Categories
Crime Surat

ગુજરાત એ ટી.એસ., એન સી બી દિલ્હી તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેરના સંયુક્તઓપરેશનમાં અંદાજિત રૂ. ૨૧૪.૬ર કરોડના ૩૦.૬૬ કિલો હેરોઈનનો જથ્થો જપ્તતથા એક નાઈજીરીયન ઈસમની ધરપકડ

1 0
Read Time:6 Minute, 38 Second

ગુજરાત એ ટી.એસ., એન સી બી દિલ્હી તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેરના સંયુક્તઓપરેશનમાં અંદાજિત રૂ. ૨૧૪.૬ર કરોડના ૩૦.૬૬ કિલો હેરોઈનનો જથ્થો જપ્તતથા એક નાઈજીરીયન ઈસમની ધરપકડ

ગુજરાત એ.ટી.એસ.ના ડી.આઇ.જી. શ્રી દીપન ભદ્રનનાઓને એ.સી.પી. ક્રાઇમ બ્રાંચ, સુરત શહેર શ્રી ભાવેશ પી રોજીયાનાઓ તરફથી ગુપ્ત બાતમી મળેલ કે. પાકિસ્તાન કરાંચીના ડ્રગ્સ માફીયા હાજી અનવરનાએ હેરોઇનનો માલ બોટ મારફતે ગુજરાતના દરીયા કિનારે ઉતારેલ છે અને આ હેરોઇનનો જથ્થો જાફર નામના ઈસમે રાજકોટથી જામનગર તરફ જવાના રોડ ઉપર આવેલ ખંઢેરી સ્ટેડિયમના સામેના ભાગે આવેલ શ્રીજી ગૌશાળાથી ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે ઝાડી ઝાંખરામાં સંતાડેલ છે અને આ હેરોઇનનો માલ બબલુ નામનો માણસ વાહનમાં ભરી તેની દિલ્હી ખાતે કોઇ નાઇજીરીયનને ડીલીવરી કરનારો છે.જે બાતમી હકીકત આધારે એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી દીપન ભદ્રા તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષકશ્રી સુનીલ જોશી નાઓના માર્ગદર્શન હેઠળ, એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાણ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એલ.ચૌધરીનાઓના નેતૃત્વ હેઠળ, પો.ઈન્સ, શ્રી વી.બી. પટેલ, શ્રી જે.પી રોજીયા, શ્રી બી.એય, કોરોટ તથા, વા પો.ઇન્સ શ્રી મનન ઓઝા, પો.સ.ઇ શ્રી અજય ચૌધરી, શ્રી કે.બી.દેસાઇ, શ્રી બી.ડી.વાઘેલા, શ્રી વાય.જી,ગુર્જર તથા શ્રી આર.આર.રાઠૌર તથા વા પો.સ.ઇ શ્રી દિપ્તેશ ચૌધરી અને પોલીસ સ્ટાકની ટીમ રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામ ખાતે રવાના કરવામાં આવેલ,તા.૧૦/૦૫/૨૦૨૩ના રોજ ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યા ખાતે સર્ચ ઓપરેશનહાથ ધરવામાં આવેલ, જે દરમ્યાન શ્રીજી ગૌશાળાથી ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસેઆવેલ ચેક ડેમની પાળી પાસે એક શંકાસ્પદ સફેદ મીણીયાનો મોટો કોથળો મળી આવેલ. જેથીસ્થળ ઉપર સ્વતંત્ર પંચોની હાજરીમાં આ મળી આવેલ શંકાસ્પદ થેલાની તપાસ કરતા તેમાંથીત્રણ મીણીયાના નાના થેલા મળી આવેલ, જેમાં કુલ ૩૧ પ્લાસ્ટીકના પેકેટ્સ મળી આવેલ, આ પ્લાસ્ટીકના પેકેટ્સમ પાઉડર જેવો શંકાસ્પદ પદાર્થ હોવાનું જણાતા તેનુ સ્થળ ઉપર નાર્કોટિક્સ ડ્રગ્સ ડીટેક્ટશન કિટની મદદથી પ્રાથમિક પરીક્ષણ કરતા મળી આવેલ શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ખુલવા પામેલ. આમ, કુલ ૩૧ પ્લાસ્ટીકના પેકેટ્સમાં ભરેલ ૩૦.૬૬ કિલો હેરોઈન, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિ ૩ ૨૧૪.૬૨ કરોડની થાય છે. જે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ પરવામાં આવેલ છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ હેરોઈનના જથ્થાની ડીલીવરી ઓકોયે નામના નાઈજીરીયન ઈસમને C 6H, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે થનાર હોઈ ગુજરાત એ.ટી.એસ. અને ક્રાઈમ બ્રાંચ સુરત શહેરની એક સંયુક્ત ટીમ દિલ્હી ખાતે રવાના કરવામાં આવેલ. ત્યારબાદ ગુજરાત એ.ટી.એસ., ક્રાઈમ બ્રાંચ સુરત શહેર તથા એન સી.બી, દિલ્હીની સંયુક્ત ટીમ દ્વારા C 65, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઓકોર્યને શોધી કાઢવામાં આવેલઉપરોક્ત મકાન ખાતે સર્ચ દરમ્યાન પાસપોર્ટના કેટલાક ડોક્યુમેન્ટસની ઝેરોક્ષ મળી આવેલ છે, જેની ખરાઈ કરતા તે ખોટા હોવાનું જાણવા મળેલ છે તેમજ ઓકોર્ટોનું ખરૂં નામ EKWUNIT MARCY WOG, SO OKAFOR NWOGO AA 28 વર્ષ તથા કાયમી સરનામું લાગોસ સીટી, ઓસોડી, 21 સ્ટ્રીટ, બેલે, નાઈજીરીયાનું છે. હાલમાં તે C 6B, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઓકોર્ટો નામની ખોટી ઓળખ આપી ભાડેથી રહે છે. આ ઉપરાંત સર્ચ દરમ્યાન ઓકોર્ટો પાસેથી મોબાઈલ ફોન મળી આવેલ છે. જેની તપાસ કરતા જાણવા મળેલ છે કે તે પાકિસ્તાની હેન્ડલર સાથે સંપર્કમાં છે.આ અંગે પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ છે કે, Oye b EKW.NIF MARCY ઓગસ્ટ ૨૦૨૨ થી ખોટી ઓળખ આધારે ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઉપરોક્ત સરનામાં ઉપર ભાડેથી રહે છે અને નાર્કો ટ્રાફીકીંગના ધંધામાં સંડોવાયેલ છે. kye તો ENWUNIFE MARYનાએ આ જ કામ માટે પકડાયાના બે દિવસ અગાઉ અન્ય એક જગ્યાએ મકાન ભાડેથી રાખેલ હોવાનું ખૂલવા પામેલ છે, જે મકાનમાં તે માદક પદાર્થોની ડીલીવરી મેળવી તેનો સંગ્રહ કરી બાદમાં તેનું વેચાણ કરનાર હતો,આ સંદર્ભે એ.ટી.એસ. ખાતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપી Dove & EKWUIFF MARCY આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતો, તેણે હેરોઈન તથા અન્ય માદક પદાર્થ આ અગાઉ કઈ-કઈ જગ્યાએ તથા કોંને વેચાણ કરેલ અને એ માટે તેને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુમાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %