Categories
Amadavad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામમાં અંગદાનની મ્હેક પ્રસરી

0 0
Read Time:3 Minute, 20 Second

*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન*………..*ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામમાં અંગદાનની મ્હેક પ્રસરી*……..*૫૪ વર્ષના જયંતિભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાન કરી ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું*………..*બે કિડની અને એક લીવરનું દાન મળ્યું*……..*હોસ્પિટલની ટીમ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા) એ સ્વજનોને અંગદાન માટે પ્રેરણા આપી*………*અંગદાન માટે સમજાવટ, સંમતિ, કાઉન્સેલિંગ પ્રથમ પગથિયું -ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન થયું.ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામના વતની શ્રી જયંતિભાઈ પ્રજાપતિને ૫ મી ઓગષ્ટે માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી.જયંતિભાઇની તબીયત વધું ગંભીર બનતાં તેમને સઘન સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.સિવિલ હોસ્પિટલના તબીબોની ચાર દિવસની મહેનતના અંતે પ્રભુને ગમ્યું એ જ થયું.તબીબો દ્વારા જયંતિભાઇને બ્રેઇનડેડ જાહેર કરાયા.બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ હોસ્પિટલના કાઉન્સેલર્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા)એ પ્રજાપતિ પરિવારને અંગદાન માટે પ્રેરણા આપી.તેઓએ સમગ્ર પરિજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું.સાથે સાથે આ ઉમદા કાર્યથી પીડિતને નવજીવન મળે છે તે ભાવ સમજાવ્યો.જેનું પરિણામ એ મળ્યું કે, પરિવારજનો અંગદાન માટે સંમત થયા. તેમણે એકજૂટ થઈને અંગદાનનો નિર્ણય કર્યો.બ્રેઇનડેડ જયંતિભાઇને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. છ થી સાત કલાકની ભારે જહેમતના અંતે ૨ કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જેને અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની ટીમ સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા)ની પણ બ્રેઇનડેડ વ્યક્તિઓના સ્વજનોને અંગદાન માટે પ્રેરિત કરવામાં અહમ્ ભૂમિકા રહી છે. ઘણા કિસ્સામાં દાદા એ સ્વજનોના નિવાસ સ્થાને તેમજ લાંબા અંતર ખેડીને તેમના ગામડામાં કે અન્ય શહેરમાં જઈને પણ અંગદાન માટે પ્રેરિત કર્યા છે. જેના પરિણામે ઘણાં પરિજનોએ અંગદાન માટે પ્રેરાઇને સ્વજનના અંગદાન કરવાની સંમતિ પણ આપી છે.અંગદાન માટે સમજાવટ, સંમતિ એ પ્રથમ પગથિયું છે તેમ ડૉ‌ જોષી ઉમેરે છે ‌………….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે ક્રિકેટ ના બોલ મામલે એક યુવાન પર જીવલેણ હુમલો

0 0
Read Time:2 Minute, 0 Second

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રવિવારે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. એ વખતે મેચ રમવા આવેલા અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના બાળકને લાફા મારી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. એ બાબતે સમાધાન થયા બાદ પાછળથી સાત શખસ કાર લઈ આવી તલવાર જેવા જીવલેણ હથિયાર વડે બાળકના પિતા ઉપર હુમલો કરતાં તેનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાબતે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે,

જેમણે આજે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને રૂબરૂ મળીને આરોપીઓ સામે જ્યુવેનાઇલ એક્ટ, પોસ્કો, 120 -b, IPC -34 અને 307ની કલમો દાખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો આવતીકાલે પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ત્યાર બાદ સ્થાનિકોએ ઈજાગ્રસ્તને કાકોશીથી એમ્બ્યુલન્સમાં સીધા પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી અંગૂઠાની પ્લાસ્ટિક સર્જરી માટે અમદાવાદ ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્તના ભાઈ ધીરજકુમાર પાનાભાઈ વણકરે કાકોશી પોલીસ મથકે સાત શખસ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં વડગામના કોંગી ધારાસભ્ય અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીએ સોમવારે ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય

0 0
Read Time:4 Minute, 11 Second

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ સાહેબ તથા

અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૧ નીરજકુમાર બડગુજર સાહેબની સુચનાથી

તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૭ બી.યુ.જાડેજા સાહેબ નાઓની સુચના

તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારું તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ સુચના કરતા જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.રાઠોડ નાઓ સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.જયદીપસિહ રામદેવસિંહ તથા પો.કો.મનભાઇ વલભાઇ તથા પો.કો.મુળભાઇ વેજાભાઇ નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે બોડકદેવ વિસ્તાર માંથી (૧) જય સ/ઓ બિપીનભાઇ જાતે-તબિયાર ઉ.વ.૧૮ વર્ષ ૧૦ માસ રહેવાસી, બ્લોક નં-૦૭ મકાન નં-૪૦૮ ચોથો માળ કબીર એપાર્ટમેન્ટ સીમ્સ હોસ્પિટલ પાસે થલતેજ અમદાવાદ શહેર મુળ-વતન-ગામ-મલાસા તા- ભિલોડા જીલ્લો-અરવલ્લી તથા (૨) નીલ સ/ઓ જશુભાઇ જાતે-પંચાલ ઉ.વ.૨૪ રહે,મ.નં-૬૧ જયઅદિતિ પાર્ક ચાદલોડિયા અમદાવાદ શહેર નાને તથા કાયદાના સંધર્ષમાં આવેલ ૦૨ કિશોરો પાસેથી અલગ અલગ કંપનીના કુલ્લે-૦૪ મો.સા તથા ૦૨ એક્ટીવા મળી કુલ્લે ૦૬ ટુ વ્હિલર વાહનો જેની કુલ્લે-કિ,રૂ,૧,૬૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબ આજ રોજ તા- ૦૨/૦૬/૨૦૨૩ ના કલાક ૨૧/૩૦ વાગ્યે ઉપરોક્ત ઇસમોને અટક કરી વાહન ચોરીના ૦૬ અનડીટેકટ ગુના ડિટેકટ કરી સારી કામગીરી કરેલ છે. તા-૦૨/૦૬/૨૦૨૩

1/3

શોધાયેલ ગુનાની વિગત

(૧) નારણપુરા પોલીસ સ્ટેશન- પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૪૨૩૦૧૦૧/૨૦૨૩ ધી

ઇ.પી.કો.કલમ-૩૭૯

પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૧/૨૩ ધી

(૩) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૨/૨૩ ધી

(૨) સોલા હાઇકોર્ટ ઇ.પી.કો.કલમ-૩૭૯

ઇ.પી.કો.કલમ-૩૭૯

(૪) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૩/૨૩ ઘી ઇ.પી.કો.કલમ-૩૭૯

(૫) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૮/૨૩ ધી

ઇ.પી.કો.કલમ-૩૭૯ (૬) મહેસાણા જીલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ થયેલ છે

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ-

આ કામે પકડાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર થોડા દિવસ પહેલા ગાંધીનગર સેકટર ૧૩ પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

રૂ.૩૦,૩૭,૭૪૮/- ની મત્તાના મુદ્દામાલ અંગે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત હેઠળ નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

1 0
Read Time:2 Minute, 31 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી.કે.ગોહિલની ટીમના પો.સ.ઈ.શ્રી કે.એસ. સિસોીયા, અ.હેડ કોન્સ. મહેન્દ્ર વાસુદેવ, દિપનારાયણ રાજનારાયણ, અ.હેડ કોન્સ. અખિલેશકુમાર જગદીશ, અ.હેડ કોન્સ. ત્રીપાલસિંહ રઘુવિરસિંહ તથા અ.પો.કોન્સ. જીતેન્દ્રસિંહ ધીરસંગભાઇ દ્વારા ગુનાહિત વિશ્ વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપી પુરણનાથ મદનના થ યોગી ઉ.વ.૨૦ રહે. મકાન નં.૧૧, ભગીરથ સોસાયટી, કઠવાડા જી.આઈ.ડી.સી., આ ઠ નંબર રોડ, કઠવાડા સિંગરવા ઓડ, કઠવાડા, અમદાવાદ શહ રને કઠવાડા સિંગરવા રોડ, ગજાનંદ સોસયટીની માં, જય અંબે ઓટો ગેરેજ પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપી પુરણનાથ મંદનનાથ યોગી છેલ્લા એક વર્ષથી અ મદાવાદ, કઠવાડા સિંગરવા રોડ, ગજાનંદ સોસયટીની બા જુમાં આવેલ ફોર્ચ્યુન પાર્ક એસ્ટેટ સામે આવેલ દુ કાન નં.૧૯ માં ભંગારનો વેપાર ધંધો કરે છે. ગઇ તા.૧૨/૦૫/૨૦૧૩ ના રોજ આરોપી પ્રેમનાથ ગોકુલના થ યોગી એક આઇસર ગાડીમાં રૂ.૩૦,૩૭,૭૪૮/- ની મત્તાનો સામાન લઇ આરોપી પુરણનાથ મદનનાથ યોગીના કઠવાડા સિગરવા રોડ, જવેરી એસ્ટેટ, ધ સન ઇન્ડસ્ટ્રીઝના શેડ નં.૧૧ ખાતે આવેલ ગોડાઉનમાં ખાલી કરી મુકી દીધેલ હતો. ગઇ તા.૧૯/૦૫/૨૦૨૩ ના રોજ સાબરકાંઠા લોકલ એલ.સી.બી. દ્વારા રૂ.૨૯,૪૬,૬૮૯/- ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી પ્રેમનાથ ગોકુલનાથ યોગીને પકડી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ હતી. તેમજ આ મુદ્દામાલ ઉપરોક્ત પકડાયેલ આરોપી પુરણનાથ મદનનાથ યોગીના ગોડાઉનમાંથી મળી આવેલ હો, પણ નામ આ કેસમાં

રિપોટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %