Categories
Banaskatha

બનાસકાંઠાની 2 પેઢીમાંથી ₹52.68 લાખની કિંમતનો બિનઆરોગ્યપ્રદ ઘીનો જથ્થો ઝડપાયો

0 0
Read Time:49 Second

બનાસકાંઠાની 2 પેઢીમાંથી ₹52.68 લાખની કિંમતનો બિનઆરોગ્યપ્રદ ઘીનો જથ્થો ઝડપાયો બનાસકાંઠાના કણોદરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે 2 પેઢીમાંથી ₹52.68 લાખની કિંમતનો બિનઆરોગ્યપ્રદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ કહ્યું, “શ્રીમુલ ડેરીમાંથી ₹41.86 લાખની કિંમતનો 6,354 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યા છે. નમસ્તે ફૂડ પ્રોડ્સમાંથી ₹10.82 લાખની કિંમતનો 1,754 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં લવાયો

0 0
Read Time:52 Second

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં લવાયો જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતી સલમાન અઝહરી સામે પાસા કાર્યવાહી થતા તેને અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો છે. જેલ બહાર મૌલાનાના સમર્થકો એકત્ર થઈ ગયા છે, જેથી પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે. આરોપી મૌલાનાએ જૂનાગઢમાં વ્યસનમુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેથી પોલીસે તેની સામે ગુનો નોંધી મુંબઈથી ધરપકડ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Surat

કરજણમાં વિવિધ 5 રોડની કામગીરી માટે ગુજરાત સરકારે ₹18.06 કરોડ ફાળવ્યાં

0 0
Read Time:49 Second

કરજણમાં વિવિધ 5 રોડની કામગીરી માટે ગુજરાત સરકારે ₹18.06 કરોડ ફાળવ્યાં

કરજણ તાલુકામાં 5 રોડની કામગીરી માટે ગુજરાત સરકારે ₹18.06 કરોડની ફાળવણી કરતા ધારાસભ્ય અક્ષય પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. કરજણના કોલીયાથી સારીંગ રોડ માટે ₹3.65 કરોડ, અભરાથી સમ્ભોઇ રોડ માટે ₹3.80 કરોડ અને અટાલીથી ચોરંદા રોડ માટે ₹3.65 કરોડ ફાળવાયા છે. દેરોલીથી સામરી રોડ માટે 2.00 કરોડ, પાંગલવાડા રંગાઈ ખાડીના સ્ટ્રક્ચર માટે 5.50 કરોડની ફાળવણી કરાઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

સુરતમાં આપઘાત કરનાર મોડેલ યુવતીને ક્રિકેટર અભિષેક શર્મા સાથે નજીકના સંબંધ હોવાનું સામે આવ્યું

0 0
Read Time:47 Second

સુરતમાં આપઘાત કરનાર મોડેલ યુવતીને ક્રિકેટર અભિષેક શર્મા સાથે નજીકના સંબંધ હોવાનું સામે આવ્યું સુરતમાં મોડેલિંગ સાથે જોડાયેલી 28 વર્ષીય તાનિયાએ કરેલા આપઘાત કેસમાં પોલીસે મૃતકનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાંથી આઈપીએલ ટીમના ખેલાડી અભિષેક શર્મા સાથે તેણીના નજીકના સંબંધો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતીના મોબાઈલ ફોનમાંથી ક્રિકેટર અભિષેક સાથેના ફોટા અને એકતરફી મેસેજ મળી આવ્યા છે, જેને લઈ ખેલાડીને આ અંગે જાણ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરામાં પ્રેમિકા સાથે રિસોર્ટમાં લગ્ન કરી રહેલા યુવકની પત્ની સ્થળ પર પહોંચી, લગ્ન રદ કરાવ્યા

0 0
Read Time:49 Second

વડોદરામાં પ્રેમિકા સાથે રિસોર્ટમાં લગ્ન કરી રહેલા યુવકની પત્ની સ્થળ પર પહોંચી, લગ્ન રદ કરાવ્યા

વડોદરામાં ખંડીવાડાના રિસોર્ટમાં પતિ પ્રેમિકા સાથે લગ્ન કરવાની તૈયારી કરતો હતો એ દરમિયાન તેની પત્નીએ સ્થળ પર પહોંચી હોબાળો કર્યો છે. પ્રેમિકા સાથેના લગ્ન રદ કરાવતા પતિએ તેની પત્નીને માર મારી ઈજા પહોંચાડી છે. પરિણીતાએ જણાવ્યું, “મારો પતિ અન્ય યુવતી સાથે લગ્ન કરી રહ્યો હોવાની જાણ થતા હું મારા પરિજનો સાથે રિસોર્ટમાં ગઈ હતી.” આ મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

સુરેન્દ્રનગરમાં 4 શખ્સો ગેસ કટરથી એસબીઆઈનું એટીએમ તોડી ₹25.40 લાખની ચોરી કરી ફરાર થયા

0 0
Read Time:43 Second

સુરેન્દ્રનગરમાં 4 શખ્સો ગેસ કટરથી એસબીઆઈનું એટીએમ તોડી ₹25.40 લાખની ચોરી કરી ફરાર થયા

સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં 4 શખ્સો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડી ₹25.40 લાખ ભરેલું કેશ બોક્સ લઈ ફરાર થયા છે. ચોરીની ઘટના પહેલા શખ્સોએ એટીએમના સીસીટીવી કેમેરા પર કલર સ્પ્રે મારી દીધો હતો. જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાએ કહ્યું, “નંબર પ્લેટ વગરની ઈકોમાં આવેલા 4 શખ્સોએ ગેસ કટરથી એટીએમ તોડી ₹25.40 લાખની ચોરી કરી છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Banaskatha

ડીસામાં રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા એસટી બસમાં ઘૂસતા કંડક્ટર સહીત 8 લોકોને ઈજા થઇ

0 0
Read Time:47 Second

ડીસામાં રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા એસટી બસમાં ઘૂસતા કંડક્ટર સહીત 8 લોકોને ઈજા થઇડી સામાં બનાસપુલ પાસે રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા ધાનેરા અમદાવાદ એસટી બસમાં ઘૂસી જતા કંડક્ટર સહીત 8 લોકોને ઈજા થતા સારવાર માટે ડીસા અને પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બસ ચાલક ઓવરટેક કરવા ગયો ત્યારે રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઈ અને લોખંડના સળિયા બસના કાચ તોડીને અંદર ઘૂસ્યા હતા. અકસ્માત બાદ એસટી બસનો ચાલક ફરાર થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

ગિરનાર પર્વત પરની પાંચમી ટેકરી પર ભગવાન નેમીનાથના પગલાં હોવાનો જૈન સંસ્થાઓનો દાવો, ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરાઈ

0 0
Read Time:50 Second

ગિરનાર પર્વત પરની પાંચમી ટેકરી પર ભગવાન નેમીનાથના પગલાં હોવાનો જૈન સંસ્થાઓનો દાવો, ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરાઈ

ગિરનાર પર્વત પરની પાંચમી ટેકરી (શિખર) પર જૈનોના 22મા તીર્થકર ભગવાન નેમીનાથના પગલાં હોવાનો બે જૈન સંસ્થાઓએ દાવો કરીને ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી કરી છે. આ સંસ્થાઓ તરફથી રજૂઆત કરાઈ કે, “ભગવાન નેમીનાથના પગલાં અને છાપ હોવાથી શિખર પર પ્રથમ પૂજાનો અધિકાર જૈનોને મળવો જોઈએ.” ઉલ્લેખનીય છે કે, હિન્દુઓના મતે આ સ્થાનક ભગવાન દત્તાત્રેયના પગલાંનું ધાર્મિક સ્થાન છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં 8 ‘અમાન્ય’ મત માન્ય જાહેર કર્યા, પુન:ગણતરીનો આદેશ આપ્યો

0 0
Read Time:46 Second

સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં 8 ‘અમાન્ય’ મત માન્ય જાહેર કર્યા, પુન:ગણતરીનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે મંગળવારે નોંધ્યું કે, ચંદીગઢ મેયરની ચૂંટણીમાં તમામ અમાન્ય 8 મતપત્રોમાં AAP મેયરના ઉમેદવાર કુલદીપ કુમારની તરફેણમાં પડેલા મત છે. સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે કે, મતોની ફરી વખત ગણતરી કરવામાં આવશે અને આ 8 મતપત્રોને માન્ય ગણવામાં આવશે તેમજ તેના આધારે પરિણામ જાહેર કરાશે. બેંચનું નેતૃત્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ કરી રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદમાં દારૂની બોટલ સાથે કારમાં ઊંઘતી હાલતમાં પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાઇરલ

0 0
Read Time:47 Second

અમદાવાદમાં દારૂની બોટલ સાથે કારમાં ઊંઘતી હાલતમાં પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાઇરલ

અમદાવાદના આનંદનગર રોડ પર પોલીસકર્મી કારમાં દારૂની બોટ સાથે ઝડપાયો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કારની આગળની સીટમાં પોલીસકર્મી ઊંઘી રહ્યો છે અને પાછળની સીટમાં દારૂની બોટલ પડી છે. આનંદનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અભિષેક ધવને કહ્યું, “પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ગાડીમાં સૂતેલો શખ્સ અગાઉ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %