફના માણસો દ્વારા આઇ.પી.એલ. ટી-૨૦ ક્રિકેટમેચના સટ્ટાનો જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી ઓનલાઇન આઇ.ડી. બનાવી ગ્રાહકોનેઆપતાં આરોપીઓ..(૧) ભવરલાલ જેઠારામ ચૌધરી ઉ.વ.૧૯, રહે. ગામ: ભોજાસર, સિયોલોકી ઘાણી, (૨) અશોકરામ રાજુરામ સૈન ઉ.વ.૨૦, રહે. ગામ: ખીરજા આશા, તા. શેરગઢ, જી. જોધપુર,તા.બાયતુ, જી.બાડમેર, રાજસ્થાનરાજસ્થાન. (૩) અશોકદાસ તેજદાસ સંત ઉ.વ.૨૦, રહે. ગામ: સોલંકીયા તલા, તા. શેરગઢ, જી.જોધપુર, રાજસ્થાન. (૪) ભીયારામ જેઠારામ ડુકીયા (જાટ) ઉ.વ.૧૯, રહે. ગામ: ઓડીટ, તા. લાડેનુ, જી. નાગોર, રાજસ્થાન.(૫) પ્રકાશ ઉર્ફે મુન્નો બાબુલાલ માળી ઉ.વ.૩૯, રહે. ગામ: સુમેરપુર, પ્લોટ નં.૧૧૩, ન્યુ મહાવિર નિવાસ, જવાઇ રોડ, તા.જી. પાલી, રાજસ્થાન. (૬) કિશનલાલ મેઘારામ જાટ ઉ.વ.૨૧, રહે. ગામ: મોખાવા, તા. ગુડા માલાની, જી.બાડમેર, રાજસ્થાન,(૭) આસુરામ દેવારામ ચૌધરી (સીયોલ) ઉ.વ.૧૯, રહે. ગામ: ઉંડુ, ધન્નાની મેઘવાલની ધાણી, તા. શિવ, જી. બાડમેર, રાજસ્થાન.(૮) ઘેવરચંદ રૂપારામ જાટ (ગોદારા) ઉ.વ.૧૯, રહે. ગામ: કુંપલીયા, તાજોણી ભાંભુઓ કી ધાણી, તા. ગીડા, જી. બાડમેર, રાજસ્થાન.(૯) કેશારામ અસલારામ ચૌધરી ઉ.વ.૨૨, રહે. ગામ: રતેઉ, મદો કી ધાણી, તા. ગીડા, જી.બાડમેર, રાજસ્થાન.(૧૦) રાજેન્દ્ર હમીરારામ પ્રજાપતિ ઉ.વ.૧૯, રહે. મકાન નં.૧૧, ભટ્ટી કી બાવડી, ચોપાસની હાઉસીંગ બોર્ડ, નંદનવન, જોધપુર, રાજસ્થાન. (૧૧) સુનીલકુમાર અમરપાલ ગૌતમ ઉ.વ.૨૩, રહે. ગામ: મકુનીપુર, તા.કુંડા, જી. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ.(૧૨) દિલીપકુમાર સાલીકરામ ગૌતમ ઉ.વ.૨૨, રહે. ગામ: રૂમ નં.૩૬, ગોગૌરી, બરબસપુર, તા.કુંડા, જી. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશને ચાંદખેડા ખાતેથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-૨૬ કિ.રૂ.૩,૬૦,૦૦૦/-, તથા મળી આવેલ રોકડા નાણા રૂ.૪૫૦૦/-, યુ.એ.ઈ. ચલણની નોટો નંગ-૦૫ કિંમત રૂ.૦૦/-, નેપાળ ચલણની નોટ નંગ-૦૧ કિંમત રૂ.૦૦/-, લેપટોપ નંગ-૦૪ કુલ કિ.રૂ.૧,૨૦,૦૦૦/-, આધારકાર્ડ નંગ-૦૭ કિં.રૂ.૦૦/-, પાન કાર્ડ નંગ-૦૧ કિ.રૂ.૦૦/- , ડ્રાયવીંગ લાયસન્સાનંગ-૦૧ કિ.રૂ.૦૦/-, ક્રીકેટ સટ્ટા લગત વ્યવહારોની નોંધ ચોપડા નંગ-૦૯ કિ.રૂ.૦૦/-, બૉલ પેન નંગ-૦૬ કિ.રૂ.૦૦/-, કેલ્ક્યુલેટર નંગ-૦૨ કિં.રૂ.૦૦/- મળી કુલ કિંમત રૂ.૪,૮૪,૫૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %