0
0
Read Time:1 Minute, 13 Second
લૂંટઃ-મણીનગરઃ જીવણભાઈ શંકરલાલજી જોષી (ઉ.વ.૫૪)(રહે.જાનકીદાસની વાડી મહિપતરામ આશ્રમ સામે સારંગપુર કોટની રાંગ કાગડાપીઠ) તા.૧૦/૦૪/૨૦૨૩ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે મણિનગર આર.આર.એસ ભવન સામેથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક એક્ટીવા ચાલક તેમનો પીછો કરતો હોય એવુ લાગતા જીવણભાઈએ પોતાનુ એક્ટીવા ઉભુ રાખી કેમ પીછો કરો છો તેમ કહેતા એક્ટીવા ચાલકે ઉશ્કેરાઈ જઈ જીવણભાઇને ગડદા-પાટુ તેમજ લોખંડના પંપ વડે માથામાં ઈજાઓ કરી, જીવણભાઇના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- અને શર્ટના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૫,૦૦૦/- મતાની લૂંટ કરી નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ જીવણભાઈ જોષીએ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.વી.દેસાઇ ચલાવે છે.